Abtak Media Google News

વિરાણી હાઈસ્કુલમાં ૨૦મીથી બે દિવસ ટ્રેડ મેનિફેસ્ટ્રોનુ આયોજન: શિક્ષણ મંત્રી ચુડાસમાના હસ્તે થશે ઉદ્ઘાટન

રાજકોટની જાણીતા જીનિયસ ઈંગ્લીશ મિડિયા સ્કૂલ અને જય ઈન્ટરનેશન સ્કૂલના ધો.૧૧ કોમર્સના વિદ્યાર્થીઓ દ્વારા વર્ષોની પરંપરા અનુસાર વર્ષાતે ટ્રેડ ફેરનું ભવ્ય આયોજન  કરવામાં આવી રહ્યું છે. જીનિયસ ગ્રુપ એક એેવી શૈક્ષણીક સંસ્થા છે જે વિદ્યાર્થીઓને તેમના વિદ્યાર્થીકાળ દરમિયાન એવી વિશેષ તાલિમ આપે છે કે જે તેમને  ભવિષ્યમાં નોકરી કે વ્યાવસાયિક ક્ષેત્રે સફળતા મેળવવા માટે સહાયક સાબિત થાય છે.

દર વર્ષની જેમ આ વર્ષો પણ જીનિયસ ઈંગ્લીશ મિડિયા સ્કૂલ અને જય ઈન્ટનેશનલ સ્કૂલના ધોરણ-૧૧ વાણિજય પ્રવાહ ના વિદ્યાર્થીઓ દ્વારા ટ્રેડ મેનિફેસ્ટો ૨૦૧૯-૨૦નું તારીખ ૨૦ થી ૨૨ ડિસેમ્બર દરમિયાન વિરાણી હાઈસ્કુલના મેદાન માં આયોજન કરવામાં આવી રહ્યું છે. આ ટ્રેડ મેનિફોસ્ટોની વિશેષતા એ છે કે આ તમામ આયોજન શિક્ષકોના માર્ગદર્શન હેઠળ જીનિયસ ઈંગ્લીશ મિડિયા સ્કૂલ અને જય ઈન્ટરનેશન સ્કૂલના ધોરણ ૧૧ કોમર્સના વિદ્યાર્થીઓ દ્વારા જ કરવામાં આવશે.ગત વર્ષે ટ્રેડ મેનિફેસ્ટોને લોકોનો અદ્દભુત પ્રતિસાદ મળ્યો હતો અને આ વર્ષે પણ અપ્રતિમ પ્રતિસાદની અપેક્ષા છે.

ટ્રેડ મેનિફેસ્ટો ૨૦૧૯-૨૦માં વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સ્ટોલ ગોઠવવામાં આવશે.જેમાં ગેમ ઝોન,ફીયર ફાઈલ મેન-વૃમન એેસેસરીઝ ,આર્ટએન્ડ હેન્ડિક્રાફટ,કલર યોર સેલ્ફ,લક બાય ચાન્સ,કેકઓ હોલિક, સ્ટોક માર્કેટ અને ઈ- બેન્કિગ વિશે માહિતી,તેમજ સ્વાદ અને ખાણી-પીણીના શોખીનો માટે ફુડ ઝોેન વગેરે જેવા આકર્ષણ ઉપરાંત ટોક મેનિફેસ્ટોમાં મુલાકાત લેનાર શહેરીજનો માટે યાદગાર સાબીત થશે.

7537D2F3 15

આ આયોજન સંપુર્ણપણે વિદ્યાર્થીઓ દ્વારા સંચાલીત છે. સ્ટોલની ગોઠવણી, પ્રદર્શીત વસ્તુઓની પસંદગી તેની ખરીદી,તેની કિંમત નકકી કરવી તેમજ વેચાણની માહિતી રાખલી અને સમગ્ર આયોજન દરમિયાન કેવા પ્રકારના કાર્યક્રમો અને ટેલેન્ટ શોના આયોજન રજુ કરવા,  તે તમામ બાબતો અને વ્યવસ્થાઓ ૧૧ કોમર્સના વિદ્યાર્થીઅ દ્વારા જકરવામાં આવનાર છે.પ્રદર્શન તા.૨૦ થી ૨૨ ડિસેમ્બર દરરોજ સવારે ૦૯ થી બપોરે ૦૧ કલાકે સુધી વિરાણી હાઈસ્કુલના મેદાન, ટાગોર રોડ ખાતે ખુલ્લુ રહેશે. જેમાં પ્રવેશ નિ:શુલ્ક હોય તમામ નાગરીકોને લાભ લેવા અનુરોધ કરવામાં આવે છે.

ટ્રેડ મેનિફેસ્ટો ૨૦૧૯-૨૦માં વિદ્યાર્થીઓના આયોજનની સરાહના કરવા અને તેમને પ્રોત્સાહન આપવા રાજકોટની પ્રજાને તેમજ સર્વે વાલીગણ અને મિત્રવર્ગને સંસ્થાના ચેકમેન શ્રી ડી.વી.મહેતા અને સીઈઓ ડીમ્પલબેન મહેતા, જીનિયસ ઈંગ્લીશ મિડિયમ સ્કૂલના એકેડમિક હેડ કાજલ શુકલ,જય ઈન્ટરનેશનલ સ્કૂલના અકેડમિ હેડ વિપુલ ધન્વા તેમજ જીનિયસ સ્કુલ અને જય ઈન્ટરનેશનલ સ્કૂલ પરિવાર દ્વારા ભાવભીનું આમંત્રણ પાઠવવામાં આવે છે.આપની ઉપસ્થિતી વિદ્યાર્થીઓને નવુ જોમ અને આત્મબળ પુરૂ પાડશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.