Abtak Media Google News

ટોયલેટ પેપર જેવી સામાન્ય વસ્તુથી શું વિજળી ઉત્પન્ન થઇ શકશે ? તો હા !! રદી ટોયલેટ પેપરના ઉપયોગથી રિન્યુએબલ ઉર્જા પેદા કરી શકાય છે. વિજ્ઞાનીઓનું કહેવુ છે કે બે તબક્કા વાળી એક પ્રક્રિયા મારફત આમ કરવું શક્ય છે. અને તેમાં રહેણાંક ઇમારતોમાં લગાવાતી સોલર એનર્જી પેનલ જેટલો જ ખર્ચ આવશે. જો કે આ પ્રક્રિયાને અપનાવવામાં આવે તો તેનાથી નગર નિગમનો કચરો એકત્ર  કરનારા ક્ષેત્રોમાં કચરાનો ભરાવો થવાની સમસ્યા ઉકેલી શકાશે.

Advertisement

રદી ટોયલેટ પેપરનો કોઇ ઉપયોગ નથી પરંતુ તે કાર્બનનો મોટો સ્ત્રોત છે અને દુષ્કાળ પાડવાં પર તેમાં ૭૦ થી ૮૦ ટકા સેલ્યુલોઝ હાજર હોય છે. પશ્ર્ચિમ યુરોપમાં દર વર્ષે પ્રત્યેક વ્યક્તિ સરેરાશ ૧૦ થી ૧૪ કિલો ગ્રામ ટોઇલેટ પેપર કચરા તરીકે કાઢે છે. સિવર લાઇનમાં જમાં થનારા આ કચરાનું પ્રમાણ ભલે નાનુ લાગે પરંતુ તે કચરાનો મોટો ભાગ હોય છે. યુનિવર્સિટી ઓફ એમ્સટર્ડમના સંશોધકોને અનુસાર વીજળી પેદા કરવા માટે આવા ટોયલેટ પેપરનો રીયુઝ બેસ્ટ ઉપાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.