Abtak Media Google News

કાયદા મુજબ શરીરનું કોઈ પણ અંગ ચૂંટણી ચિન્હ તરીકે ઉપયોગમાં લઈ શકાય નહીં તેવી દલીલ ૧૮મીએ ચૂંટણીપંચ સુનાવણી હાથ ધરશે

કોંગ્રેસના ચૂંટણી ચિન્હ પંજાને રદ્દ કરવાની માંગણી ચૂંટણીપંચ સમક્ષ ભાજપના આગેવાન અશ્ર્વિની ઉપાધ્યાય દ્વારા કરવામાં આવી છે. આ મામલે સુનાવણી માટે ચૂંટણીપંચે સમીતીની રચના કરી છે અને આગામી ૧૮મીએ કોંગ્રેસનો પંજો રહેશે કે નહીં તે અંગે ફેંસલો થઈ જશે.

Advertisement

અરજદાર અશ્ર્વિની ઉપાધ્યાયે દલીલ કરી છે કે, ઈન્ડિયન નેશનલ કોંગ્રેસને ચૂંટણી ચિન્હ ગેરકાયદે ફાળવવામાં આવ્યું હતું. કાયદા હેઠળ શરીરનો કોઈપણ ભાગ ચૂંટણી ચિન્હ બની શકે નહીં. કોંગ્રેસના કાર્યકરો અને સર્મકો પંજો સાથે રાખી શકે છે. કારણ કે તે શરીરનું એક અંગ છે. આમાં આચારસંહિતાનો ભંગ થવા છતાં કોઈ કાર્યવાહી થઈ શકતી નથી. મતદાન કેન્દ્રી ૧૫૦ મીટરના દાયરામાં ચૂંટણી ચિન્હ લઈ જવાની મનાઈ હોય છે પરંતુ કોઈના પંજા દૂર કરી શકાતા નથી.

આગામી મેં મહિનાની ૧૨મી તારીખે કર્ણાટક વિધાનસભા ચૂંટણી છે. કર્ણાટકમાં સત્તા જાળવવા કોંગ્રેસે એડીચોટીનું જોર લગાવ્યું છે ત્યારે ચૂંટણીપંચમાં કોંગ્રેસના ચિન્હ અંગે યેલી ફરિયાદી ખળભળાટ મચી જવા પામ્યો છે. ભાજપના નેતા અશ્ર્વિની ઉપાધ્યાય સુપ્રીમ કોર્ટના વકીલ પણ છે. તેઓ આ મામલે કોંગ્રેસને ભીડવવા માંગે છે. ગત તા.૨૯ જાન્યુઆરીના રોજ તેમણે ચૂંટણીપંચને કોંગ્રેસે આચારસંહિતાનો ભંગ કર્યો હોવાની ફરિયાદ કરી હતી.

અહીં ઉલ્લેખનીય છે કે, વર્ષ ૧૯૮૦માં ચૂંટણીપંચે ઈન્દિરા ગાંધીના નેતૃત્વની કોંગ્રેસને ‘પંજો’ ચૂંટણી ચિન્હ તરીકે ફાળવ્યો હતો. અગાઉ ૧૯૫૨ની ચૂંટણીમાં ઓલ ઈન્ડિયા ફોર્વડ નામનો પક્ષ આ ચિન્હનો ઉપયોગ કરી રહ્યો હતો. જો કે, ૧૯૫૨ની ચૂંટણી બાદ આ પક્ષ વિખરાઈ ગયો હતો અને દાયકાઓ સુધી પંજાનો ચૂંટણી ચિન્હ તરીકે ઉપયોગ તો નહોતો. ૧૯૮૦માં ચૂંટણીપંચે કોંગ્રેસને આ ચિન્હ ફાળવ્યું હતું. ત્યારી આજ સુધી પંજો કોંગ્રેસના ચૂંટણી ચિન્હ તરીકે છે જેને રદ્દ કરવા ચૂંટણીપંચ સમક્ષ અરજી કરવામાં આવી હતી. જેની સુનાવણી આગામી તા.૧૮ એપ્રીલના રોજ હાથ ધરવામાં આવશે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.