Abtak Media Google News

૩૨ મિલીયન ટનનો ક્રુડનો જથ્થો એકત્રીત : સરકારને ૨ લાખ કરોડથી વધુની આવક થશે: દેશના આયાત બિલમાં પણ જોવા મળશે ઘટાડો

કોરોનાના મુદ્દે વિશ્ર્વ આખુ જયારે લોકડાઉનનાં સમયમાંથી પસાર થઈ રહ્યું છે ત્યારે તમામ ધંધા-રોજગારોને તેની માઠી અસરનો સામનો કરવો પડયો છે. સરકાર માટે પણ ચિંતાનો વિષય અનેકવિધ મુદાઓ બન્યા છે. સરકાર માટે એક હકારાત્મક પગલુ એ માનવામાં આવે છે કે, વૈશ્ર્વિક સ્તર પર જે ક્રુડ ઓઈલનાં ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે તેનાથી દેશે ૩૨ મિલીયન ટનનો જથ્થો એકત્રિત કર્યો છે જે અંડર ગ્રાઉન્ડ સ્ટોરેજ, ટેન્ક, પાઈપલાઈન તથા શીપ ઉપર હાલ આ જથ્થો સ્ટોર કરવામાં આવ્યો છે. ભારત એકમાત્ર વિશ્ર્વનો ત્રીજો સૌથી મોટો દેશ છે કે જે ૮૫ ટકા જેટલું ક્રુડની આયત કરી રહી છે. લોકડાઉન થતાની સાથે જ વૈશ્ર્વિક સ્તર પર ક્રુડની માંગમાં ઘટાડો થયો છે જેને લઈ યુ.એસ. માર્કેટ પણ નેગેટીવ વલણ તરફ આગળ વધી રહ્યુું હોવાનું સામે આવ્યું છે ત્યારે વિશ્ર્વની સરખામણીમાં ભારત એકમાત્ર એવો દેશ છે કે જેને સૌથી મોટુ રીઝર્વ ક્રુડને લઈ કર્યું છે. ભારતે અરબી દેશો પાસેથી અંદાજે ૫.૩૩ મિલીયન ટનનો ક્રુડનો જથ્થો એકત્રિત કર્યો છે જે અંડર ગ્રાઉન્ડ સ્ટ્રેટેજી રીઝર્વ મારફતે સપ્લાય અને ડિસરપ્શનમાં અડચણરૂ પ સાબિત નહીં થાય.

એવી જ રીતે દેશે ૭ મિલીયન ટન ક્રુડનો જથ્થો શીપ ઉપર સ્ટોર કર્યો છે જયારે ૨૫ મિલીયન ટનનો ક્રુડનો જથ્થો ઈનલેન્ડ ડેપો, રીફાઈનરની પાઈપલાઈન તથા પ્રોડકટ ટેન્કમાં સ્ટોર કર્યો છે જે ભારતની ૨૦ ટકા જેટલી માંગનો હિસ્સો હોવાનું પણ સામે આવ્યું છે. સસ્તા ભાવે ક્રુડની ખરીદી થતા ભારતને ઈમ્પોર્ટ બીલમાં પણ અનેકઅંશે રાહત મળશે જેથી કેન્દ્ર અને રાજયની આવકમાં પણ નોંધપાત્ર વધારો નોંધાશે. દેશમાં ૫.૩૩ મિલીયન ટન ક્રુડનો જથ્થો આપાતકાલીન સમય માટે અનામત રાખવામાં આવ્યો હોવાનું પણ સામે આવ્યું છે જે સાડા નવ દિવસ ભારત માટેનો જથ્થો હોવાનું પણ જણાવ્યું હતું. આ જથ્થો કર્ણાટકનાં મેંગ્લોર અને પાડુર, આંધ્રપ્રદેશનાં વિશાખાપટ્ટનમમાં સ્ટોર કરવામાં આવ્યો હોવાનું પેટ્રોલિયમ મિનિસ્ટર ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું હતું. કોઈપણ દેશ માટે તેમનું હુંડિયામણ અત્યંત અસરકારક સાબિત થતું હોય છે. હાલ કોરોનાને લઈ દેશને જે આર્થિક રીતે ડાઝ લાગી છે ત્યારે શું પેટ્રોલ-ડિઝલ ઠંડકરૂ પ સાબિત થશે કે કેમ ? તે પણ જાણવું ખુબ જ જરૂ રી છે. સરકાર ૩૨ મિલીયન ટનનો ક્રુડનો જથ્થો રાખતા આશરે દેશને ૨ લાખ કરોડથી વધુની આવક થશે તેવું પણ માનવામાં આવી રહ્યું છે.

