Abtak Media Google News

વોલકન ઈન્વેસ્ટમેન્ટ કંપનીએ જેટનાં સ્ટોક ખરીદવા માટે બીડમાં લીધો ભાગ

અપુરતા ફંડનાં કારણે જેટ એરવેઝની ઉડાન બંધ થઈ ગઈ છે ત્યારે પ્રશ્ર્ન એ ઉદભવિત થઈ રહ્યો છે કે શું જેટ ફરી ઉડાન ભરશે કે કેમ ? ત્યારે અનેકવિધ નામાંકિત કંપની જેવી કે હિન્દુજા અને ઈતિહાદે પણ બિડીંગથી અંતર જાળવ્યું છે ત્યારે માઈનીંગ અને મેટર બેરોન તરીકે ઓળખાતા અનિલ અગ્રવાલનાં ફેમિલી ટ્રસ્ટ વોલકન ઈન્વેસ્ટમેન્ટ દ્વારા જેટ એરવેઝનાં બિડીંગમાં ભાગ લીધો છે. જેટ એરવેઝનાં સ્ટેક ખરીદવા માટે વોલકન ઈન્વેસ્ટમેન્ટ કંપનીએ રસ પણ દાખવ્યો હોવાનું સામે આવે છે ત્યારે હિન્દુજા અને ઈતિહાદ જેવી કંપની બિડીંગમાં ભાગ ન લેતા બિડરો સાવચેતીપૂર્વક બિડીંગ કરી રહ્યા હોવાનું પણ સામે આવ્યું છે.

વોલકન ઈન્વેસ્ટમેન્ટનાં સંસ્થાપકે માહિતી આપતા જણાવ્યું હતું કે, તેઓ જેટ એરવેઝનાં સ્ટેક એટલા માટે ખરીદવા માંગે છે કે, કારણકે તેઓ એવીએશન ક્ષેત્રને સમજવા માંગે છે અને કેવી રીતે કાર્ય થાય છે તે દિશામાં આગળ વધી રહ્યા છે. રસપ્રદ વાત એ છે કે, બ્રિટીશ એનઆરઆઈ બિઝનેસ ગ્રુપ હિન્દુજાએ પણ પ્રથમ ચરણમાં જેટ એરવેઝનાં બિડીંગમાં ભાગ લેવાનો નિર્ધાર કર્યો હતો પરંતુ બાદમાં તેઓએ રસ સહેજ પણ દાખવ્યો ન હતો. ૧૭ એપ્રિલ અને ૧૮ એપ્રિલનાં રોજ જેટ એરવેઝની તમામ ફલાઈટ ગ્રાઉન્ડેડ કરી દેવામાં આવી હતી ત્યારે બિડીંગ અંગેનો છેલ્લો રીઝયોલ્યુશન પ્લાન ૨૭ સપ્ટેમ્બરનાં રોજ લાગુ કરવામાં આવશે. હાલ ભારતની એવીએશન ક્ષેત્રમાં મુખ્યત્વે ૩ કંપનીઓ મહત્વપૂર્ણ છે જેમાં એર ઈન્ડિયા, જેટ અને વિસ્ટારાનો સમાવેશ થાય છે પરંતુ ૧૭ એપ્રિલથી માત્ર બે જ કંપની એર ઈન્ડિયા અને વિસ્ટારા જ કામગીરી કરી રહી છે જેમાં એર ઈન્ડિયાને પણ તેનો વ્યાપાર કરવામાં અનેકગણી તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે કારણકે સરકાર એર ઈન્ડિયાના ડિશ ઈન્વેસ્ટમેન્ટ ક્ષેત્ર તરફ આગળ વધી રહ્યું છે ત્યારે જોવાનું એ રહ્યું કે શું જેટ ફરી ઉડાન ભરી શકશે કે કેમ ?

વિદેશી કંપનીઓ તરફથી આવેલી બીડની પણ પૂર્ણત: ચકાસણી કરવામાં આવશે. જયારે જેટ એરવેઝ હસ્તગત કરવા ૩ વિદેશી કંપનીઓએ પણ બોલી લગાવી છે. એર લાયન્સને ધીરાણ આપી ચુકેલી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા જેટ એરવેઝ માટે રૂા.૧૦ હજાર કરોડનું વચગાળાનું ભંડોળ મંજુર થઈ ચુકયું છે ત્યારે અન્ય બેંકોએ પણ વચગાળાનું ભંડોળ મંજુર કરવાની તૈયારી કરી રહી છે જેથી ધિરાણકર્તાઓએ ૧૭ જુનનાં રોજ જેટ એરવેઝને એનસીએલટીમાં લઈ જવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઈતિહાદ અને હિન્દુજા બ્રધર્સ દ્વારા કોઈ બિડીંગ ન થતા જેટ એરવેઝ કંપની બેઠી થઈને ફરી કાર્યાન્વીત થવાની શકયતા જાણે ધુંધળી થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે ત્યારે અનેકવિધ કંપનીઓ સાવચેતીપૂર્વક રોકાણ કરી રહ્યા હોવાનું પણ સામે આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.