Abtak Media Google News

અફઘાનમાં અસમંજસની સ્થિતિથી ગુજરાતના વેપાર-ધંધાને મોટી અસર

અફઘાનમાં તાલીબાનોના રાજથી વેપારતુલા પર જોખમ: ભારતમાં થતી સૂકામેવાની આયાત સંપૂર્ણપણે બંધ થતા ભાવમાં તોતિંગ વધારાની શક્યતા

અફઘાનિસ્તાન પર તાલિબાનોએ  કબ્જો તો મેળવી લીધો છે. પણ હવે વૈશ્વિક માન્યતા મેળવવા હવાતિયાં મારી રહ્યું છે. અફઘાન પર તાલિબાનોના રાજે દુનિયાભરને અચંબિત કરી દીધી છે. તાલિબાનોના આંતકની દરેક ક્ષેત્રે નકારાત્મક અસર ઉભી થઇ છે. દરેક દેશ સાથેના વ્યવહારો પર અસર ઉપજી છે. ત્યારે ભારત સાથે જોડાયેલી અફઘાનિસ્તાનની વેપાર તુલા પર પણ મોટી નકારાત્મક અસરો વર્તાઈ છે. અફઘાનમાં અસમંજસની સ્થિતિએ ગુજરાતના વેપાર-ધંધાને સંકટમાં મુક્યો છે.

અફઘાનિસ્તાન માંથી મોટા ભાગે ડ્રાયફ્રૂટ્સની ભારતમાં આયાત કરવામાં આવે છે. પરંતુ હાલ અફઘાનમાં તાલિબાનો હાવી થતા  કરોડોનો વેપાર પ્રભાવિત થયો છે. અફઘાનિસ્તાનથી અટારી સરહદ મારફત ભારતમાં સૂકા મેવાનો અંદાજે રૂ. 2,900 કરોડનો વેપાર થાય છે. જેમાં બદામ, અંજીર, અખરોટ, કાજૂ, પિસ્તા, દાડમ, મુલેઠી, સફરજન, દ્રાક્ષ, હીંગ, કેસર, કિસમિસ, તજ સહિત અનેક વસ્તુઓની આયાત થાય છે.

બદામ, અખરોટ, અંજીર, પિસ્તા સહિતની ડ્રાયફ્રૂટની આશરે ર900 કરોડની આયાત અફઘાનથી ભારતમાં અટારી સરહદ મારફત થાય છે

સુરતના કાપડ વેપારીઓના રૂ. 400 કરોડ અટવાયા

રાજકોટમાંથી થતી ઇમિટેશન નિકાસને વ્યાપક અસર: કરોડોના વેપાર પર સંકટ

પરંતુ હાલ અફઘાનિસ્તાન સાથેનો વેપાર સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે અને સૂકા મેવાનો સપ્લાય થઈ શક્યો નથી. આમ, તોતિંગ ભાવ વધારાની શકયતા છે. એમાં પણ જન્માષ્ટમી, દિવાળી સહિતના મુખ્ય તહેવારો નજીકમાં છે. એવામાં લોકોને ડ્રાયફ્રુટમાં પણ મોંઘવારીનો માર સહન કરવો પડે તેમ સ્થિતિ ઉભી થઇ છે. આ વખતની દિવાળીના “ગિફ્ટ બોક્સ” ડ્રાયફ્રુટ વગરના થઈ જાય તો પણ નવાઈ નહીં..!! જણાવી દઈએ કે બે મહિના પહેલા પ્રતિ કિલો રૂ. 500થી 600ના ભાવે વેચાતા બદામનો ભાવ હવે રૂ. 1,000 થઈ ગયો છે.

કરોડો રૂપિયાનો વેપાર અટકી પડત દેશમાં સૂકા મેવા (ડ્રાય ફ્રૂટ)ના ભાવ વધી ગયા છે. પંજાબમાં અફઘાનિસ્તાનથી આવતા સૂકા મેવાનો ભાવ બમણો થઈ ગયો છે. જોકે, આશા છે કે તાલિબાનોએ અફઘાનિસ્તાન પર કબજો કરવા છતાં વેપાર ચાલતો રહેશે. જોકે, હાલમાં ખોરવાઈ ગયેલો વેપાર પાછો ટ્રેક પર ક્યારે આવશે તે અંગે વેપારીઓ ચિંતિત છે. પહેલાં દૈનિક આઠથીસ દસ ટ્રક ભારત આવતી હતી. પરંતુ હવે ભાગ્યે જ બેથી ત્રણ ટ્રક સરહદ પારથી આવી શકે છે. સૃથાનિક વેપારીઓ મુજબ અફઘાનિસ્તાનમાં સિૃથર સરકાર આવ્યા પછી જ વેપાર ફરી શરૂ થવાની સંભાવના છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.