Abtak Media Google News

આજે મળનારી કેબીનેટની બેઠકમાં શેષ મામલે લેવાશે નિર્ણય

શું લકઝરી કાર ઉપર વધુ બોજ આવશે ? લકઝરી કાર પર શેષ લાદવાના મામલે આજે કેબીનેટમાં ઓરડીનસ પાસ થશે ? તેના પર સહુ કોઇની મીટ છે. ખાસ કરીને લકઝરી કારના શોખીનો આજે ટાંપીને બેઠા છે કે શું આજે બુધવારે મળનારી કેબીનેટ એટલે કે મંત્રી મંડળની બેઠકમાં વધુ શેષ ઝીંકવા પર કોઇ નિર્ણય લેવાશે ? ઓરડીનસ પાસ થશે?

અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે હજુ હમણાં જ એવા અહેવાલ આવી ચુકયા છે કે સ્પોટસ યુટીલીટી વ્હીકલ એટલે કે એસ.કયુ.વી. ઉપર કર બોજ લાદીને તેને મોંધી બનાવી દેવામાં આવી છે. સ્પોટર્સ યુટીલીટી વ્હીકલના ભાવમાં આશરે ૧૦ ટકા થી ૧૫ ટકા જેવો વધારો ઝીંકી દેવાયો છે. આમ છતાં જે લોકો સ્પોટસ યુટિલિટી વ્હિકલ અગર લકઝરી કારના શોખીનો છે. તે કાંઇ કિંમત જોવાના નથી આ મુદ્દો કેન્દ્ર સરકાર ભલીભાતી જાણે છે હવે આજે સ્પોટસ યુટીલીટી વ્હીકલ પછી અન્ય કેટેગરીની લકઝરી કારો પર શેષ લાદવા અંગે કેબીનેટમાં એક ઓરડીનેસ એટલે કે શ્ર્વેતપત્ર અથવા વટહુકમ પસાર કરીને નિર્ણય લેવાશે. આજની કેબીનેટની મીટીંગમાં નિર્ણય લેવાયા બદ માલુમ પડશે કે લકઝરી કારો જેવી કે મર્સિડીઝ, આઉડી, બી.એમ.ડબલ્યુ, હોન્ડા વિગેરે કારોની કિંમતમાં કેટલો વધારો થયો છે જો કે આવી લકઝરી કારો ખરીદવાની તમન્ના રાખતા કે તાકાત ધરાવતા લોકોને કિંમત વધે કે ઘટે તેના પરથી કોઇ જ ફરક પડતો હોતો નથી.

ગત તારીખ ૧લી જુલાઇબાદ જીએસટી એટલે ગુડઝ એન્ડ સર્વીસ ટેકસ લદાયા પછી કિંમતને લગતા તમામ સમીકરણો બદલાઇ ગયા છે. આ સિવાય અન્ય માર્કેટને લગતા મુદાઓ પણ અવશ્ય પણે જવાબદાર છે એકંદરે સ્પોટસ યુટીલીટી વ્હીકલ પછી હવે લકઝરી કાર પણ મોંધી થવાની છે તે લગભગ તય છે. અત્યારે શેષ ૧૫ ટકા છે તે વધીને ૨૫ ટકા થશે. જીએસટી કાઉન્સીલે માળખું તૈયાર કર્યુ છે.

સ્પોર્ટસ યુટીલીટી વ્હીકલ અને લકઝરી કાર પર અત્યાર સુધી અથવા આજસુધી ૧૫ ટકા શેષ વસુલવામા આવી રહ્યો છે. પરંતુ હવે આજની બેઠકમાં આ દર વધારાને ૨૫ ટકા સુધી કરવાનો નિર્ણય લેવાઇ શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.