Abtak Media Google News

આજનો અંતિમ દિવસ મહત્વપૂર્ણ: મેચ ડ્રોમાં જશે તો પ્રથમ દાવની લીડના આધારે પંજાબ સેમી ફાઈનલમાં પહોચી જશે

રણજી ટ્રોફીના સેમી ફાઈનલમાં ત્રણ ટીમ  કર્ણાટક, મધ્યપ્રદેશ અને  બંગાળે પ્રવેશ મેળવી લીધો છે.  ચોથી ટીમ આજે નકકી થઈ જશે સેમીફાઈનલમાં પ્રવેશ મેળવવા માટે સૌરાષ્ટ્ર અને પંજાબ વચ્ચે  સંઘર્ષ ચાલી રહ્યો છે. જો મેચ ડ્રોમાં જશે તો પ્રથમ દાવની લીડના  આધારે પંજાબની  ટીમ સેમીમાં પ્રવેશ મેળવી  લેશે. આગામી 8 થી 12 ફેબ્રુઆરી  દરમિયાન  સેમીફાઈનલ મેચ રમાશે

સૌરાષ્ટ્ર-ક્રિકેટ એસો.ના ખંઢેરી સ્થિત સ્ટેડિયમ ખાતે રમાય રહેલા  રણજી ટ્રોફીના  કવાર્ટર ફાઈનલ મેચમાં સૌરાષ્ટ્રની  ટીમે પ્રથમ દાવમાં  પાર્થભૂતની સદીની મદદથી 303 રન બનાવ્યા હતા જેના જવાબમાં  પંજાબની ટીમે બંને ઓપનરોની સદીની  મદદથી  431 રન બનાવ્યા હતા અને સૌરાષ્ટ્ર પર 128 રનની મહત્વપૂર્ણ  લીડ મેળવી હતી.  સૌરાષ્ટ્રની ટીમે બીજા દાવમાં સુકાની  અર્પીત વસાવડા, ઓલ રાઉન્ડર ચિરાગ જાની, પ્રેરમ માંકડ અને પાર્થ ભૂતની અડધી  સદીની મદદથી  379 રન બનાવીને પંજાબને લીડ બાદ કરતા કવાર્ટર ફાઈનલ મેચ જીતવા માયે 252 રનનો લક્ષ્યાંક  આપ્યો હતો.  જેના જવાબમાં ચોથા દિવસની રમતનાં અંતે પંજાબની ટીમે બે વિકેટના ભોગે  52 રન બનાવી લીધા છે. હવે મેચ જીતવા માટે   સૌરાષ્ટ્રને આઠ વિકેટની જયારે પંજાબને 200 રનની આવશ્યકતા છે.

આજે અંતિમ દિવસે ભારે રોમાંચકતા જોવા મળી રહી છે.  સૌરાષ્ટ્ર અને પંજાબ બંને ટીમના ખેલાડીઓ રણજી ટ્રોફીના સેમી ફાઈનલમા પ્રેશ મેળવવા રિતસર  સંઘર્ષ કરી રહ્યા છે. જો મેચ ડ્રોમાં પરિણમશે તો પંજાબનો પ્રથમ  દાવની લીડના  આધારે સેમીફાઈનલમાં પ્રવેશ થઈ જશે.

કર્ણાટક,  મધ્ય પ્રદેશ અને બંગાળની ટીમો અગાઉ જ  સેમી ફાઈનલમાં  પહોચી જવા પામી છે. પ્રથમ સેમીફાઈનલમાં મધ્ય પ્રદેશ અને બંગાળ ટકરાશે જયારે આજે વિજેતા બનનારી  ટીમ સેમી ફાઈનલમાં  કર્ણાટક સામે ટકરાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.