Abtak Media Google News

રશિયા યૂક્રેન પર આક્રમણ કરી શકે છે, હજુ તેને તેના સૈન્યને પાછું નથી ખસેડ્યું : જોઈ બાઇડન

અબતક, નવીદિલ્હી

હાલ સમગ્ર વિશ્વમાં રશિયા અને યુક્રેનનો મુદ્દો સૌથી વધુ ચર્ચિત છે. એક નવી વાતો સામે આવી રહી છે કે રશિયા યૂક્રેન પર ગમે ત્યારે આક્રમણ કરી શકે છે તો ક્યાંક એવી પણ વાત સામે આવે છે કે રસિયા પોતાનું સૈન્ય સાચું ખસેડી રહ્યું છે આ તમામ વાતચીતો વચ્ચે ભારત ના વિદ્યાર્થીઓ કે જે યુક્રેનમાં અભ્યાસ કરી રહ્યા છે તેમના માટે ઘણી ખરી ચિંતા ઉદભવે છે. ટ્રેનમાં અભ્યાસ કરતાં વિવિધ દેશોના વિદ્યાર્થીઓને તેના દેશમાં પરત લાવવા માટેના તમામ પગલાઓ અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પરંતુ વાસ્તવિકતા એ છે કે ભારતના વિદ્યાર્થીઓ કે જે હાલ અભ્યાસ અર્થે યુક્રેન આવ્યા છે તેઓ ભારત પરત ફરવા માંગતા નથી.યુક્રેનના વિદ્યાર્થીઓનું માનવું છે કે આગામી જૂન માસમાં તેઓની લાઇસન્સ ની પરીક્ષા નું આયોજન થયું છે એટલું જ નહીં ભારત આવવા માટે જે પ્લેનની ટિકિટ નો ભાવ છે તે પણ સૌથી વધુ છે ત્યારે આ કારણે ભારત ના વિદ્યાર્થીઓ વતન પરત ફરવા ઇચ્છતા નથી.

વિદ્યાર્થીઓમાં અસમંજસની સ્થિતી પણ સતત પ્રસરી રહી છે કે આગામી સમયમાં કયા પ્રકારે સ્થિતી નિર્માણ પાંસે જો તેમનો અભ્યાસ કરવાનું સુચારુ રૂપથી સરળ બનશે કે કેમ ? ભારતના વિદેશ મંત્રાલય દ્વારા પણ ભારતના વિદ્યાર્થીઓને પરત આવવા માટેનું જાણ કરવામાં આવી છે પરંતુ ઘણા વિદ્યાર્થીઓ નું માનવું છે કે જો તેઓ ભારત પરત ફરશે તો ફરી ચાર માસના સમયગાળામાં જ તેઓએ યુક્રેન પરત ફરવાનું રહેશે જે ખૂબ જ ખર્ચાળ સાબિત થશે.યુક્રેન અને રશિયા વચ્ચે હાલ જે વિવાદો ચાલી રહ્યા છે તેમાં ભારતે પણ પોતાનું સ્થાન પર કર્યું છે અને જણાવ્યું કે બન્ને દેશોએ રાજદ્વારી બેઠક દ્વારા આ પ્રશ્નનું નિવારણ લાવવું જોઈએ. વિદેશ મંત્રાલયના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ભારત પણ ઈચ્છી રહ્યું છે કે રસિયા પોતાના સૈન્યને પાછું ખસેડે પરંતુ આ તમામ વાત રાજદ્વારી બેઠક મારફતે જો કરવામાં આવે તો બન્ને દેશોનું હિત સારી રીતે જળવાશે.

બીજી તરફ જગત જમાદાર અમેરિકા સતત એ વાત ઉપર ચિંતિત છે કે રશિયા યૂક્રેન ઉપર આક્રમણ ન કરે ત્યારે નાટો દેશ દ્વારા અનેક વખત જે અમેરિકાના પ્રમુખ સાથે ટેલિફોનિક વાતચીત કરવામાં આવેલી છે તેમાં એ વાત સ્પષ્ટ થઈ ગઈ છે અને અમેરિકાના પ્રમુખે એ વાત ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરતાં જણાવ્યું છે કે હજુ પણ રશિયા યૂક્રેન ઉપર આક્રમણ કરી શકે છે જેનું મુખ્ય કારણ એ છે કે હજુ રશિયાએ તેના સૈન્યને પાછું ખસેડ્યું નથી જે સૌથી મોટો ચિંતાનો વિષય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.