Abtak Media Google News

સરકાર કારખાનેદારો સામે લાલ આંખ કરશે કે મામા-મામીના જાણીને છાવરવાનો પ્રયાસ…?

કારખાનાના કેમિકલયુક્ત પાણી ઉબેણમાં ભળ્યા, ઉબેણનું પ્રદૂષિત પાણી ઓઝતમાં ભળ્યું, આંબાના બગીચાને પ્રદૂષિત પાણીથી ભારે નુકસાનની ભીતિ: જવાબદારો સામે કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલન

વંથલી વિસ્તારમાં ઉબેણ બાદ હવે ઓજત નદીનું પાણી પણ થયું પ્રદૂષિત કેમિકલયુક્ત પાણીથી ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યા છે. કેમિકલયુક્ત પાણી થી ખેતીમાં વ્યાપક નુકસાનની ભીતિથસ કોંગ્રેસ અગ્રણી ઈરફાન શાહએ મુખ્યમંત્રી ને કરી રજુઆત ઉગ્ર આંદોલનની ચીમકી સાથે રજુઆત કરી છે.

વંથલી શહેર કોંગ્રેસનાં અગ્રણી ઈરફાન શાહ સોહરવર્દી એ રાજ્ય નાં મુખ્યમંત્રી વિજય રૂપાણી ને પત્ર પાઠવી સોરઠ અને ઘેડ પંથકને સ્પર્સતા કેમિકલયુક્ત પાણી મુદ્દે આક્રમક રજુઆત કરતા જણાવ્યું છે કે જૂનાગઢ જિલ્લાની મુખ્ય ગણાતી નદીઓમાં ઓજત અને ઉબેણનો સમાવેશ થાય છે. ખેડૂતોની જીવાદોરી સમાન આ બંને નદીઓ હાલ ખૂબ પ્રદૂષિત થઈ ચૂકી છે. જેતપુર સાડી ઉદ્યોગ ના કારખાનાઓમાં થી નીકળતું કેમિકલયુક્ત પાણી સીધુ જ ઉબેણ નદી માં ઠાલવવામા આવે છે. ત્યારે ઉબેણ નદી માં થી અનેક ખેતરોમાં કેમિકલયુક્ત પાણી થી ખેતીના પાકને અને જમીનને વ્યાપક પ્રમાણમાં નુકશાન થઈ રહ્યું છે. જૂનાગઢના ધંધુસર જેવા અનેક ગામોએ લડત ચલાવવા છતાં આ કારખાનેદારો પર જાણે રાજ્ય સરકારના ચાર હાથ હોય તેમ કોઈ ફિકર વગર નદીઓ પ્રદૂષિત કરી રહ્યા છે.

ઉબેણ નદી નું પાણી લાલ થઇ ગયું છે ત્યારે વંથલી અને સાંતલપુરની વચ્ચે ઓજત અને ઉબેણ નદીનો સંગમ થાય છે ત્યાં ઉબેણ નદી નું પ્રદૂષિત પાણી ઓજત નદીમાં ભળી રહ્યું છે. આ પાણી ઓજત નદીમાં ભળવાથી ઓજત નદી કાંઠાના અનેક ગામો અને વંથલી પંથકના આંબાના બગીચાઓ ને પ્રદૂષિત પાણીના કારણે ખૂબ મોટા પાયે નુકસાન થઈ રહ્યું છે તેમજ આ વિસ્તારનાં લોકોનું આરોગ્ય જોખમાય રહ્યું છે,ઘેર ઘેર ચામડી ના રોગ ફાટી નીકળ્યા છે,ઘેડ અને સોરઠ પંથકના અનેક ગામોમાં ઓજત નદીનું પાણી જીવાદોરી સમાન હોય ત્યારે આ પાણીને પ્રદુષિત કરી અનેક ખેડૂતોને રોજી-રોટી છીનવવાનું કારસો ઘડાયો છે ત્યારે રાજ્ય સરકાર આ કારખાનેદારો સામે લાલ આંખ કરશે કે મામા માસી ના જાણી તેને છાવરવાનો પ્રયાસ કરશે આવા અનેક સવાલો ખેડૂતો માંથી ઉઠી રહ્યા છે. ત્યારે વંથલી શહેર કોંગ્રેસ નાં અગ્રણીએ વહીવટી તંત્ર તાકીદે કાર્યવાહી કરે તેવી માંગણી કરી છે અન્યથા ખેડુતો અને ગ્રામજનો ને સાથે રાખી ઉગ્ર આંદોલન ની ચીમકી આપી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.