Abtak Media Google News

કોંગ્રેસના સંગઠનની પુનઃ નિર્માણ માટેની કવાયત વચ્ચે પ્રમુખપદનો તાજ રાહુલ ગાંધીને પહેરાવવા વરિષ્ઠ કોંગ્રેસી આગેવાનો ની ઈચ્છા જી.૨૩ નેતાગીરીના બળવા વચ્ચે પૂરી થશે…?

કોંગ્રેસના રાષ્ટ્રવ્યાપી સંગઠનને સુંદર બનાવવા માટે કવાયત વચ્ચે ૨૦૨૨ અને આગામી ચૂંટણીઓ પૂર્વે કોંગ્રેસ ના નવા પ્રમુખ વરણી માટે શરૂ થયેલી કવાયતને માં ફરી એકવાર કોંગ્રેસના વરિષ્ઠ અગ્રણીઓ એ ગાંધી પરિવારના “એકલોતા,”  લાડલા ને પ્રમુખ પદનો તાજ પહેરવા ના ગીત ગાવાનું શરૂ કરી દીધું છે.

Advertisement

રાજકીય રીતે સતત પણે સંકોચાઈ રહેલી અને એક પછી એક રાજ્યમાં વફાદાર નેતાઓના બળવાઓ ની આંધી વચ્ચે કોંગ્રેસની “નાવ” અત્યારે મતદાર માં હાલકડોલક કરી રહી હોય તેવી સ્થિતિમાં કોંગ્રેસના નેતાઓએ ફરીથી રાહુલ ગાંધીને પક્ષનું સુકાન આપવાનું વિચાર વહેતો કર્યો છે, કોંગ્રેસના નેતાઓનું માનવું છે કે પક્ષના આગામી પ્રમુખ તરીકે રાહુલ ગાંધીનું નામ સર્વાનુમતે સ્વિકાર્ય બનશે. છેલ્લે કોંગ્રેસની કાર્યવાહી કમિટીની બેઠકમાં “રાહુલ ગાંધી”નું નામ મૂકવામાં આવ્યું હતું કે કોંગ્રેસ સમિતિના સભ્યોએ અનેકવાર પક્ષનું સુકાન સંભાળવા રાહુલ ગાંધીને વિનંતી કરી છે પરંતુ રાહુલ ગાંધી આ જવાબદારી માટે તૈયાર ન હોવાનું વરિષ્ઠ નેતા અંબિકા સોનીએ જણાવ્યું હતું,

કોંગ્રેસ ચૂંટણી સમિતિએ પક્ષની આંતરિક ચૂંટણીની તૈયારીઓ ને આગળ વધારી છે, હજુ કોઈ એવાતે નિશ્ચિત નથી કે રાહુલ ગાંધી પક્ષ પ્રમુખ માટે તૈયાર થશે કે કેમ? પરંતુ કોંગ્રેસના મોટા ભાગના નેતાઓ એ અત્યારથી રાહુલ ગાંધી ના દુકાન માટે પોતાની રજામંદી જાહેર કરી દીધી છે પક્ષના કાર્યવાહી પ્રમુખ સોનિયા ગાંધી દ્વારા પક્ષના આંતરિક સંગઠનને મજબૂત બનાવવા પર ભાર મૂક્યો છે.

કોંગ્રેસ દ્વારા એક નવેમ્બર ૨૦૨૧ થી ૩૧ માર્ચ ૨૦૨૨ સુધીમાં રૂપિયા પાંચ દિવસથી સાથે સભ્ય નોંધણી અભિયાન શરૂ કરી છે, જિલ્લા કોંગ્રેસ સમિતિ ઓ પોતાના નોંધાયેલા કાર્યકરોની યાદી ૧૫ એપ્રિલ ૨૦૨૨ સુધી જાહેર કરી દેશે કોંગ્રેસના પ્રમુખ ઉપપ્રમુખ ખજાનચી તરીકે ની નિમણૂકો એપ્રિલ સુધીમાં કરી દેશે પ્રમુખ પદ ની ચૂંટણી ઓગસ્ટ૨૧ થી સપ્ટેમ્બર ૨૦ દરમિયાન કરવાનું આયોજન કર્યું છે.

દરમિયાનજી-૨૩ નેતાઓની નારાજગી ના માહોલમાં કોંગ્રેસના પ્રમુખપદનો તાજ ફરી એકવાર ગાંધી પરિવારના લાડલા ને ગ્રહણ કરવાની ફરજ પાડવા માટે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને કાર્યકરોએ ઉભો કર્યો છે હવે જોઈએ છીએ કે રાહુલ ગાંધી પક્ષના કાર્યકરોની અને નેતાગીરી ની લાગણી નો કેવો પ્રતિભાવ આપે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.