કલાકાર માટે નાટ્યશિક્ષણ કેમ જરૂરી? જાણો શું કહે છે રાકેશ મોદી

‘ચાય-વાય અને રંગ મંચ’ ગુજરાતી તખ્તાને  સંગ કોકોનટ થિયેટર પ્રસ્તૃત શ્રેણી 3માં ગુજરાતી રંગભૂમિ સાથષ જોડાયેલા જાણીતા  કલાકારો ગુજરાતી તખ્તાના વિવિધ  પાસાઓઉપર રોજ લાઈવ આવીને ચર્ચા અનુભવો શેર   કરે છે. યુવા કલાકારો અને કલારસીકો  માટે આ એકેડેમીક સેશન ઘણુ શીખવી જાય છે.

કોકોનટ થિયેટર પ્રસ્તુત ચાય વાય એન્ડ રંગમચ ગુજરાતી તખ્તાને સંગ સિઝન  3 માં ગઈકાલે ટ્રાન્સમીડિયા એવોર્ડ વિજેતા, પ્રસિદ્ધ અભિનેતા, લાઈટ્સ ડિઝાઈનર અને મેન્ટોર રાકેશ મોદી   લાઈવ આવ્યા હતા જેમનો વિષય હતો ’રંગમંચનું પ્રશિક્ષણ કેમ જરૂરી?’

કોકોનટ થિયેટર પ્રસ્તૃત ‘ચાય-વાય અને રંગ મંચ’ શ્રેણી

નાટ્ય શિક્ષણ લીધા બાદ ભાષા શુધ્ધી અને મારા અભિનયમાં બદલાવ આવ્યો: કલાકાર-રાકેશ મોદી

‘અબતક’ના સોશિયલ મીડિયાના  ફેસબુક પેજ પર  રોજ સાંજે 6 વાગે લાઈવ પ્રસારણ  માણો

મિત્રો સાથે વાત કરતા રાકેશ ભાઈ જણાવ્યું કે  વડોદરા મારી કર્મભૂમિ છે અને વ્યવસાયે હું નાટક શિક્ષક છું, આખા વિષયને બે ભાગમાં વહેંચ્યું, પ્રથમ માં શિક્ષણ લીધા પહેલા રંગમંચ કર્યું હોય અને બીજા ભાગમાં શિક્ષણ લીધા પછી રંગમંચ કર્યું હોય તેની વાતો કરી. રંગમંચ પર આવનારા વધારે વિદ્યાર્થીઓ એક વિચાર કરતા હોય તે જ રંગમંચ પર શિક્ષણ લઈને આવું કે એમ જ આવવું ? બંને રસ્તે રંગમંચ પર આવી શકાય છે, પણ એના માટે શિક્ષણ જરૂરી છે. રાકેશ ભાઈએ જણાવ્યું કે મારા પપ્પા નાટકો સાથે સંકળાયેલા તો એમના રિહર્સલમાં જવાનું થતું. જ્યાં મહાન કલાકારોને જોતો, અને અજબનું આકર્ષણ થતું. એ વખતે સમાંતર રંગભૂમિ સાથે બાળ રંગભૂમિ હતી અને હું બાળ રંગભૂમિ સાથે જોડાયો. પ્રથમ નાટકમાં જ  સળંગ 9 શો કર્યા. અલ્લાદિન જાદુઈ ચિરાગ નાટક દ્વારા ઘણું શીખવા મળ્યું અને નાટકમાં અભિનય સાથે બીજું ઘણું કરવું પડે એ જાણ્યું. પ્રથમ અંક દરમ્યાન ટિકિટો વેચવી, બીજા અંકમાં અંદર અભિનય કરવા આવવું. સાથે જ રેડિયો, ફિલ્મ, સ્ટેજ આ બધાનું આકાર વિનાનું શિક્ષણ અનુભવે મેળવ્યું.

