Abtak Media Google News

કરોડો કડવા પાટીદારોના કુળદેવી ઉમિયા માતાજીના પ્રાગટય સ્થાન, તીર્થસ્થાન અને શકિતપીઠ સમાન ઉંઝા ખાતે ભવ્યાતિભવ્ય લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવનો શુભારંભ થઇ ચુકયો છે. અનંત વિભૂષીત જયોતિ પીઠાધીશ્ર્વર શારદાપીઠધીશ્ર્વર જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતિજી મહારાજના આશીવચન સાથે ભવ્યાતિભવ્ય મહોત્સવનો હર્ષોઉલ્લાસ સાથે શુભારંભ થયો છે. લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવએ સમગ્ર વિશ્ર્વમાં કડવા પાટીદાર સમાજને વિશ્ર્વની શ્રેષ્ઠ પ્રજા તરીકે પ્રસ્થાપિત કરશે લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવ સાથે સમગ્ર વિશ્ર્વના શ્રેષ્ઠ પ્રજા તરીકે પ્રસ્થાપિત કરશે લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવ સાથે સમગ્ર વિશ્ર્વના કલ્યાણની ભાવના દર્શાવવામાં આવી છે. ભવ્યાતિભવ્ય ધાર્મિક મહોત્સવ સાથે સમાજમાં જાગૃતિ  લાવવા માટે પણ વિવિધ કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

Whatsapp Image 2019 12 18 At 1.59.46 Pm

મા કુળદેવી ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવ ઉજવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો તે સાથે જ અત્યંત મહત્વપૂર્ણ કાર્યક્રમોની રુપરેખા તૈયાર કરવામાં આવી હતી. લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવના ચેરમેન તરીકે બાબુભાઇ જમનાભાઇ પટેલ (ધારાસભ્ય ભાજપ) તથા પ્રોજેકટ મેનેજર તરીકે આઇ.એ. એસ. મહેન્દ્રભાઇ પટેલની નિયુકત કરવામાં આવી હતી. લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવ અંતર્ગત ૪૫ જેટલી કમીટીની રચના કરવામાં આવી હતી. તમામ કમીટી દ્વારા માઇક્રો પ્લાનીંગ સાથે સેવા કાર્યો શરુ કરવામાં આવ્યા હતા.

7537D2F3 15

લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવમાં દિપ પ્રાગટય પ્રસંગે મણીદાદાએ જણાવ્યું હતું કે લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવ માત્ર પાટીદાર સમાજનો ઉત્સવ નથી પરંતુ દરેક જ્ઞાતિ, દરેક સમાજ, દરેક ધર્મ અને સંપ્રદાયના અનુયાઇઓ માટે પણ પ્રેરણાદાયી ઉત્સવ બની રહેશે. આ અવસરે ઉત્સાહભેર જોડાયેલી મહિલાઓએ મહોત્સવને લઇ પોતાની ખુશી ‘અબતક’ના માઘ્યમથી વ્યકત કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.