Abtak Media Google News

Table of Contents

વેટ અને એકસાઈઝ ડયુટીમાં રાહત પેકેજની અપેક્ષા: રસીકભાઈ બાલધા

Vlcsnap 2020 05 04 13H14M26S89

ભૂમી પોલીર્મસ પ્રા. લીમીટેડના માલીક રસીકભાઈ બાલધાએ અબતક સાથેની ખાસ મુલાકાતમાં જણાવ્યું હતુ કે રોમટીરીયલ પર અમને દરેક કંપની પાસેથી પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત અમે પર રો મટીરીયલનો સ્ટોક રાખતા જ હોય છીએ. હાલ મારી પાસે ૩૦૦ ટન જેટલો રો મટીરીયલ પો સ્ટોક હાજરમાં છે. હાલ અમે કોઈ ખાસ સમસ્યા ઉદભવી નથી. પરીવહનમાંપ ણ તંત્રએ અમને ખૂબ સરી છૂટછાટ આપી છે.પરપ્રાંતીય મજૂરો અને અન્ય કર્મચારીઓનેઅમે સમજાવી ને અમારી ઈન્ડસ્ટ્રીમાં સાચવીને રાખ્યા છે. અને એ પણ અહી રહેવા માંગે છે. અને કોઈ જાતની સમસ્યાપણ છે નહી કોરોના સામેની સાવચેતી અને સલામીની તકેદારી રાખીને સોશ્યલ ડીસ્ટન, સેનેટાઈઝર, માસ્ક હાથના મોજાઆ બધૂ જ પહેરાવીને અહી કર્મચારીઓ પાસે કામ કરાવામાં આવે છે. (હાલ તંત્ર પાસે ખાસ વેટ અને એકસાઈઝનો લયને અમારી એવી વિનંતી છે કે શકય તેટલી રાહત આપે તે ખૂબ મહત્વપૂર્ણ પગલા હશે અમારા માટે ખેડુતોને હાલ તાતી જરૂર હોવાથી સરકાર દ્વારા ડ્રિપીરીગેશન ઈન્ડસ્ટ્રી ને ખૂબ સારી છૂટછાટ મળી રહી છે.

Vlcsnap 2020 05 04 13H18M18S105

હાલ અમરી પિક સીઝન છે. ખેડુતોની જરૂરીયાત પૂરી કરી શકી એટલુ રો મટીરીયલ પણ અમારી પાસે છે અમે લગભગ ૪૦૦થી પણ વધુ હેકટર જેટલુ રાજકોટ અને ગુજરાતમાં સપ્લાય પણ કરી દીધું છે. તંત્રનો ખૂબજ સારો સહયોગ પ્રાપ્ત થયો છે. હાલ નવા વાવેતરની પીક સીઝન છે. ત્યારે અમારી ડીપીરીએશનની ખેડુતોમાં જબરદસ્ત માંગ રહે છે.

કાચા માલની ખૂબ અછત સંપૂર્ણ ઈન્ડસ્ટ્રી શકય નથી શરૂ કરવી: નયનભાઈ સુવાગીયા

Vlcsnap 2020 05 04 13H11M04S108

ફિનીકસ ઈન્ડસ્ટ્રીના માલીક નયનભાઈ સુવાગીયાએ અબતકની ખાસ મુલાકાતમાં જણાવ્યું હતુ કે, લોકડાઉન બાદ રો મટીરીયલની અચ્છત ખૂબ ઉભી થાય છે. કાચો માલ આવતો નથી હાજર સ્ટોક એટલો બધો છે. નહી કે લાંબો સમય કામ શરૂ રાખી શકીએ કર્મચારીઓની જીવન જરૂરી વસ્તુ બધી અમે પૂરી પાડી છે. હાલ સરકાર દ્વારા જે લોકોને પોતાના દેશ જવું હોય તેને ફોર્મ ભરીને જવાની છૂટ મળી છે.

