ચોંકાવનારો ખુલાસોઃ જ્યોતિષીઓએ ખંખેર્યા 32 લાખ ને પરિવારને આપઘાતનો વારો આવ્યો !

વડોદરા શહેરના સમા સ્પોટ્સ કોમ્પ્લેક્સ સામે આવેલી C-13, સ્વાતિ સોસાયટીના શિવશક્તિ બંગલોમાં બુધવારે સોની પરિવારે ઝેરી દવા ગટગટાવીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેમાં પરિવારના 3 સભ્યોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. આ સામુહિક આપઘાત કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે.

આ મામલે પોલીસે બચી ગયેલાં ભાવિન સોનીનું નિવેદન નોંધ્યું ભાવિન સોનીનાં નિવેદનથી કેસમાં આવ્યો નવો વળાંક આવ્યો છે. જેમાંજ્યોતિષીઓના ચક્કરમાં ફસાયો હતો.જ્યોતિષીઓએ આ પરિવાર પાસેથી 32 લાખ ખંખેર્યા હોવાનું સામે આવ્યું છે. અમદાવાદ-વડોદરાના 9 જ્યોતિષીઓ સામે છેતરપિંડીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

સંકળામણમાંથી બહાર કાઢવાના નામે નાણાં ખંખેર્યાજ્યોતિષીઓને કારણે પરિવાર આર્થિક ભીંસમાં મુકાયો નાણાં ફસાતા પરિવારે સામુહિક આપઘાતનો નિર્ણય લીધો હતો. સામુહિક આપઘાતનો નિર્ણય પરિવારના મોભીનો નરેન્દ્ર સોની હતા સોની પરિવારના મોભી,4 વર્ષના પૌત્રને દાદા નરેન્દ્ર સોનીએ ઝેર પીવડાવ્યું હતું. પોલીસે નરેન્દ્ર સોની સામે પણ હત્યાનો ગુનો નોંધ્યો છે. પરિવારે આપઘાત પહેલા 4 પાનાની સ્યૂસાઇડ નોટ લખી.સ્યૂસાઇડ નોટને પોલીસે એફએસએલમાં મોકલ આપી છે.