  • સરકારે પેટ્રોલ-ડિઝલમાં એકસાઈઝ ડયુટી વધારી

કોરોના સામેની લડાઈ લડતા જે ક્રુડના ભાવ નીચે ગયા છે તેનાથી સરકારે આશરે ૩૨ મિલીયન ટન જેટલા ક્રુડનો જથ્થો એકત્રિત કર્યો છે ત્યારે હવે સરકારે ઓઈલ કંપનીઓ પર એકસાઈઝ ડયુટી લાદી છે જેનાથી પ્રતિ લીટર પેટ્રોલ દીઠ રૂ ા.૧૦ જયારે પ્રતિ લીટર ડિઝલ દીઠ રૂ ા.૧૩ની એકસાઈઝ ડયુટીમાં વધાર્યો કર્યો છે જે સરવાળે સરકારની આવકમાં આશરે ૨ લાખ કરોડ રૂ પિયાની આવકમાં વધારો થવાનું પણ જાણવા મળ્યું છે. એકસાઈઝ ડયુટી વધારતા પેટ્રોલ પરની ડયુટી પ્રતિ લિટર ૩૨.૯૮ રૂ પિયાએ પહોંચી છે જયારે ડિઝલ પ્રતિ લિટર ૩૧.૮૩ રૂ પિયાએ પહોંચી છે. વડાપ્રધાન મોદી જયારે વડાપ્રધાનપદનાં શપથ લીધા તે સમયે પેટ્રોલ પરની એકસાઈઝ ડયુટી ૯.૪૮ પ્રતિ લિટર રૂ પિયા હતી અને ડિઝલની એકસાઈઝ ડયુટી ૩.૫૬ રૂ પિયા લીટર જોવા મળી હતી. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઈલનાં ભાવમાં ઘટાડો થતા સરકાર દ્વારા જે એકસાઈઝ ડયુટી લગાવવામાં આવી છે જેથી સરકારને ઘણોખરો ફાયદો પણ પહોંચશે. સરકાર દ્વારા ઓઈલ કંપનીઓને જે રીતે ક્રુડ ખરીદવા માટે મદદ કરવામાં આવી હતી તેનાથી હવે તેઓને ઓઈલ કંપનીનો સરકારને મદદ કરે તે હેતુસર હાલ આ પગલું લેવામાં આવ્યું હોવાનું પણ જાણવામાં આવે છે.

  • એકસાઈઝ ડયુટી વધારતા દેશની આવકમાં વધારો અને અર્થવ્યવસ્થામાં નોંધપાત્ર સુધારો જોવા મળશે

હાલ દેશની અર્થવ્યવસ્થા પણ ડામાડોળ પરિસ્થિતિમાં જોવા મળી રહી છે ત્યારે અર્થવ્યવસ્થાને બેઠી કરવા સરકાર માટે અત્યંત કપરો સમય હોવાનું પણ માનવામાં આવે છે. બજારમાં તરલતા હોવી જોઈએ તે ન હોવાથી આર્થિક રીતે પણ દેશ નબળો પુરવાર થઈ રહ્યો છે પરંતુ સરકારની દીર્ઘવિચાર શકિતની મદદથી જે દેશમાં ક્રુડ જથ્થો એકત્રિત કરવામાં આવ્યો છે તેનો લાભ મહતમ કઈ રીતે ઉઠાવી શકાય તે મુદ્દે હાલ સરકાર વિચાર કરી રહી છે ત્યારે સરકારે પેટ્રોલ-ડીઝલની એકસાઈઝ ડયુટીમાં નોંધપાત્ર વધારો કરતા તે એકત્રિત થનાર રકમ દેશ માટે અત્યંત ઉપયોગી અને લાભદાયી નિવડશે. તે રકમનાં ઉપયોગથી દેશની અર્થવ્યવસ્થામાં પણ અનેકગણો સુધારો જોવા મળશે. પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું માનવું છે કે, એકસાઈઝ ડયુટીમાં વધારો થતાની સાથે જ દેશને આશરે ૨ લાખ કરોડ રૂ પિયાની આવક થશે જે આ કોરોનાની મહામારી વચ્ચે ફાયદારૂ પ નિવડશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.