Abtak Media Google News

મહિલા આર્ટ્સ કોલેજ ઉનાનાં એનએસએસ યુનિટની દિકરીઓએ ઉના શહેરમાં ફરી લોકોને ‘માસ્ક’ પહેરવા અને સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા વિનંતિ સાથે અપીલ કરી હતી. તેમજ માસ્ક પહેરયા વગરનાં લોકોને જાતે માસ્ક પહેરાવ્યા હતા. કોરોનાનું સંક્રમણ દિન-પ્રતિદિન વધતુ જાય છે ત્યારે મહિલા કોલેજની એનએસએસ યુનિટની દિકરીઓએ લોકોને માસ્ક પહેરો, સુરક્ષિત રહો તેવી લોકોને બે હાથ જોડીને અપિલ કરી હતી અને લોકોને જાગૃત કર્યા હતા.

Advertisement

રાષ્ટ્ર એવાના આ ભગીરથ કાર્યમાં મહિલા કોલેજ ઉના એનએસએસ યુનિટની દિકરીઓ તેમજ પ્રોગ્રામ ઓફિસર પ્રો. ડો. લલિત બારૈયા તેમજ સહ પ્રોગ્રામ ઓફિસર વર્ષાબેન મોરી સહભાગી બન્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.