Abtak Media Google News

આધાર પાન નાણાકીય સેવાઓ, વિમા પોલીસીને આખર તારીખો પહેલા આધાર સાથે લિંક કરો

સરકારી યોજનાઓનો લાભ મેળવવા જનતા માટે સરકારે આધારને મહત્વનો દરજજો આપ્યો છે. તો આર.આઇ.ડી.એ.આઇ.એ તાજેતરમાં વિમા પોલીસીને આધાર સાથે લીંક કરવી ફરજીયાત કરી છે. તો આધાર સાથે મોબાઇલ નંબર, પાન કાર્ડ આદીને લીંક કરવું ફરજીયાત બની ચૂકયું છે. જેથી સરકાર પૈસાની લેતીદેતીનો રેકોર્ડ રાખી શકે આ સહીત દરેક નાણાકીય સુવિધાઓ હાલની વિમા પોલીસીઓ સાથે પણ આધારને લીંક કરવું અનિવાર્ય છે જેને લીંક કરાવવાની સમયમર્યાદા આપી ચૂકી છે.

આધારને મોબાઇલ નંબર સાથે લીંક કરવું

ભારત સરકારે મોબાઇલ ધારકોને આધાર સાથે પોતાના નંબર લીંક કરવા અનિવાર્ય જણાવ્યું છે. ત્યારે ૧ ડીસેમ્બરથી મોબાઇલ ધારકોને આધાર લીંક કરાવવા માટે રીટેલઇ પાસે જવાની જરુર નથી ટૂંક સમય પહેલાં જ સરકારે જાહેર કર્યુ હતું કે મોબાઇલ ધારકો ઘરે બેઠા ઓટીપી પીનથી આધાર લીંક કરી શકશે તેમણે આધાર માટે લોકલ રીટેલરોને ફિંગર પ્રિન્ટ આપવાની આવશ્યકતા નથી.

આધાર પાન લીંક કરવું

આધારને પાન સાથે જોડવું અકળ બનાવ્યું છે જો કોઇ વ્યકિત પાન અને આધાર લીંક કર્યા વિનાઆવક વેરો ભરશે તો તે સ્વીકારવામાં આવશે નહીં વર્ષ ૨૦૧૭ ૬ નવેમ્બર સુધીમાં ૧૩.૨૮ કરોડ પાન આધાર કાર્ડ સાથે જોડવામાં આવ્યા છે. તો આવક વેરા પુરવઠાઓ પણ પાન તેમજ વેરા ભરનાર માટે આધાર ફરજીયાત બનાવ્યું છે. જો કે જેમની પાસે આધાર જ નથી તેમના વહીવટો કેન્સલ કરવામાં આવ્યા નથી પરંતુ થોડી રાહત જરુર અપાઇ રહી છે તો આધાર સાથે પાન લીંક કરવાની આખીર તાબીખ ૩૧ ડીસેમ્બર ૨૦૧૭ રાખવામાં આવી છે.

આધારને બેંક ખાતા– નાણાકીય સેવાઓ સાથે લીંક કરવું

ડીસેમ્બર ૩૧ ૨૦૧૭ સુધીમાં બેંક ખાતા ધારકોએ આધાર નંબર બેંકને આપી દેવાના રહેશે. આ સુચના ન માનનારઓને પોતાનું ખાતું ગુમાવું પડી શકે છે. આ ત્વરીત નિણર્યો ગેરકાયદેસર નાણાકીય વહીવટી પર ચાપતી નજર રાખવા માટે લેવાયો છે.

આધારને પીપીએફ એનએસજી સાથે જોડો

પોસ્ટ ઓફીસમાં ખાતુ ખોલાવવા તેમજ નાની બચતો તેમજ રોકાણો સહીત કિશાન વિકાસ પત્ર માટે આધારને ફરજીયાત બનાવાયું છે. ત્યારે આધાર ધારકોએ અનિવાર્યરુપે લીંક કરાવવું તો જૈની પાસે આધાર ન હોય તે આધારની એપ્લીકેશન દ્વારા પોતાના ઇઆરડી નંબર મેળવી શકે છે. હાલના આધાર ધારકો ૩૧ ડીસેમ્બરી ૨૦૧૭ સુધી આ પ્રક્રિયા કરી

શકે છે.

આધારને સમાજ સુરક્ષા યોજનાઓ સાથે જોડવું

આધારને સામાજીક યોજનાઓનો લાભ મેળવવા માટે અનિવાર્ય બનાવ્યું છે.જેમાં એલપીજી સીલીન્ડર તેમજ સરકારી શિષ્યવૃત્તિ માટે આધારની માહીતી મહત્વ ધરાવે છે. જેની ડેડલાઇન ૩૧ ડીસેમ્બર ૨૦૧૭ સુધી રાખવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.