Abtak Media Google News

મોરબી જીઆઇડીસી પાછળ ચિત્રકૂટ ચારમાં રહેતા યુવાનને પ્રેમ પ્રકરણ બાબતે ચાર શખ્સોએ લમધારી નાખતા પોલીસમાં ફરિયાદ નોંધાય છે. આ અંગેની પ્રાપ્ત માહિતી મુજબ જીઆઈડીસી પાછળ રહેતો અને કલર કામ કરતો મહેશ દયારામ ભાઈ પરમાર નામના યુવાને મોરબી સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં સામાવાળા કનેકડાની વાડીમાં યુવાન રામામંડળ જોવા ગયો હતો ત્યારે અગાઉ જે છોકરી સાથે પ્રેમ સબંધ હતો તેના પિતા અને ભાઈઓ સહિત કુલ ચાર શખ્સોએ ઢીકા પાટુ અને પટ્ટા વડે માર માર્યો હતો.

ચાર યુવાનોના નામ નીચે મુજબ

સુરેશ પરમાર,

જય રામ પરમાર,

કાંતિ પરમાર અને તેના દીકરો

અગાઉ સુરેશની દીકરી સાથે મહેશને પ્રેમ સબંધ હતો જે બાબતે અગાઉ ઝઘડો થયો હતો ત્યારબાદ બંને પક્ષો દ્વારા સમાધાન કરી લેવામાં આવ્યું હતું. ત્યારે રામામંડળ જોવા ગયેલ મહેશને અમારા ઘર પાસે આવ્યો છે તેમ કહી બેફામ માર મારતાં ફરિયાદ નોંધાવી છે. બનાવના પગલે સીટી-એ ડિવિઝન પોલીસના હેડ કોસ્ટેબલે એમ ઝાપડીયાએ પ્રાથમિક તપાસ હાથ ધરી છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.