ભારત લીડ મેળવી ઇંગ્લેન્ડને માનસિક રીતે પછાડી દેશે?

Rohit Sharma of India bats during day two of the fourth PayTM test match between India and England held at the Narendra Modi Stadium, Ahmedabad, Gujarat, India on the 5th March 2021 Photo by Pankaj Nangia / Sportzpics for BCCI

રોહિત શર્મા અને રહાણે ઉપર ભારતની મીટ

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે અમદાવાદના મોટેરા સ્ટેડિયમ ખાતે રમાય રહેલી ચોથી અને અંતિમ ટેસ્ટમાં ભારતીય બોલરોએ તરખાટ મચાવતા ઇંગ્લેન્ડને ફક્ત 205 રનમાં જ ઓલઆઉટ કરી દેતા હવે ભારતીય ટિમ મોટી લીડ મેળવી ઇંગ્લેન્ડને માનસિક રીતે પછાડી દેશે? કેમ કે આજે બીજા દિવસના પ્રારંભે ભારતે 45 રન બનાવી બે વિકેટ ગુમાવી છે. રોહિત શર્મા અને વિરાટ કોહલી હાલ ક્રિઝ પર રમી રહ્યા છે ત્યારે ભારત મોટી લીડ મેળવશે તો ઈંગ્લેન્ડના હાથમાંથી મેચ સરકી જશે તે નિશ્ચિત છે. અને પિચના મિજાજ મુજબ જો રોહિત શર્મા શરૂઆતના તબક્કામાં જો ટકી જશે તો સદી પણ ફાટકારશે તે ચોક્કસપણે કહી શકાય. કેમ કે પીચમાં દડાં ખૂબ જ ઉછળે છે અને પીચ બેટીંગ માટે પણ અનુકૂળ છે. ઇંગ્લેન્ડનો અનુભવી બોલર એન્ડશર્નનો સ્વિનગ ભારતીય બેટસમેનોને પરેશાન નહીં કરે પરંતુ  બેન સ્ટોકસથી ભારતના બેટસમેનોએ સંભાળીને રમવાની જરૂર છે. અને આજના દિવસના અંતે જો ભારતીય ટિમ ટકી રહેશે તો મોટી લીડ મેળવશે તે પણ નિશ્ચિત છે.

ભારત અને ઈંગ્લેન્ડની વચ્ચે ચોથી અને અંતિમ ટેસ્ટ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ઈંગ્લેન્ડે ટોસ જીતેને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ ઈનિંગમાં ઈંગ્લેન્ડ 205 રનમાં ઓલઆઉટ થઈ ગયું છે.

હાલ 4 ટેસ્ટની સીરીઝમાં ભારત 2-1થી આગળ છે. ભારત વતી અક્ષર પટેલે 4,રવિચંદ્રન અશ્વિને 3, મોહમ્મદ સિરાજે 2 અને વી. સુંદરે 1 વિકેટ લીધી છે.

ગઈકાલે ટીમ ઈન્ડિયાની પ્રથમ ઈનિંગમાં શરૂઆત ખૂબ ખરાબ રહી છે. મેચના પ્રથમ દિવસે ઓપનર શુભમન ગિલ સતત 5મી વખત અસફળ રહ્યાં છે. ઈનિંગની પ્રથમ ઓવરના ત્રીજા બોલમાં શુભમન ખાતુ ખોલ્યા વગર પેવેલિયન પરત ફર્યા હતા. જેમ્સ એન્ડરસને તેમને એલબીડબ્લ્યુ કર્યા.બીજા દિવસે ભારતીય ટીમે 1 વિકેટ પર 24 રનથી આગળ રમવાનું શરૂ કર્યું છે. લિચની બોલિંગમાં ભારતની બીજી વિકેટ પડી છે. ચેતેશ્વર પૂજારા 17 રને લિચની બોલિંગમાં એલબીડબ્લ્યુ થયો છે. ઈંગ્લેન્ડે પ્રથમ ઈનિંગમાં 205 રન બનાવ્યા છે.

જેક લિચની બોલિંગમાં બોલને ડિફેન્ડ કરવા જતાં બોલ પૂજારાના પેડને અડયો. ઇંગ્લેન્ડે અપીલ કરી અને અમ્પાયરે આઉટ આપ્યો. પૂજારાએ રિવ્યૂ લીધો પરંતુ રિપ્લેમાં સ્પષ્ટ હતું કે બોલ પહેલાં પેડને અડયો. પીચિંગ ઇન લાઈન, ઇમ્પેક્ટ ઇન લાઈન, વિકેટ્સ હિટિંગ. પૂજારા આઉટ. ભારતે 1 રિવ્યૂ ગુમાવ્યો. પૂજારાએ 66 બોલમાં 1 ફોરની મદદથી 17 રન કર્યા હતા.

અક્ષરે એક જ ઓવરમાં લોરેન્સ અને બેસને પેવેલિયન ભેગા કર્યા

ડોમ બેસ અક્ષરની બોલિંગમાં બોલને ડિફેન્ડ કરવા જતા માત્ર બોલ અને પેડનું સંગમ કરાવી શક્યો હતો. તે 3 રને એલબીડબ્લ્યુ થઈને પેવેલિયન ભેગો ફર્યો. તેણે લીધેલા રિવ્યૂનો પણ કોઈ ફાયદો થયો નહિ. તેને આઉટ કરીને અક્ષરે ઇનિંગ્સમાં ચોથી વિકેટ ઝડપી

રોહિત શર્મા સદી ફટકારે તેવી શકયતા

રોહિત શર્મા જે ભારતીય ટીમ તરફે ઓપનિંગ કરી રહ્યો છે. તે જો પ્રથમ એક કલાક પિચ પર ટકી ગયો તો આજની ઇનિંગમાં રોહિત સદી ફટકારે તો નવાઈ નહીં. અમદાવાદની પિચ અગાઉ લો પિચ તરીકે ઓળખાતી પરંતુ મોટેરાની પિચ પર બોલને બાઉન્સ મળે છે. બેટિંગ માટે સેટ થતા આશરે એકાદ કલાક જેવો સમય લાગી શકે છે અને રોહિત જો આ સમય પસાર કરીને સેટ થઈ ગયો તો સદી ફટકારી શકે છે.