Abtak Media Google News

ચણા ઉપરાંત ઘઉં, ધાણા, જીરૂ, જુવાર, કઠોળ, શાકભાજી, ઘાસચારાનું પણ વાવેતર: સારા વરસાદને કારણે શિયાળુ પાક મબલખ ઉતરવાની આશા

જૂનાગઢ જિલ્લામાં શિયાળુ વાવેતર પૂર્ણતાની આરે છે. ઘઉં, ચણા, ધાણા, જીરૂ, જુવાર, કઠોળ, શાકભાજી અને ઘાસચારો સહિત જિલ્લામાં કુલ ૧,૨૬,૦૪૦ હેક્ટરમાં વાવેતર થયું છે. સામાન્ય રીતે ૧૫ ડિસેમ્બર સુધી  શીયળુ પાકનું વાવેતર થતુ હોય છે.

જૂનાગઢ જિલ્લા ખેતીવાડી વિભાગના જણાવ્યા મુજબ તા.૨૦-૧૧-૨૦૨૦ના રિપોર્ટ મુજબ જિલ્લાના ૯ તાલુકામાં કુલ ૧,૨૬,૦૪૦ હેક્ટરમાં વિવિધ પાકોનું વાવતેર થયું છે. જેમાં ઘઉં ૪૪,૫૦૫ હેક્ટર, ચણા ૫૦,૫૪૫ હેક્ટર, જુવાર ૩૭૦ હેક્ટર, મકાઇ ૨૦ હેક્ટર, બાજરી ૮૦ હેક્ટર, શેરડી ૩૪ હેક્ટર, જીરૂ ૧૦૮૬ હેક્ટર, ધાણા ૧૭૬૩૫ હેક્ટર, લસણ ૩૬૦ હેક્ટર, ડુંગળી ૮૨૨ હેક્ટર, કઠોળમાં મગ ૪૮૫ હેક્ટર, વાલ ૧૦ હેક્ટર, તુવેર ૩૨૫ હેક્ટરતેમજ શાકભાજી ૨૧૭૮ હેક્ટર અને ઘાસચારો ૩૬૧૫ હેક્ટર તથા અન્ય પાકો સહિત જિલ્લામાં કુલ ૧,૨૬,૦૪૦ હેક્ટરમાં શિયાળુ વાવેતર થઇ ચુક્યું છે. જિલ્લામાં સૌથી વધુ ચણાનું ૫૦,૫૪૫ હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે. જ્યારે જિલ્લાના ૯ તાલુકામાંથી કેશોદ તાલુકામાં સૌથી વધુ ધાણાનું વાવેતર થયું છે.સારા વરસાદને કારણે ખેડુતોને શિયાળા પાકની સારી એવી આશા સેવાઇ રહી છે. તેમ જિલ્લા ખેતીવાડી અધિકારી દિપક રાઠોડે જણાવ્યું હતું.

Shiyali Vavetar3

શીયાળુ પાકનું છેલ્લા ત્રણ વર્ષનું વાવેતર જોઇએ તો ૨૦૧૭-૨૦૧૮ માં ૧,૪૦,૩૪૩ હેકટરમાં ૨૦૧૮-૧૯ માં ૧,૦૮,૫૯૧ હેકટરમાં અને ૨૦૧૯-૨૦ માં ૨,૦૦,૯૭૩ હેકટરમાં વિવિધ પાકનું વાવેતર થયુ હતુ. ચાલુ વર્ષે શીયાળુ પાકના ફાયનલ વાવતેર  ૧૫ ડિસેમ્બર થશે. ચાલુ વર્ષે અત્યાર સુધીમાં ૧,૨૬,૦૪૦ હેકટરમાં થયુ છે. જેમાં હજુ વધારો થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.