Abtak Media Google News

લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવમાં દલિત સમાજના રસીકભાઈ વાઘેલા અને તેમના પત્નિ વર્ષાબેન વાઘેલાએ એક પાટલો નોંધાવ્યો છે. જેથી સમાજીક સમરસતાનું ઉદાહરણ અહીં જોવા મળ્યું છે. કુળદેવી ઉમિયા માતાજી સંસ્થાનના અધ્યક્ષ મણિદાદા અને મહામંત્રી દિલિપ નેતાજીએ રસીકભાઈ વાધેલા અને વર્ષાબેન વાધેલાનું ખેસ પહેરાવી અને પ્રસાદ આપી સન્માન કર્યું છે. રસીકભાઈ વાઘેલાએ બીજા ત્રણ પાટલા નોંધાવવા બીજા દલિત સમાજના શ્રધ્ધાળુઓને સમજાવવા પ્રયાસ કરશે અને રુપીયા ૨૦૦ ની હુંડી ઘેર ઘેર દિવો માટે પ્રચાર પ્રસાર કરવાનું પણ વચન આપ્યું હતું. રસીકભાઈ દ્વારા સમાજ માટે સમુહલગ્ન, એજ્યુકેશન કેળવણી, વ્યસન મુક્તિ અભિયાન, સતર્કતા જાગૃતિ જેવા  સેવા કાર્યો કરવામાં આવે છે.

આ ધાર્મિક કાર્યક્રમ પાછળ યુવા પેઢીમાં સમાજ પ્રત્યેની ભાવનાને દ્રઢ બનાવવાનો ઉદેશ: અરવિંદ પટેલ

Img 20191114 Wa00140

લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવના મીડીયા કમીટીના કન્વિનર અરવિંદભાઈ પટેલે (મેપ રિફોઈલ્સ ઈન્ડિયા લી.) જણાવ્યું હતું કે વિશ્વના ૧૨૭ દેશમાં વસતા કડવા પાટીદારોને માનું તેડું મોકલવામાં આવ્યું છે. દેશભરમાં અને વિદેશોમાં માનું તેડુંના ઉમળકાભેર અને અકલ્પનિય વધામણા કરી કડવા પાટીદાર સહિત તમામ સમાજના લોકોએ લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવ પ્રત્યે ભારે ઉત્સાહ વ્યક્ત કર્યો હતો. લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવને સફળતાપુર્વક પાર પાડવા માટે વિવિધ ૪૫ જેટલી કમીટી દ્વારા છેલ્લા છ માસથી તનતોડ મહેનત કરવામાં આવે છે. લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવ એ માત્ર  ધાર્મિક કાર્યક્રમ નથી,લક્ષચંડી મહોત્સવ દ્વારા કડવા પાટીદાર સમાજની યુવા પેઢી સંસ્કારી બને,નીતી,ચારીત્ર્ય અને પ્રામાણિકતાની પરંપરાને નવી પેઢી જાળવી રાખે,યુવા પેઢીમાં સમાજ પ્રત્યેની ભાવના વધારે દ્રઢ બને તેવા વિવિધ ઉદ્દેશો રહેલા છે.

શોભાયાત્રા બાદ ભૂદેવોના આશિર્વાદ લેતાં ગોવિંદભાઈ વરમોરા

Img 20191202 Wa0055

ઉંઝા ખાતે લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવ અંતર્ગત નીજ મંદિર મુકામેથી જયોતને માતાજીની મૂર્તિ સાથે રથમાં પધરાવીને મંદિર મુકામેથી યજ્ઞપૂર્ર્વે તા. ૧ થી ૧૬ સુધી ચંડીપાઠ કરવા માટે પાઠશાળાએ પ૧૦૦ જવારા સાથે શોભાયાત્રા નીકળી હતી.  શોભાયાત્રા બાદ મુખ્ય યજમાન ગોવિંદભાઇ વરમોરા (સનહાર્ટ ગ્રુપ) એ ભૂદેવોના આર્શીવાદો પ્રાપ્ત કર્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.