Abtak Media Google News

ડિફોલ્ટરોની યાદી જાહેર ન કરવા મામલે રિઝર્વ બેન્કના ગવર્નર ઉર્જીત પટેલને સીઆઈસીની નોટિસ

મોદી સરકાર મહત્વના પદ ઉપર ‘પોતાના’ની નિમણૂંક કરી ચૂકી છે. પરંતુ હવે પોતાના જ પારકા જેવો વ્યવહાર કરી રહ્યાં હોવાનું ફલીત થઈ રહ્યું છે. મોદી સરકારની પોલીસી મુજબ કામ કરવાનો આદેશ ન માનનાર રિઝર્વ બેન્કના ગવર્નર ઉર્જીત પટેલ તેનું તાજુ ઉદાહરણ છે. આરબીઆઈ જેવી સંસ્થા સરકારને સલાહકાર અને કહ્યાંગરી હોવી જોઈએ પરંતુ ઉર્જીત પટેલ સરકારની પોલીસી વિરુધ્ધના પગલા લઈ રહ્યાં હોવાનું સામે આવતા હવે તેમને ઘરભેગા કરવાની તૈયારીઓ થઈ રહી છે.

સેન્ટ્રલ ઈન્ફોર્મેશન કમીશન (સીઆઈસી)એ તાજેતરમાં જ આરબીઆઈના ગવર્નર ઉર્જીત પટેલને શો-કોઝ નોટિસ ફટકારી છે. વડી અદાલતના ચુકાદાને અનુસર્યો ન હોવાનો આક્ષેપ કર્યો છે. અહીં ઉલ્લેખનીય છે કે, વડી અદાલતે થોડા સમય પહેલા ડિફોલ્ટરોની યાદી જાહેર કરવાનો આદેશ આપ્યો હતો પરંતુ હજુ સુધી આ જાહેરાત થઈ નથી.

સીઆઈસીએ વડાપ્રધાન કાર્યાલય, નાણામંત્રાલય અને રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાને સુચન કર્યું છે કે, રિઝર્વ બેન્કના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને બેડલોન માટે લખેલો પત્ર જાહેર કરવામાં આવે. અગાઉ કેન્દ્ર સરકાર અને આરબીઆઈ વચ્ચે કેટલીક પોલીસી મુદ્દે મતભેદ હોવાની વાત ઉપસી આવી હતી. ત્યારબાદ ગવર્નર ઉર્જીત પટેલની ટર્મ નહીં લંબાવવામાં આવે તેવી ચર્ચા પણ ચાલી હતી. ટૂંક સમયમાં ઉર્જીત પટેલની ટર્મ પૂરી થવા તરફ છે. ત્યારે તેમની ટર્મ ન લંબાવવાના કારણો કેન્દ્ર સરકાર ભેગા કરી રહી છે જેથી ભવિષ્યમાં કોઈ મુશ્કેલી પડે નહીં.

માત્ર ઉર્જીત પટેલ નહીં પરંતુ મોદી અગાઉ પણ ખાસ જગ્યાએ પોતાના માણસો સેટ કરવાની વાતમાં થાપ ખાઈ ગયા છે. સીબીઆઈના અસ્થાના સહિતના કેટલાક અધિકારીઓ વચ્ચેનો ખટરાગ આ મામલાની સાક્ષી પુરે છે. ગુજરાતના અધિકારીઓને કેન્દ્રમાં સેટ કરવાની વ્યવસ્થા કર્યા બાદ તેમની સામે જ પગલા લેવા પડે તેવી સ્થિતિ મોદી સરકારની છે. અગાઉ દિવંગત વડાપ્રધાન નહે‚ સમયે પણ તે વખતના વગર્નર સાથેનો ખટરાગ ચરમસીમાએ પહોંચી ગયો હતો. ત્યારે નહે‚એ સ્પષ્ટ કર્યું હતું કે, આરબીઆઈનું કામ સરકારને સલાહ દેવાનું છે. સરકારની મરજી મુજબ કામ કરવાનું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.