Vlcsnap 2020 05 04 13H11M38S191

ત્યારે અમારા પરપ્રાંતીય મજૂરો ઘરે જવા તત્પર થયા છે. જો અમારા માણસો પોતાના દેશ જવા રવાના થશે તો ઈન્ડસ્ટ્રી શરૂ કઈ રીતે અમે ચાલુ રાખી શકીએ એ પણ પ્રશ્ર્ન મહત્વનો છે. તંત્ર વધુને વધુ છૂટછાટ આપે અને શકય એટલો વધારે સહયોગ કરે એવી મારી અપીલ છે. જેથી સંપૂર્ણ ઈન્ડસ્ટ્રીઝ પણ શરૂ થઈ શકે અને નાના મોટા માણસોનીક જરૂરીયાત પણ પૂરી થઈ શકે છે.

પરિવહનની શકય એટલી છૂટછાટ જરૂરી છે, ઈન્ડસ્ટ્રી કાર્યરત રાખવા: મેહુલભાઈ ડાંગરીયા

Vlcsnap 2020 05 04 13H13M01S253

અંજલી સ્ટીલના માલીક મેહુલભાઈ ડાંગરીયાએ અબતકની ખાસ મુલાકાતમાં જણાવ્યું હતુકે, લોકડાઉન પહેલા ઈન્ડસ્ટ્રીમાં ખૂબ સારી સ્થિતિ હતી લોકડાઉન બાદ હાલ પરિવહનની સમસ્યા થઈ છે. જેથી માર્કેટમાં સંપૂર્ણ કામકાજ હજુ શરૂ થયા નથી હાજર સ્ટોક કરવા છતા પણ વહેંચાણ શકય નથી માત્ર પરીવહનના અભાવથી તંત્ર તરફથી છૂટ મળી ગઈ પરંતુ સંપૂર્ણ ઈન્ડસ્ટ્રીમાં કામ શરૂ ન કરી શકાય થોડુક કામ બહાર કરવા આપવું પડે છે. જે હાલ બંધ છે. નાના યુનિટો હજુ શરૂ નથી થયા એ પણ તકલીફ છે.

Vlcsnap 2020 05 04 13H13M22S198

માણસોની વાત કરૂ તો મારો પચાસ ટકા સ્ટાફ પોતાના વતન જવા રવાના થઈ ગયો છે. નિકાસ પણ હાલ સ્ગીત છે. તંત્ર પાસેથી એટલો સહયોગ જોઈએ છે પરીવહન ને લય શકય તેટલુ વધુ ઝડપી અને છૂટછાટ કરી આપે હાલ મારી પાસે ૧૫ દિવસ ચાલે તેટલું રો મટીરીયલનો સ્ટોક હાજર છે. ત્યારબાદ પરિસ્થિતિનું નકકી નથી હાલ સંપૂર્ણ ઈન્ડસ્ટ્રી શરૂ થાય તેવું લાગતુ નથી માર્કેટમાં હજુ પણ ઘણી તકલીફ ઉભી છે.

માર્કેટની સંપૂર્ણ સાંકળ શરૂ  થતા જ બધી જ ઈન્ડસ્ટ્રી ધમધમશે: પ્રફુલભાઈ પડીયા

Vlcsnap 2020 05 04 18H51M19S23

અંબર ઈનસેન્સ કારખાનાનામાલીક પ્રફૂલભાઈ પડીયાએ અબતક સાથેની ખાસ મુલાકાતમાં જણાવ્યુંં હતુ કે, લોકડાઉનમાં મંજૂરી પ્રાપ્ત થવા છતા હજૂ માર્કેટમાં સંપૂર્ણ કામકાજ શરૂ થયુ નથી જેથી સ્ટોકનું વહેચાણ થઈ શકતુન થી રો મટીરીયલ પણ હાલ મળતુ નથી કર્મચારીઓ પણ અમારા કારખાનામાં હાજર છે.

Vlcsnap 2020 05 04 13H20M39S221

સ્ટોક પણ જરૂર મુજબનો છે. પરંતુ માકેટમાં આંશીક કામગીરી શરૂ હોવાથી હાલાકી પડી રહી છે. જો તંત્ર દ્વારા સંપૂર્ણ માર્કેટને ધમધમતું કરવામાં આવે એજ ઈન્ડસ્ટ્રીને સંપૂર્ણ કાર્યરત કરી શકાશે.

