Abtak Media Google News

રસોઈ બનાવવામાં મોડુ થતા પતિ અને સાસુએ કેરોસીન છાંટી સળગાવતા પરિણીતાની હાલત ગંભીર

વિંછીયા તાલુકાના કંધેવાળીયાની પરિણીતાએ રસોઈ બનાવવામાં મોડુ થતાં પતિ અને સાસુએ કેરોસીન છાંટી જીવતી સળગાવતા ગંભીર હાલતમાં પરિણીતાને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાઈ છે. પોલીસે પતિ અને સાસુ સામે હત્યાની કોશીષનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ કંધેવાળીયાની લત્તાબેન ગોવિંદભાઈ ગોરાવાના શરીર પર પતિ ગોવિંદ જેન્તી ગોરાવા અને સાસુ જમનાબેન જેન્તી ગોરાવાએ કેરોસીન છાંટી દિવાસળી ચાંપી દેતા ગંભીર રીતે દાઝેલી લત્તાબેનને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાઈ છે.

લત્તાબેન ગોરાવાની પુછપરછ દરમિયાન પોતાના ઘરે રસોઈ બનાવતી હતી ત્યારે પતિ ગોવિંદ ગોરાવાએ કેમ આટલુ મોડુ થયું તેમ કહી ઝઘડો કર્યા બાદ ગોવિંદ ગોરાવા અને જમનાબેન ગોરાવાએ જીવતી સળગાવી દીધાનું જણાવ્યું હતું.

વિંછીયા પીએસઆઈ ડીએલ ખાચર સહિતના સ્ટાફે લત્તાબેન ગોરાવાની ફરિયાદ પરથી પતિ ગોવિંદ ગોરાવા અને સાસુ જમનાબેન ગોરાવા સામે હત્યાની કોશીષનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.