Abtak Media Google News

વિમેન્સ વિંગ તથા ફેકલ્ટીનું શ્રેષ્ઠીઓ દ્વારા સન્માન કરાયું

સૌરાષ્ટ્ર-કચ્છમાં કલબ યુવી નવરાત્રી મહોત્સવ, સાંસ્કૃતિક કલબ, બિઝનેસમેન વિગ અને હવે તો વિમેન્સ વિંગથી પણ કલબ યુવી જાણીતી થઈ ગયેલ છે તે વિમેન્સ વિંગ દ્વારા વિમેન્સ એમ્પાવરમેન્ટ-પર્સનાલીટી ડેવલોપમેન્ટ પ્રોગ્રામનું ભવ્ય આયોજન થયેલ છે તે પ્રોગ્રામ કાર્યરત કરવા માટે વિમેન્સ વિંગની વર્કિંગ કમિટી, ફેકલ્ટીનું કલબ યુવી પાટીદાર પરીવારના શ્રેષ્ઠીઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું છે.

Advertisement

કલબ યુવીના એમ.ડી.મહેન્દ્ર ફડદુએ જણાવેલ કે, કલબ યુવી વિમેન્સ વિંગની વર્કિંગ કમિટીએ ડાયનામીક યોગા, ઈન્ટરનેશનલ વિમેન્સ ડે અન્વયે મોટીવેશ્નલ સ્પીકર દિપાલી પટેલનો કાર્યક્રમ તથા કલબ યુવી વિમેન્સ વિગ દ્વારા વિમેન્સ માટે એમ્પાવરમેન્ટ-પર્સનાલીટી ડેવલોપમેન્ટનો ૪૦ કલાકનો પ્રોગ્રામ ચલાવવામાં આવી રહ્યો છે. આ પ્રોગ્રામની સંપૂર્ણ ડિઝાઈન ફર્સ્ટ આઈડીયા ગ્રુપના એમ.ડી.કિરણભાઈ પટેલ અને તેમની ટીમના નિલેષભાઈ ટીટીયા, કિંજલ તલસાણીયા, રત્ના મંડિર, ક્રિષ્ના દલસાણીયા, ટેઈનર હિરેન જોષી, સંદિપ દવે, જે.વી.શાહ, ડો.આરતી વાછાણી, કિંજલ કીયાડા દ્વારા કરવામાં આવેલ છે. તેમાં વિમેન્સને સ્ટેસ મેનેજમેન્ટ, એન્ગર મેનેજમેન્ટ, હેર, સ્ક્રીન અને ડ્રેસીંગ એટીકેટ, હેલ્થ હાઈજીન, પર્સનાલીટી ડેવલોપમેન્ટ, કોમ્યુનિકેશન સ્કીલ, ઈમેજ મેનેજમેન્ટ સહિતના મહત્વના વિષય પર ટ્રેઈન કરવામાં આવે છે. આ કાર્યક્રમને મહિલાઓનો ખુબ જ બહોળો પ્રતિભાવ મળી રહ્યો છે.

આ પ્રસંગને સેલીબ્રેટ કરવા માટે કલબ યુવી તરફથી ગુજરાતી કોમેડી નાટક પટેલને રોકે એને ભગવાન ટોકે નાટકનું આયોજન કરેલ. જે દરમ્યાન કલબ યુવીના શ્રેષ્ઠીઓ એવા મનસુખભાઈ પાણ, પુષ્કરભાઈ ડઢાણીયા, ભાવેશભાઈ ફડદુ, ચંદુભાઈ સંતોકી સહિતના પાટીદાર આગેવાનોના હસ્તે કલબ યુવી વિમેન્સ વિંગ્સના વિમેન્સ તથા ફેકલ્ટીનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ તકે કલબ યુવીના વા.ચેરમેન અને જાણીતા બિઝનેસમેન સ્મિતભાઈ કનેરીયાએ કલબ યુવી વિમેન્સ વિંગની અત્યાર સુધીની કામગીરીમાં મદદ‚પ થયેલ નલીનભાઈ કોલેજ ગ્રુપ, દિપાલીબેન પટેલ, મોટીવેશ્નલ સ્પીકર, કથાકાર, ક્રિકેટર, મિતુલભાઈ ધોળકીયા, અમિતભાઈ દવે, નિરવ કનેરીયાનો આભાર માન્યો હતો.

કલબ યુવીના બોર્ડ ઓફ ડાયરેકટરો મૌલેશભાઈ ઉકાણી, સ્મિતભાઈ કનેરીયા, મહેન્દ્રભાઈ ફડદુ, ભુપતભાઈ પાચાણી, શૈલેષભાઈ માકડીયા, એમ.એમ.પટેલ, જવાહરભાઈ મોરી, જીવનભાઈ વડાલીયા, મનુભાઈ ટીલવા, કાંતીભાઈ ઘેટીયા તરફથી સતત માર્ગદર્શન મળી રહેલ છે. તથા કલબ યુવી વિમેન્સ વિંગની વર્કિંગ કમિટીમાં જોલી ફડદુ, સોનલ ઉકાણી, સેજલ કાલાવડીયા, શીતલ ભલાણી, દિપાલીબેન પટેલ, શિલ્પા દલસાણીયા, નિપા કાલરીયા, ‚િચ મકવાણા, બિના માકડીયા, વૈશાલી ઓગાણજા, દિપ્તી અમૃતિયા, નિશા લાલાણી, રેખા વૈષ્નાણી કાર્યરત છે.

સમગ્ર કાર્યક્રમનું યુવી કલબ સંકલન કમિટીના સભ્ય કાંતિભાઈ ઘેટીયા, સંદિપભાઈ માકડિયા, સુરેશભાઈ ઓગણજા, અજય દલસાણીયા, બિપીન બેરા, પ્રફુલ કાથરોટીયા, આશિષ વાછાણી, રેનિક માકડિયા, જય કડીવાર સુંદર આયોજન કરેલ અને નાટકના કલાકારોને તેમના હસ્તે સન્માન કરવામાં આવેલ. આભારવિધિ કાંતિભાઈ ઘેટીયાએ તથા પ્રોગ્રામનું સંચાલન મેહુલભાઈ ચાંગેલાએ કરેલ હતું.

અંતમાં એમ.ડી. મહેન્દ્ર ફડદુએ જણાવ્યું કે, કલબ યુવીને મેઘધનુષી ઉંચાઈએ પહોંચાડવામાં સ્પોન્સર્સ તથા સમગ્ર બોર્ડ ઓફ ડાયરેકટર્સ તેમજ ૧૦૮ની ટીમના સતત દસ વર્ષના ભગીરથ કાર્યનું ફળ છે. જે માટે સમગ્ર પાટીદાર પરીવાર તેઓનો આભારી રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.