Abtak Media Google News

મચ્છરનો જેરીલો ડંખ વ્યક્તિના જીવન ઉપર ખતરો ઉભો કરી શકે છે. મચ્છરના કારણે ડેન્ગ્યુ, મલેરિયા કે જીકા વાયરસનો ભોગ લોકો બને છે. મચ્છરને ભગાડવા બજારમાં ઘણી વસ્તુઓ ઉપલબ્ધ છે. જોકે આવા ખર્ચ કરવાની જગ્યાએ ઘરમાં પડેલી કેટલીક વસ્તુઓનો ઉપયોગ કરી મચ્છર ભગાડી શકાય છે.

કપૂર

વૉશરૂમ, રસોડું અથવા માળિયામાં મુકાયેલા કપૂરની ગંધ મચ્છરોને ઘરની બહાર કાઢી શકે છે. રૂમની અંદર અથવા બાલ્કનીના કોઈપણ ખૂણામાં નાના વાસણમાં કપૂર મૂકો. લગભગ 30 મિનિટમાં કપૂરની ગંધ આખા ઘરમાં ફેલાશે અને મચ્છર ત્યાં આવશે નહીં.

લસણ

લસણ ખોરાકમાં સ્વાદ વધારે છે, તેનો ઉપયોગ મચ્છરને ભગાડવા કુદરતી સ્પ્રે તરીકે પણ કરી શકાય છે. આ માટે લસણને પાણીમાં ઉકાળો. ત્યારબાદ આ પાણીને બોટલમાં ભરીને ઘરના ખૂણામાં સ્પ્રેની જેમ છાંટવી. આમ કરવાથી મચ્છર ભાગશે.

કોફી

મોટાભાગના લોકોના ઘરમાં કોફી હોય જ છે. શું તમે જાણો છો કે કોફીનો ઉપયોગ કરવાથી મચ્છરજન્ય રોગ ફેલાતો અટકે છે. મચ્છર ગંદા પાણીમાં સામાન્ય રીતે એક જગ્યાએ ભેગા થાય છે. આ પાણીમાં થોડી કોફી ઉમેરીને તમે મચ્છરોથી રાહત મેળવી શકો છો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.