Abtak Media Google News

આજે સાંજે 6 વાગ્યે મોદી 02 સરકારના મંત્રી મંડળનું પહેલું વિસ્તરણ કરવામાં આવનાર છે. જેમાં અલગ અલગ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી મંત્રી મંડળમાં નવા સભ્યોનો સમાવેશ કરવામાં આવશે. પરંતુ એક વાત ફાઈનલ છે કે, મંત્રી મંડળમાં હવે ઓબીસીની બર્થ વધી જશે.

Advertisement

અલગ અલગ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી મંત્રી મંડળમાં નવા ચહેરાઓનો સમાવેશ કરાશે: લાંબાગાળાની રણનીતિને ધ્યાનમાં રખાશે

ંહાલ કેન્દ્રીય મંત્રી મંડળમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સહિત કુલ 60 સભ્યો છે. 2019માં કેન્દ્રમાં મોદી એનડીએ સરકાર બીજી વખત પૂર્ણ બહુમત સાથે સત્તારૂઢ થવા પામી છે. હવે 2 વર્ષના લાંબા અંતરાલ બાદ મંત્રી મંડળનું વિસ્તરણ કરવામાં આવનાર છે. આજે સાંજે અંદાજે 20 થી 22 નેતાઓ કેન્દ્રીય મંત્રી તરીકે શપથ લે તેવી સંભાવના વર્તાઈ રહી છે. અલગ અલગ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી જ્ઞાતિ-જાતિના સમીકરણોના સોગઠા ગોઠવી મોદી દ્વારા મંત્રી મંડળના ચહેરાઓ પસંદ કરવામાં આવશે. એક વાત ફાઈનલ છે કે, આ વખતે મોદીના મંત્રી મંડળમાં ઓબીસીનો દબદબો જોવા મળશે. મહિલા પ્રતિનિધિત્વમાં વધારો થાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. યુવાનોને પણ સરકારમાં યોગ્ય સ્થાન મળી રહે તેવી શકયતા પણ હાલ દેખાઈ રહી છે.

આગામી વર્ષોમાં યુપી, મહારાષ્ટ્ર, કર્ણાટક અને ગુજરાત જેવા મોટા રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે જેને ધ્યાનમાં રાખી મંત્રી મંડળનું વિસ્તરણ કરવામાં આવી રહ્યાંનું ચર્ચાઈ રહ્યું છે. હાલ મંત્રી મંડળના સભ્ય પ્રકાશ જાવડેકર, પિયુષ ગોયલ, ધર્મેન્દ્ર પ્રધાન, નીતિન ગડકરી, હર્ષવર્ધન, નરેન્દ્રસિંહ તોમર, રવિપ્રકાશ, સ્મૃતિ ઈરાની સહિતના મંત્રી પાસે એક કે તેત્રી વધુ મંત્રાલય છે જેને હવે હળવા કરી તેઓના પોર્ટફોલીયા નવા મંત્રીઓને આપવામાં આવશે. જે વિસ્તારમાં જે જ્ઞાતિનું વર્ચસ્વ વધુ છે તેને વધુ મહત્વ આપવામાં આવશે અને મંત્રી મંડળમાં સ્થાન અપાશે.

મોદી મંત્રાલયમાં યુપીના બ્રાહ્મણોનું પ્રતિનિધિત્વ વધે તેવું લાગી રહ્યું છે. આ ઉપરાંત ઓબીસીને પણ સાચવી લેવામાં આવશે. સર્વાનંદ સોનપાલ, નારાયણ રાણે, જયોતિરાદિત્ય સિંધીયા, પશુપતિ પારસ, અનુપ્રિયા પટેલ, આર.સી.પી.સીંઘ, પ્રિતમ મુંડે, હિના ગેવીડે, સુશીલ મોદી, હિમાતા બિસ્વા સરમાની સહિતના કેટલાંક માથાઓનો મંત્રી મંડળમાં સમાવેશ થશે. ટૂંકમાં નવા મંત્રી મંડળમાં ઓબીસી સમાજનું વજન વધશે તે નિશ્ર્ચિત મનાઈ રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.