Abtak Media Google News

ધોરાજી નગરપાલિકા કચેરીએ ભૂગર્ભગટરના પાણી રસ્તા પર ફરી વળ્યા હોવાથી મહિલાઓ રોષે ભરાયને નગરપાલિકા  કચેરીએ ઘસી આવીને હાય હાયના નારા લગાવ્યા હતા. છેલ્લા ઘણાં સમયથી ધોરાજીમાં વરસાદી પાણી ભરાયા હોવાથી અને સાથે ભૂગર્ભ ગટરનું પાણી ચેમ્બરમાં ઉભરાતું પાણી મુખ્ય માર્ગ પર ફરી વળ્યા છે. ત્યારે વોર્ડ નંબર પાંચ અને અંધારિયા વાડનાં લોકો ત્રાહિમામ પોકારી ઉઠાયા છે. ત્યારે ત્યાની મહીલાઓ પોતાની રજુઆત કરવા માટે પહોંચી નગરપાલિકા કચેરીએ અને નગરપાલિકા હાય નગરપાલિકા હાયનાં નારા લગાડીને રોષ વ્યકત કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.