Abtak Media Google News

વિરાટ કોહલી 252.72 કરોડ રૂપિયાની કમાણી સાથે 2019માં ટોચ પર હતો.

ભારત સહિત વિશ્વના તમામ દેશોમાં કોરોનાએ પોતાનો કહેર વરતાવ્યો છે, જેના કહેરથી IPLની હાલ કોઈ તારીખ નક્કી નથી થઈ શક્તી સાથે જ ટોકિયો ઓલમ્પિકની પણ 1 વર્ષ માટે પાછળ ધકેલી દેવાય છે.

જો ભારતની રમતગમતની વાત કરીએ તો સૌથી પહેલા ક્રિકેટ આવે છે જેમાં પણ વિરાટ કોહલીને ક્રિકેટના હાલનો સૌથી પ્રસીદ્ધ ક્રિકેટર માનવામાં આવે છે. અને તેની આવકની કોઈ સીમા ના હતી પરતું હાલ કોરોનાએ બધા જ ખેલાડીઓને ઘરમાં હોમ કોરર્નટાઈન કરી નાખયા છે અને આવક પર પણ કાતર ફેરવી નાખી છે.

ફોર્બ્સ ભારતની 2019ની 100 સેલિબ્રિટી સૂચિમાં વિરાટ કોહલી 252.72 કરોડ રૂપિયાની કમાણી સાથે પ્રથમ સ્થાન પર હતો

ભારતમાં પોતાનો વિશાળ ચાહક વર્ગ ધરાવે છે  અનેક બ્રાન્ડ્સનું સમર્થન કરનાર ભારતીય કેપ્ટન વિરાટ કોહલી ફોર્બ્સ ઇન્ડિયાના 2019 સેલિબ્રિટી 100 ની યાદીમાં ભારતીય રમતવીરોની યાદીમાં ટોચ પર છે તેનું આવકનું સાધન છે અને તેમાથી અધધ આવક પણ મેળવે છે. એક ટ્વિટર પોસ્ટ પર આશરે 70થી 80 લાખની કમાણી કરે છે.

જેણે તેને ભારતની બ્રાન્ડ્સનો નંબર 1 ચહેરો પણ બનાવ્યો છે

વિરાટએ પોતાને વિશ્વના મોટાભાગના ટોચના એથ્લેટ્સની જેમ સખત મહેનત કરીને પોતાને વર્લ્ડ ક્લાસ ક્રિકેટર બનાવ્યો છે. કોહલી પણ ભારતમાં એક વિશાળ ચાહક ધરાવે છે – જેણે તેને ભારતની બ્રાન્ડ્સનો નંબર 1 ચહેરો પણ બનાવ્યો છે.

1 ઓક્ટોબર, 2018 થી 30 સપ્ટેમ્બર, 2019 ના સમયગાળા દરમિયાન, સેલિબ્રિટીઝના વ્યવસાયો અને કમાણીના અંદાજ અને તેમની ખ્યાતિના અનુમાન પર આધારિત છે. કોહલીએ ફોર્બ્સની યાદીમાં 252.72 કરોડ રૂપિયાની કમાણી સાથે ટોચનું સ્થાન મેળવ્યું હતું.

પરતું હાલમાં કોરોનાના કારણે લગભગ છેલ્લા બે મહિનામાં કોઈ મેચ કે અન્ય પ્રવુતી થઈ નથી, જેના કારણે આર્થિક પ્રવુતી બંધ છે અને કોહલીના ચાહક વર્ગને કાઈ નવીન જાહેર ખબર, એડ કે એડવેરટાઈસ પણ નવીન આવી નથી કારણ કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીસને કોઈ છૂટ અપાઈ નથી અને ફિલ્મ, બોલીવુડ સાવ બંધ છે, IPL કે કોઈ આંતરરાસ્ટ્રીય ક્રિકેટ મેચ પણ રમાઈ નથી જેથી વિરાટ કોહલીની આવકમાં ઘટડો થવાની પુરપુરી સંભાવના છે.

શું વિરાટ કોહલીની આવક ઘટતાં તે ફોર્બ્સની યાદીમાં પોતાનું સ્થાન ટકાવી રાખશે ?

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.