ડોમેસ્ટીક ટ્રાન્સર્પોટેશનમાં છૂટછાટ ઈન્ડસ્ટ્રી માટે ઘણી ફાયદાકારક: ચીમનભાઈ પટેલ

Vlcsnap 2020 05 04 13H20M04S134

ધરતી એગ્રો એન્જીનીયરીંગના માલીક ચિમનભાઈ પટેલએ અબતક સાથેની ખાસ મુલાકાતમાં જણાવ્યું હતુ કે, લોકલ ટ્રાન્સપોર્ટેશન માટેની ખાસ જરૂરીયાત છે. આ પ્રશ્ર્ન અમને ખૂબ મુજબતી છે. લોકલ અમારા જે જોબ વર્કરો છે. જેને મંજૂરી મળી ગઈ છે. તેમને મટીરીયલ પહોચાડવું એ લોકોને અવર જવરમાં ઘણા પ્રશ્ર્નો તેમજ સમસ્યાઓ ઉદભવે છે. જે તંત્ર થકી અમારી અપીલ છે. શકય તેટલો સહયોગ કરે અમોને હાલ અમારે ૪ મહિનાની સિઝન શરૂ થઈ ગઈ છે. અમારો ખાસ વેપાર આ સિઝનમાંથી જ નિકળતો હોય છે. ત્યારે લોકડાઉન થકી અમારી સીઝન પર સારી એવી અસર થઈ છે. જે થકી અમારી સામે ઘણા પડકારો પણ ઉભા થયા છે. અમારે ત્યાં જેટલા પરપ્રાંતીયો છે. એ લોકોને અમે જે પણ તેમની પ્રાથમિક જરૂરીયાત છે. એ પૂરી પાડી છે. કોઈપણ જાતની તકલીફ છે.

Vlcsnap 2020 05 04 13H19M00S5

સમસ્યા તેમને થવા દિધી નથી હાલ એ લોકોમાં પણ એવી મુજવણ છે કે લોકડાઉન વધશે તો અમારે કેટલો સમય હજુ કામ વગર બેસવું પડશે અથવા અમને વેતન મળી રહેશે કે નહી આવી મુંઝવણો પણ છે. આશીક સ્ટોક રોમટીરીયલનો અમારી પાસે છે. ત્યારે લાંબા સમય સુધી અમે પણ એમાંથી હાલ ચલાવી શકી તેમ નથી જેથી આગામી દિવસોમાં અમને પણ રો મટીરીયલની સમસ્યા ઉભી થઈ શકે છે. સંપૂર્ણ ઈન્ડસ્ટ્રી હજૂ ખૂલે તેવી શકયતાઓ ખૂબ ઓછી છે.

શ્રમિકો અને ટ્રાન્સપોર્ટેશનના અભાવે ભારે મુશ્કેલી: શાંતિલાલ લાડાણી

Vlcsnap 2020 05 04 18H16M21S64

પાવર મેટલ ફોર્જના ડીરેકટર શાંતિલાલ લાડાણીએ અબતક સાથેની મુલાકાતમાં જણાવ્યું હતુકે લોકડાઉન પહેલા અમારીલાઈનમાં ૧૦૦ ટકા ધંધો હતો જે અત્યારે ૦ ટકા થઈ ગયો છે. હાલમાં અમારી ફેકટરી ચાલુ તો થઈ છે. પરંતુ કામ કરતાં શ્રમિકો પૂરતા નથી. હાલ ૬૦માંથી ૧૦ જ શ્રમિકો કામ પર છે. જેથીકામ કરવામાં તકલીફ પડે છે. સમગ્ર ભારતમાં અમારી પ્રોડકટનું સપ્લાય થતુ હોય છે. પરંતુ ટ્રાન્સપોર્ટ બંધ હોવાથી અમારી સપ્લાય બંધ થઈ ગઈ છે.

