Abtak Media Google News

સમગ્ર કાંડની પોલીસને બદલે નિવૃત્ત જજના અઘ્યક્ષ સ્થાને સીટની રચના કરીને તપાસ કરાવવાની માંગ

યુવરાજસિંહ ઉપર દાખલ કરાયેલ કેસ પાછો ખેચીને નિવૃત ન્યાયાધીશની અઘ્યક્ષતામાં સીટની રચના કરી તપાસ શરુ કરવામાં આવે તેવી આમ આદમી પાર્ટીએ જીલ્લા કલેકટરને આવેદન પાઠવીને માંગ ઉઠાવી છે.

આવેદનમાં આપના શહેર પ્રમુખ દીશેન જોશીએ જણાવ્યું છે કે રાજય સરકાર સ્પર્ધાત્મક પરીક્ષાઓ લેવામાં અનેક વખત નિષ્ફળ રહી છે. અનેક પેપર ફુટયા અને પરિક્ષાઓ રદ કરવી પડે ત્યારે રાજય સરકાર શરમજનક સ્થિતિમાં મુકાઇ છે. અનેકો યુવાનોની તૈયારી ઉપર  આશા અરમાનો ઉપર પાણી ફરી વળ્યું છે. આવા દરેક પ્રસંગે યુવરાજસિંહ જાડેજાએ પુરાવા જાહેર કર્યા એનાથી સરકારને ગુનેગારો સુધી પહોચવાની કડી મળી.

એ વાત અલગ છે કે દરેક વખતે સરકારે નાની માછલીઓ પકડી અને મોટા મગરમચ્છો સુધી પહોચવાની તસ્દી જ ના લીધી.

ખરેખર તો રાજયના યુવાનોના સપનાને જીવનદાન આપવા એમની આશાઓ ટકાવી રાખવા બદલ યુવરાજસિંહનું બહુમાન થવું જોઇએ. એને બદલે જેમને કારણે કૌભાડીઓ પકડાયા એની તરફ તો સ્વાભાવિક જ કૌભાંડીઓ આંગળી ચીંધે જે ખુદ આરોપી છે એમના નિવેદનન આધારે યુવરાજસિંહને આરોપી બનાવવા ગુનો દાખલ કરવાને ધરપકડ કરી રિમાન્ડ માગવા એ રાજય સરકારની નિષ્ઠા વિશે શંકા ઉભી કરે છે.

રાજય સરકાર યુવરાજસિંહ તરફ સંપૂર્ણ ઘ્યાન વાળીને મુખ્ય મોટા માથાઓ જે અત્યાર સુધીના પેપર લીક ડમી કાંડ અને બોગસ ભરતીઓ સાથે સંકળાયેલા હોય એમને બચાવવા તો નથી માગતીને? આમ આદમી પાર્ટીની માંગણી છે કે, યુવરાજસિંહ  પરનો કેસ તાત્કાલીક પાછો ખેચવામાં આવે., સમગ્ર કાંડની પોલીસ ને બદલે હાઇકોર્ટ- નિવૃત સુપ્રીમ ન્યાયાધીશની અઘ્યક્ષામાં સીટની રચના કરી તપાસ કરવામાં આવે.

તમામ પેપર લીક ડમી ભરતી પ્રમાણપત્રો સહીતની તમામ યુવાનોના ભવિષ્ય સાથે ચેડા કરતી બાબતો માટે સ્પેશ્યલ કોર્ટમાં ઝડપથી ચલાવી તટસ્થ ન્યાય કરવામાં આવે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.