Abtak Media Google News

હાલ ભારતીય અર્થતંત્રની ચો તરફ વાહવાહ થઈ રહી છે. હવે આઈએમએફએ પણ ભારતના ભરપેટ વખાણ કર્યા છે. ઉપરાંત બીજી તરફ વિશ્વ આખાને પણ ભારતના અર્થતંત્ર ઉપર વિશ્વાસ વધી રહ્યો છે. જેને પરિણામે હવે આગામી સમયમાં ભારતની પ્રગતિ જેટગતિએ નિશ્ચિત માનવામાં આવી રહી છે.

Advertisement

આઈએમએફએ તો ભારતને સ્ટાર પરફોર્મર ગણાવ્યું

ઇન્ટરનેશનલ મોનેટરી ફંડએ ભારતને આર્થિક મોરચે સ્ટાર પરફોર્મર ગણાવ્યું છે. આઈએમએફએ જણાવ્યું હતું કે ડિજિટલાઇઝેશન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા મુખ્ય ક્ષેત્રોમાં આર્થિક સુધારાના કારણે ભારત એક સ્ટાર પરફોર્મર તરીકે ઉભરી આવ્યું છે. આઈએમએફ અનુસાર, વૈશ્વિક વૃદ્ધિમાં ભારતનું યોગદાન 16 ટકાથી વધુ હોવાનો અંદાજ છે.

ભારતને વિશ્વમાં સ્ટાર પરફોર્મર ગણાવતા, ઇન્ટરનેશનલ મોનેટરી ફંડે કહ્યું છે કે ભારત આ વર્ષે વૈશ્વિક વૃદ્ધિમાં 16 ટકાથી વધુ યોગદાન આપી રહ્યું છે. અહેવાલ અનુસાર, આઈએમએફમાં ભારતના મિશન નડા  ચૌઈરીએ કહ્યું, ’અમે કેટલાક સમયથી જોઈ રહ્યા છીએ કે ભારત ખૂબ જ મજબૂત દરે વિકાસ કરી રહ્યું છે. જ્યારે અન્ય દેશોની વાસ્તવિક વૃદ્ધિની વાત આવે ત્યારે તેના પ્રમાણમાં ભારત સ્ટાર પરફોર્મર રહ્યું  છે. તે સૌથી ઝડપથી વિકસતા મોટા ઉભરતા બજારોમાંનું એક છે.

આઈએમએફએ ભારત સાથે તેની વાર્ષિક આર્ટિકલ-4 પર ચર્ચા જાહેર કરી હતી, જે અનુસાર ભારત આ વર્ષે વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતી મોટી અર્થવ્યવસ્થાઓમાંની એક બનવાના માર્ગ પર છે. નડા ચૌઈરીએ કહ્યું કે ભારતની વસ્તી ઘણી મોટી, યુવાન અને વધી રહી છે. આથી તેઓ ઉપયોગ માળખાકીય સુધારામાં કરવામાં આવે તો તેના વૃદ્ધિ પામવાના ચાન્સ વધુ છે. આ ઉપરાંત ભારતનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ડિજિટલાઇઝેશન દેશને ઉત્પાદકતા અને વૃદ્ધિ માટે એક મજબૂત પ્લેટફોર્મ પૂરું પાડે છે. આ ઉપરાંત આઈએમએફના રિપોર્ટ અનુસાર ભારતની અર્થવ્યવસ્થા કોરોનામાંથી મજબૂત રીતે બહાર આવીને વૈશ્વિક વિકાસમાં પણ મહત્વનો ભાગ બની છે.

નડા ચૌઈરીના મત્ત મુજબ રોકાણ અને વિકાસ માટે રાજકીય સ્થિરતા મહત્વપૂર્ણ છે. વેપારને પ્રોત્સાહન આપવા માટે સરકારે ઘણા મહત્વપૂર્ણ પગલાં લીધા છે. જો કે હજુ પણ મહત્વપૂર્ણ પ્રક્રિયાઓ છે જેને વધુ સરળ બનાવવાની જરૂર છે. પરંતુ કંપનીઓ માટે સિંગલ નેશનલ વિન્ડો, વન-સ્ટોપ શોપ જેવા ઘણા મહત્વપૂર્ણ પગલા લેવામાં આવ્યા છે. આઈએમએફએ સલાહ આપી છે કે દેશના ઘણા રાજ્યોમાં નોકરિયાત વર્ગની સંખ્યા ઘણી છે, જેની સાથે વ્યવહાર કરવાની અને તેને સુવ્યવસ્થિત કરવાની પણ જરૂર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.