Abtak Media Google News

મૂળી: ટીકર ગામે સગાઈ નહિ કરવાનો ખાર રાખી માતા-પુત્ર પર હુમલો

મુળી તાલુકાના ટીકર ગામે સગાઈ નહીં કરવાના મન:દુખમાં ચાર શખ્સોએ ઘરમાં ઘુસીને ધોકાથી હુમલો કરી માતા-પુત્રને માર માર્યો હોવાની ચકચારી ઘટના બની હતી. તે અંગે ફરિયાદના આધારે મુળી પોલીસે તપાસ હાથ ધરી છે.

આ બનાવની જાણવા મળતી વિગત એવી છેકે, ટીકર ગામે રહેતા પ્રવિણભાઈ ગાળીયાના ભાઈની સગાઈની વાત પ્રવિણભાઈના કાકાજી સુખાભાઈ દેથળીયા (રહે.રાવરાણી, તા.થાન)ની દિકરી સાથે ચાલતી હતી. તેમાં કોઈ બાબતે પ્રવિણભાઈએ સગાઈ કરવાની ના પાડી હતી. આથી સુખાભાઈ દેથળીયા, દશરથભાઈ સોમાભાઈ દેથળીયા (રહે.સુદામડા), મુન્નાભાઈ જીવણભાઈ સુરેલા (રહે.ઉગામેડી, તા.ગઢડા) તથા માનસીંગ મનુભાઈ કણસાગરા (રહે.સુરેઈ, તા.ચોટીલા)એ રાત્રે ત્રણ વાગ્યે એકાએક ટીકર ગામે પ્રવિણભાઈના ઘરે ધસી આવ્યા હતાં અને તારા ભાઈની સગાઈ અમારી દિકરી સાથે કેમ કરવી નથી, તેમ કરીને ધોકાથી હુમલો કરીને પ્રવિણભાઈ અને તેમના માતા ચંપાબેનને હુમલો કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.