Vlcsnap 2020 05 04 18H16M29S169

મજૂરો પાછા આવે ત્યારબાદ અમારી ઈન્ડસ્ટ્રી ફરી સંપૂર્ણ શરૂ થઈ શકે છે. હાલની સ્થિતિ જોતા અમારા ઉદ્યોગને સંપૂર્ણ વ્યવસ્થિત શરૂ થતા છ મહિના જેટલો સમય લાગશે તંત્ર પાસેથી રાહત પેકેજની ઘણીઆશાઓ છે. જેમાં નાના યુનિટોને વધુ સહયોગ મળે તો તેમના થકી જ અમારૂ માર્કેટ આગળ વધી કે છે. લોકલ ટ્રાન્સપોર્ટેશન ખૂબ મોટી સમસ્યા ઉદભવી છે. હાલ અમૂક ટ્રાન્સપોર્ટ ચાલુ છે. તે રેડઝોન, મેટ્રોસીટીમાં હજુ જઈ શકતા નથી.

સરકાર આંતરરાજય ટ્રાન્સપોર્ટેશનની છૂટ આપે તે ઈચ્છનીય: દિલીપભાઈ ઝાલાવડીયા

J

ઉમીયા પોલીપ્રીન્ટના ડિરેકટર દિલીપભાઈ ઝાલાવાડીયાએ અબતકને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતુ કે લોક ડાઉન પહેલા અમારી ઈન્ડસ્ટ્રીઝ ધમધમતી હતી પરંતુ લોકડાઉનમાં અમારે ઘણા પડકારોનો સામનો કરવો પડયો છે. તંત્રએ જે ગ્રીન અને ઓરેંજ ઝોનમાં આવતા વિસ્તારોને છૂટછાટ આપી છે. જેમાથી ઘણા ઉદ્યોગોને ફાયદો થયો છે હાલ પરપ્રાંતીય મજુરોને લઈને પ્રશ્ર્નો ઉદભવ્યા છે. તેમને પોતાના વતનમાં જવું છે. ત્યારે હાલ અમે શકય એટલી સુવિધા આપી તેમને અહી રોકવાના પ્રયત્નો કરી રહ્યા છીએ. અત્યારે રો મટીરીયલનો સ્ટોક આંશીક રૂપ જેટલો છે ત્યારે સરકાર ટ્રાન્સપોર્ટેશનને આંતર રાજયમાં પણ છૂટછાટ આપે તે જરૂરી છે.

Vlcsnap 2020 05 04 18H17M51S225

અમારા ઉદ્યોગને ધમધમતા હજુ ૩ મહિના વિતી જશે તંત્ર સહયોગ આપે એટલો ફાયદો લઘુ અને મધ્યમ ઉદ્યોગ માટે ખૂબજ ફાયદાકારક છે. બેંક તરફથી પણ જરૂરી છે. અને લોનના હપ્તામાં ૩ મહિનાથી પણ વધુ એકસ્ટેશન મળી શકે તેવી રજૂઆત છે.

ચીનની બગડેલી છાપથી ભારત માટે નિકાસની શ્રેષ્ઠ તક: દુષ્યંતભાઈ ટીલાળા

Vlcsnap 2020 05 04 18H16M59S216

રાજન ટેકનો કાસ્ટ પ્રા.લી.ના ડીરેકટર દુશ્યંતભાઈ ટીલાળા એ અબતક સાથેની મુલાકાતમાં જણાવ્યું હતુ કે, લોકડાઉન સંપૂર્ણ ખૂલ્યા બાદ પણ આ સ્થિતિમાંથી બહાર આવતા ૩ મહિના સમય લાગશે મોટાભાગની ઈન્ડસ્ટ્રીઝના નાના મોટા પ્રશ્ર્નોનો સંપૂર્ણ ઉકેલ આવતા હજુ દિવસો વિતી જશે. અમે ઉદ્યોગકારોએ શ્રમિકોને લોકડાઉનમાં તેમની તમામ જીવન જરૂરીયાત પૂરી કરી કે તેટલી મદદ કરી ને બધી સુવિધાઓ આપીને પગાર પણ ચૂકવ્યા છે. હાલ લોકડાઉન ખૂલતા માણસો પોતાના વતન પરત ન થાય અને ફરીથી કામે વળગી રહે તે અમારી આશા છે.