બારમાં ધોરણ બાદ નાટય કોલેજમાં પ્રવેશ લીધો. ત્યારે ભાષા શુદ્ધિની ખબર પડી,  જાણ્યું કે રંગમંચ એટલે શું ? કોલેજમાં આવ્યા બાદ ખબર પડી કે કેવા નાટકો કરાય ? કેમ નાટકો કરાય ? ક્યા નાટકો કરાય ? નાટકો ના કેટલા પ્રકાર હોય ? કઈ કઈ બાબતોનું નાટકમાં ધ્યાન રાખવું પડે ? આ બધું મને નાટકનું શિક્ષણ લીધા બાદ ખબર પડી. ત્યારે જાણ્યું કે નાટકનું શિક્ષણ પણ રંગમંચ માટે કેટલું જરૂરી છે. નાટકના લખાયેલા શબ્દો પાછળનો ભાવાર્થ, સંદેશ અને નાટક કહેવાનો મૂળ હેતુ શું છે એની ખબર પડે તો જ  હકીકતમાં નાટક ભજવ્યું એવું કહેવાય. વોઇસ પીચની ટ્રેનિંગ લીધી પ્રાણાયામ, ઓમકાર, સ્પેશિયલ જુદી-જુદી એક્સરસાઇઝ કલાકારની બોડી, સ્પીચ અને માઈન્ડ ત્રણેય પાવરફુલ હોવા જોઈએ એની સમજ પડી. રંગમંચના તમામ પાસાઓ અહીં બેચલર અને માસ્ટર ડિગ્રી લેતા દરેકને ખબર પડે છે. માટે અનુભવ સાથે શિક્ષણ જરૂરી છે એવું લાગ્યું.

રાકેશ મોદીઅ ગઈકાલે  એમના અનુભવો અને જીવનનો સમગ્ર પાઠ એમના મિત્રો, ફેન્સ અને પ્રેક્ષકોને કહ્યો. જેમાંની દરેકે દરેક વાત પરથી કંઈક શીખવા મળે છે. ઘણાં સવાલોના જવાબ આપ્યા. જેને તમે કોકોનટ થિયેટરના ફેસબુક પેજ ઉપર જોઈ શકશો સાંભળી શકશો. જો તમને અભિનયમાં કે નાટકના કોઈપણ વિભાગમાં ઇન્ટરેસ્ટ હોય તો તમારે આ સેશન જોવું જ જોઈએ. ગુજરાતી રંગભૂમિનાં નામાંકિત અને અનુભવી કલાકારોને તથા રંગભૂમિ સાથે સંકળાયેલા મહાનુભાવોને જોવા અને સાંભળવા કોકોનટ થિયેટરના ફેસબુક પેજ પર રોજ સાંજે 6:00 વાગ્યે લાઈવ જોઈ શકો છે.

આજે પ્રખ્યાત લેખક-અભિનેતા  કબીર ઠાકોર

કોકોનટ થિયેટર પ્રસ્તૃત  શ્રેણીના એકેડેમીક સેશનમાં આજે સાંજે 6 વાગે  ગુજરાતી ફિલ્મો -નાટકોના જાણીતા  અભિનેતા  લેખક,  દિગ્દર્શક કબીર  ઠાકોર લાઈવ આવશે. વ્યવસાયીક અને પ્રાયોગીક નહી પણ અર્થપૂર્ણ થિયેટર જેવા વિષય ઉપર પોતાના વિચારો અને અનુભવો શેર કરશે. કબીરભાઈ  વર્ષોથી  ગુજરાતી તખ્તા સાથે જોડાયેલા છે. તેમને લખેલા  ઉમદા  નાટકો  અને સુંદરનાટકોનાં  દિગ્દર્શનથી તે ખૂબ જાણીતા  બન્યા છે.  કબીર ઠાકોર ઉમદા અભિનયથી  કલા રસિકોના દિલમાં વસી ગયા છે.