Abtak Media Google News

પાણીના ધાંધીયાથી રોષે ભરાયેલા મહિલાના ટોળાએ મામલતદારને આવેદન પાઠવી સુત્રોચ્ચાર કર્યો

લખતરમાં પાણી માટે મહિલા ઓ ને ઠેરઠેર ભટકવુ પડેછે આથી રોસે ભરાયેલી મહીલા ઓ એ પંચાયત ના મહીલા સભ્ય નમેદા બેન પટેલ ને રજુઆત કરી હતી આથી તેઓ મહીલા ઓની આગેવાનિ લઇ તાલુકા મામલતદાર ઓફીસે ગયા હતા અને ત્યાં મામલતદારને આવેદન પાઠવ્યું હતું.

લખતર માં છેલ્લા ઘણા ટાઈમ થી  પાણીના આવતું હોય અને લોકો વારંવાર રજુઆત કરવા આવતા હોય ત્યારે લખતર ગ્રામ પંચાયત ના હોદેદારો અને કર્મચારીઓ પણ દ્વારા લોકોને તમને શોખ છે તેવું કહે છે લખતર લખતરિયાશેરી કુંભાર શેરી ની ૪૦ થી ૫૦ મહિલાઓ પહેલા લખતર ગ્રામ પંચાયત એ રજુઆત કરવા ગયા હતા પરંતુ લખતર ગ્રામ પંચાયત માં સરપંચ ઉપ સરપંચ હાજરના હોય લખતર મામલતદાર કચેરીએ રજૂઆત કરવા દોડી ગયા હતા જ્યાં લખતર નાયબ મામલતદાર ને આવેદન અપાયું હતું ઉલ્લેખનીય છે કે આ ટોળા સાથે લખતર ગ્રામ પંચાયતના સદસ્ય નર્મદાબેન પરસોત્તમભાઈ પટેલ પણ સામેલ હતા જેમની આગેવાની નીચે લખતર ગામની મહિલાઓએ ઉગ્ર રજુઆત કરી સરપંચની હાય હાય બોલાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.