Abtak Media Google News

અમદાવાદ, મોરબી, વાંકાનેર, વડોદરા, સુરત બોટાદ, ભાવનગર, રાજકોટ, હળવદ, જામનગર, ઉના સહિતના શહેરોમાં અંદાજે 50 જેટલી ટિમોનું ઇન્સ્પેક્શન

અબતક, રાજકોટ 

સ્ટેટ ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ વિભાગ દ્વારા અમદાવાદ, મોરબી, વાંકાનેર, વડોદરા, સુરત બોટાદ, ભાવનગર, રાજકોટ, હળવદ, જામનગર, ઉના વગેરે શહેરોમાં કોટન જીનિંગ મિલ અને ઓઈલ મિલના 42 એકમો પર દરોડા પાડવામાં આવ્યા છે. અહી ટીમે હિસાબોનું ઇન્સ્પેકસન કરાયું હોવાનું સ્ટેટ જીએસટીએ જાહેર કર્યું છે.

સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા સમયાંતરે જુદી-જુદી કોમોડીટીમાં સિસ્ટમ બેઝડ એનાલીસીસ તેમજ માર્કેટ ઇન્ટેલીજન્સ આધારીત ટેક્ષનું યોગ્ય રીતે કમ્પલાઇન્સ કરવામાં આવે છે કે કેમ તે જોવામાં આવે છે. જેના ભાગરૂપે આજરોજ રાજ્યભરમાં કોટન જીનીંગ મીલ અને ઓઇલ મીલ વેપારીઓના ધંધાના સ્થળોએ ઇસ્પેક્શનની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. રાજયભરમાં કુલ 42 વેપારીઓના સ્થળોએ ટેક્ષ કમ્પલાઇન્સ બાબતે સઘન ચકાસણીની કાર્યવાહી હાલ ચાલુમાં છે.

અમદાવાદની મે. મનજીત કોટન પ્રા. લિ., મે. બિપિન ગામ ઓઈલ મિલ, વડોદરાની મહાલક્ષ્મી ઓઈલ મિલ, અન્નપૂર્ણા જિન એન્ડ પ્રેસ લિ., સુરતની કૃષ્ણા કોટન, મહુવાની મે. કેસર કોટન, મે. શ્રી ગણેશ ઓઈલ ઈન્ડસ્ટ્રીઝ, રાજકોટની કિસાન જીનિંગ, મહાદેવ જિનિંગ, મોરબીની બાપા સીતારામ ઓઇલ મિલ, ભરત જીનિંગ પ્રેસિંગ એન્ડ ઓઇલ ઇન્ડ., ચામુંડા ઓઇલ મિલ, ગૌધન ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ, ગુરુકૃપા કોટન એન્ડ ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ, જય યોગેશ્વર ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ, કાર્તિક ઓઇલ મિલ, લક્ષ્મીનારાયણ કોટન ઇન્ડસ્ટ્રીઝ, ઓમ ઓઇલ મિલ, રવિરાજ જીનિંગ પ્રેસિંગ એન્ડ ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ, સદગુરુ કોટન પ્રા.લિ., સિયારામ ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ, શ્રી બહુચર ઓઇલ, શ્રી હરભોલે ઓઇલ મિલ, શ્રી ગણેશ ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ તેમજ હળવદની બાપા સીતારામ ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ, સાગર ઓઇલ ઇન્ડ., વાકાનેરની ધરતી ઓઇલ મિલ, સોપાન કોટેક્ષ, ફૈઝન ઓઇલ મિલ, કિશન જીનિંગ ફેકટરી, નોબલ જીનિંગ ફેકટરીમાં ચેકીંગ કરવામાં આવ્યું છે. આ તમામ ૪૨ જેટલા એકમો ઉપર અંદાજે ૫૦ જેટલી ટીમોએ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.