Vlcsnap 2020 05 04 18H17M18S148

શ્રમિકો તેના વતન પરત ન થાય એના પ્રયત્નો પણ કરરીએ છીએ ઈન્ડસ્ટ્રીઝમાં ઉત્પાદનમાં પણ ઘણી નુકશાની થઈ છે. તેમાંથી પણ બહાર નિકળવામાં ઘણો સમય લાગશે. તંત્ર પાસેથી શકય એ બધી જ સમસ્યાઓમાં રાહત પેકેજ કરી આપે તેવી અમારી અપીલ છે. ચીન પાસે જેટલી નિકાસની તકો છે એ હાલ આગામી દિવસોમાં ભારત પાસે હોય શકે તેવું મને લાગી રહ્યું છે. ઈન્ડસ્ટ્રીઝની સપ્લાય ચેઈન પૂરી રીતે વિખાય ગઈ છે. તે પણ પાટે ચડતા હજુ વાર લાગશે જેથી સરકારે લઘુ અને મધ્યમ કંપનીઓમ ટે સ્પેશીયલ રાહત પેકેજ જાહેર કરવા જરૂરી છે. એકસપોર્ટ બેનીફીટ વધારવા આઈટીમાં રાહત કરવી જોઈએ પાવરના બીલ, ગેસ, ઈલેકટ્રીકસીટીના ભાવ એમા પણ લઘુ અને મધ્યમ રાહત મળે એ ખૂબ મોટો સહયોગ ગણી શકાય છે.

રો-મટીરીયલના અભાવે ચાલુ ફેકટરી બંધ કરવી પડે તેવી સ્થિતિ: જીતેન્દ્રભાઈ પટેલ

Vlcsnap 2020 05 04 18H14M19S148

એકટીવ સ્ટીલ ફોર્જના ડીરેકટર જીતેન્દ્રભાઈ પટેલે અબતકને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતુ કે લોકડાઉન પહેલા અમારો ઉદ્યોગ સતત ધમધમતો હતો. લોકડાઉન પછી અમારૂ રો મટીરીયલ ડીસ્પેચ થઈ શકતુ નથી જેનાથી ઘણા પ્રશ્ર્નો થાય છે. ટ્રાન્સપોર્ટેશન બંધ હોવાથી બીજા રાજયોમાંથી આવતું કાચુ મટીરીયલ બંધ છે. જેથી આવનારા સમયમાં કાચુ મટીરીયલ ન મળવાથી ફેકટરી બંધ કરવાની સ્થિતિ પણ આવી શકે છે. અમારા તમામ કારીગર પરપ્રાંતીય છે. લોકડાઉન દરમિયાન તેમને રહેવાની જમવાની વ્યવસ્થા પણ અમે કરી આપી હતી. એક પણ દિવસનો પગાર તેમનો કાપ્યો નથી હવે અ મજૂરો વતન જતા રહેશે તો ફેકટરી બંધ કરવાની સ્થિતિ આવશે આસ્થિતિમાં સરકાર પાસે એવી અપેક્ષા છે કે હજુ લાઈટબીલ ન ભરવાની ૨ થી ૩ મહિના છૂટછાટ આપવામાં આવે ફેકટરી ફરી શરૂ કરતા અમારી સમક્ષ મજૂરોનો પ્રશ્ર્ન મુખ્ય થયો છે.

Vlcsnap 2020 05 04 18H14M02S230

અમારી જે રોટેશન ચાલતુ હતુ તે અટકી ગયું છે. અમારે પેમેન્ટ આવતા નથી જેનાથી સામે બીજી પાર્ટીના પેમેન્ટ થઈ શકતુ નથી સરકાર તરફથી અમને ઘણો સહકાર મળેલો છે. જી.એસ.ટી.માં પણ રાહત અપાઈ છે. જે હવે ટ્રાન્સપોર્ટેશનમાં કાઈક રાહત આવે તો આવનારા ૨ થી ૩ મહિનામાં અમારે રોટેશન રેગ્યુલર થશે.

