Abtak Media Google News

પૂર્વોત્તર રાજયોનાં ચાના ઉત્પાદન વિસ્તારમાં સરેરાશ કરતા ૪૯ ટકા વધારે પડેલા વરસાદથી ચાના ઉત્પાદનમાં આ વર્ષે ૨૦ ટકાનો ઘટાડો થવાની સંભાવના

કુદરતનો ક્રમ છે કે ‘જે પોષતું તેજ મારતું’ સારો વરસાદ સારૂ ખેત ઉત્પાદન કરે છે. પરંતુ અતિ વરસાદ ખેત ઉત્પાદનનો સોથ પણ વાળી દે છે. આવી જ ઘટના આ વર્ષે ઉત્તર પૂર્વના રાજયોમાં પડેલા અતિભારે વરસાદના કારણે બનવા પામી છે. જેમા આ વિસ્તારમાં ચોમાસાની ઋતુમાં પડતા સરેરાશ વરસાદ કરતા ૪૯ ટકા વધારે પડેલા વરસાદથી ચાના છોડને ભારે નુકશાન પહોચવા પામ્યું છે. જેથી આ વર્ષે ચાના ઉત્પાદનમાં ૨૦ ટકા જેટલું નુકશાન થવાની સંભાવના વ્યકત થઈ છે. એટલું જ નહી આગામી વર્ષે પણ ચાનું ઉત્પાદન ઓછુ થાય તેવી ચિંતા વ્યકત કરવામાં આવી રહી છે.જેથી ભારે વરસાદ ચાની ચુસ્કી મોંઘી થશે તેવો ઘાટ ઘડાવવા પામ્યો છે.

ભારતીય હવામાન વિભાગના વરિષ્ઠ અધિકારી જીએન રાઠીએ જણાવ્યું હતુ કે ચાના બગાયતી વિસ્તારમાં પહેલી જૂનથી ૧૧૦૪ મીમી વરસાદ નોંધાયો છે જે ૭૪૩મીમીના સરેરાશ વરસાદથી ૪૯% વધુ છે. છેલ્લા એક અઠવાડીયામાં જ આ વિસ્તારમાં ૫૨% વરસાદ વધુ નોંધાયો છે. આસામ અને બંગાળના ચા ઉત્પાદક વિસ્તારમાં ભારે વરસાદના કારણે ૨૦% જેટલુ ઉત્પાદન નુકશાન થાય તેવી દહેશત ઉભી થ, છે.

જી.એન. રાઠીએ વધુમાં જણાવ્યું હતુકે આ વિસ્તારમાં પહેલી જૂનથી ૧૧૦૪ મીમી વરસાદ નોંધાયો હતો. જે સામાન્ય વરસાદ ૭૪૩ મીમીથી ૪૯% વધુ છે. ગયા એક અઠવાડીયામાં જ આ વિસ્તારમાં ૫૨% વધુ વરસાદસ નોંધાયો હતો. આસામની જ વાત કરીએ તો ગયા એક અઠવાડીયામાંજ સામાન્ય સરેરાશ ૭૪૦ મીમી વરસાદથી ૩૦% વધુ વરસાદ સાથે ૯૬૧મીમી વરસાદ નોંધાય હતો સરેરાશ અહી સામાન્યથી વધુ ૩૪% વરસાદ નોંધાયો છે.

આ પરિસ્થિતિમાં એ વાતની ચિંતા છે કે ભારે વરસાદના કારણે આસામ અને બંગાળમાં ચાની લણણીની જુલાઈથી ઓકટોબર દરમિયાનની સિઝનમાં ૨૦ થી ૨૫% નુકશાન થશે.

ભારે વરસાદને પગલે ચાના ઉત્પાદક વિસ્તાર ગણાતા આસામ અને બંગાળના પટ્ટામાં આ વખતે ભારે વરસાદના પગલે ૨૦% જેટલું ઉત્પાદન ઘટે તેવી દહેશન ઉભી થઈ છે. ભારે વરસાદના કારણે ચાના છોડવાઓને માફક ન આવે તેવા વધુ ભેજવાળા વાતાવરણ અને જમીનમાં વધુ પ્રમાણમાં પાણીનું રેચક વાતાવરણ હોવાથી ચાના વૃક્ષો માટે જરૂરી ખનીજતત્વો માટે છોડવાઓના મુળીયા ઉંડે સુધી જવા જોઈએ તેની સામે અવરોધક પરિસ્થિતિ સાથે સાથે જરૂરી સૂર્યપ્રકાશનો પણ ચાના ઉત્પાદનમાં ખોટનું કારણ બનશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.