લોન વ્યાજદર, જીએસટી અને વીજબિલમાં સરકાર રાહત આપે: મનિષભાઈ પટેલ

Vlcsnap 2020 05 04 18H14M35S50

એલીગન ટેકનો ફોર્જના ડીરેકટર મનિષભાઈ પટેલે અબતક સાથેની મુલાકાતમાં જણાવ્યું હતુકે લોકડાઉન પહેલા માર્કેટમાં મંદી હતી જ તેમાં લોકડાઉન આવ્યું હાલ રોમટીરીયલ ન મળતું હોવાથી ૧૦૦% કાર્ય થઈ શકતું નથી બીજી મુખ્ય સમસ્યા એ છેકે બહારથી ઓર્ડર આવતા નથી, સ્ટીલ કંપનીઓ ચાલુ ન હોવાથી રોમટીરીયલ મળતુ નથી. પરપ્રાંતીય મજૂરો ઘરે જવાની ઉતાવળ કરતા હોવાથી ફેકટરી ચલાવવી મુશ્કેલ બનશે.

Vlcsnap 2020 05 04 18H14M40S104

ટ્રાન્સપોર્ટેશન બંધ હોવાથી રો મટીરીલ આવતુ નથી તથા અમારી પ્રોડકટ ડીસ્પેચ થઈ શકતી નથી સરકારબીજા ઉદ્યોગો ચાલુ કરાવે તો અમને રોમટીરીયલ મળી શકે બેંકની લોનના વ્યાજ દરોમાં સહાય આપે પરંત જીએસટી અને વિજ બીલમાં પણ વધારે રાહત આપે કારણ કે અમારી પાસે તેના માટેના પૈસા નથી અમારો ઉદ્યોગને બેઠા થતા ૬ મહિના જેટલો સમય લાગશે.

લોકડાઉનથી કીચનવેર ઉદ્યોગમાં આસમાન જમીનનો ફરક પડયો છે: જેન્તીભાઈ પટોળીયા

Vlcsnap 2020 05 04 18H15M09S140

ગ્લેર એપ્લાયસીન્સનાં ડીરેકટર જેન્તીભાઈ પટોળીયાએ અબતક સાથેની મુલાકાતમાં જણાવ્યું હતુ કે લાકડાઉન પહેલા અને પછી અમારા ઉદ્યોગમાં આસમાન ધરતીનો ફરક પડયો છે. લોકડાઉનમાં ફરીથી ઉદ્યોગ શરૂ કરાતા ખૂબ કાળજી રાખવી પડે છે. ૫૦ ટકા વર્કરોથી કામ ચલાવવું પડે તેનાથી અમારૂ પ્રોડકશન ૫૦ ટકા થઈ ગયું છે. ટ્રાન્સપોર્ટેશન બંધ હોવાથી સ્ટોકને સાચવવાનો પ્રશ્ર્નો ઉભો થયો છે. અમારે ખર્ચા ચાલુ છે. પરંતુ છેલ્લા બે માસથી આવક સાવ બંધ છે. પગાર, બેંકના હપ્તા, ખર્ચ એ બધી વસ્તુને ચલાવવામાં મોટો પ્રશ્ર્ન છે.

Vlcsnap 2020 05 04 18H15M18S233

અમારા સપ્લાયરો પાસેથી કાચો માલ આવતો નથી ત્યારે અમારી પાસે રહેલા માલથીજ કામ ચલાવવું પડે છે. અમારૂ જેવા લઘુ ઉદ્યોગમાં લોનના હપ્તા, ઈલેકટ્રીક બીલમાં સંપૂર્ણ રાહત આપવી જોઈએ ઈન્કમટેક્ષ જીએસટીમાં આંશિક છૂટ છે. પરંતુ તેનું પેપર વર્ક સમય સર કરવાનું છે.જેથી મુશ્કેલી વધી છે. લોકડાઉન બાદ ફરીથી ઉદ્યોગ ધમધમતો થવામાં એકથી બે વર્ષનો સમય લાગશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.