લકડી કી કાઠી.. કાઠી પે ઘોડા.. રમકડાં ઉદ્યોગના વિકાસ માટે પથરાતી લાલ જાજમ

રૂ.૨૩૦૦ કરોડના ખર્ચે આઠ ટોય મેન્યુફેકચરીંગ કલ્સ્ટર વિકસાવવાને સરકારની મંજૂરી

૨૭મી ફેબ્રૂઆરીથી ૨ માર્ચ સુધી વિશ્વનો સૌથી મોટો વર્ચ્યુઅલ ટોય ફેર ભારતમાં યોજાશે

રમકડાની સ્થાનિક માંગ સંતોષવાની સાથે નિકાસનું વૈશ્વિક હબ બનવા પણ ભારત સક્ષમ

દેશભરમાં કુલ ૩૫ ટોય કલ્સ્ટર ઉભા કરવાનો સરકારનો લક્ષ્યાંક

લકડી કી કાઠી, કાઠી પે ઘોડા ઘોડે કે દુમ પે જો મારા હથોડા, દોડા…દોડા… દોડા… દોડા દુમ ઉઠાકે દોડા… ઘોડા પર રચાયેલું આ બાળગીત રમકડાં ઉદ્યોગ પર બિલકુલ બંધ બેસે છે. કારણ કે, દુમ મારીએ તો ઘોડો દોડે અને હાલ, જો રમકડાં ઉદ્યોગને પણ ઘોડાની જેમ દોડાવવો હોય, તો દુમ રૂપી તેને ‘બળ’ આપવું જ પડશે. ભારતમાં રમકડાની ખૂબ માંગ છે. જેને સંતોષવા સ્થાનિક ઉત્પાદનને બદલે આયાત કરવી પડે છે. કુલ માંગના લગભગ ૯૮ ટકા જેટલા રમકડા ચીનમાંથી આયાત થાય છે. એમ પણ કહી શકાય કે, ભારતના રમકડા ક્ષેત્રે ડ્રેગને જેટલી ‘પાંખો’ ફેલાવી છે એટલો વ્યાપ લગભગ બીજા કોઈ ક્ષેત્રમાં જમાવ્યો નથી. આનાથી આપણા વિદેશી હુંડીયામણને પણ મોટો ફટકો પડી રહ્યો છે. પરંતુ હાલ, મોદી સરકારનાં નેતૃત્વમાં શરૂ થયેલા આત્માનિર્ભર ભારત અભિયાન અંતર્ગત રમકડાં ઉદ્યોગનાં વિકાસ માટે લાલજાજમ પથરાઈ છે. દેશમાં આઠ ટોય મેન્યુફેકચરીંગ પાર્ક વિકસાવવાને સરકારે લીલીઝંડી આપી દીધી છે.

ભારતમાં રમકડાની બહોળી માંગ અને તેને સંતોષવાની ક્ષમતા અવશ્ય છે જ. પરંતુ યોગ્ય આંતરમાળખાકીય સુવિધા પ્રદાન ન થતા અને પુરતુ ધ્યાન ન દેવાતા રમકડા ઉદ્યોગની માઠી થઈ છે. ગુજરાતમાં સાબરકાંઠાનું ઈડર લાકડાના રમકડા માટેનું હબ ગણાય છે. પરંતુ પુરતી સવલતોનાં અભાવે આજે આ ઉદ્યોગ મરણ પથારીએ છે. જો આ ઉદ્યોગફરી ધમધમતો થઈ જાય, તો આયાતની જગ્યાએ આપણે વિદેશોમાં રમકડાંની નિકાસ પણ કરી શકીએ છીએ. આનાથી વિદેશી હુંડિયામણ વધશે તો સ્થાનિક ઉત્પાદકો વૈશ્ર્વિક નામના પણ મેળવી શકશો. ભારત પાસે વૈશ્ર્વિક ટોય હબ બની ડ્રેગનને પછાડવાની પણ વિપુલ તકો રહેલી છે. જેને હડપી આ દિશા તરફ કામ કરવા સરકારે પ્રયાસો હાથ ધરી દીધા છે.

આ અંતર્ગત દેશમાં રમકડા ઉત્પાદન માટે આઠ કેન્દ્રો રૂપીયા ૨૩૦૦ કરોડના ખર્ચે ઉભા થશે. આઠેય કેન્દ્રો પર લાકડા, ફેબ્રીક, બાંમ્બુ તેમજ તાડપત્રીથી બનતા વિભિન્ન રમકડાઓ બનશે.ભારતને ટોપ સેકટર માટેનું વૈશ્ર્વિક હબ બનાવવા ડીપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઈન્ડસ્ટી એન્ડ ઈન્ટર્નલ ટેન્ડ તેમજ એમએસએમઈ મંત્રાલયે પ્રયત્નો હાથ ધર્યા છે જે હેઠળ વિવિધ યોજનાઓ પણ બહાર પાડવામાં આવશે.

સુષ્મ, નાના અને મધ્યમકક્ષા ઉદ્યોગ માટેના મંત્રાલયે આ અંગે વિગતો આપતા જણાવ્યું છે કે, મધ્યપ્રદેશમાં ત્રણ, રાજસ્થાનમાં બે, કર્ણાટક, ઉતરપ્રદેશ અને તમિલનાડુમાં એક એક એમ કુલ આઠ ટોય મેન્યુફેકચરીંગ કલ્સ્ટર ઉભા થશે. જેમાંથી સ્ફૂર્તિ સ્કીમ ભારતના જુના અને પરંપરાગત ઉદ્યોગને ફરી બેઠા કરવા માટે સ્ફૂતિ યોજના હેઠળ નાણાંકીય સહાય પૂરી પાડવામાં આવે છે. હેઠળ કર્ણાટકમાં ટોય કલ્સ્ટર બનાવવાનું શરૂ પણ થઈ ગયું છે.રમકડાનાં ઉત્પાદન માટે ઉત્પાદકોને વેપારીઆને સ્ફૂર્તિ સ્ક્રીમ હેઠળ નાણાંકીય સહાય ઉપરાંત સ્કીલ ડેવલપમેન્ટ, ઉત્પાદન ક્ષમતા વધારવા, રીહાઉસીંગ ફેસેલીટી, માર્કેટીંગ તેમજ ઈ-કોમર્સ બીઝનેશ માટે પણ મદદ પુરી પાડવામાં આવશે. એમએસએમઈ મંત્રાલયે જણાવ્યું કે, દેશમાં કુલ ૩૫ ટોય કલ્સ્ટર ઉભા કરવાનો અમારો લક્ષ્યાંક છે. તેમજ આ ક્ષેત્રને આગળ ધપાવવા ઉત્પાદકોને પ્રોત્સાહિત કરવા દેશમાં વિશ્ર્વનો સૌથી મોટો ટોય ફેર ૨૦૨૧ યોજાનાર છે.

જે વર્ચ્યુઅલી ૨૭મી ફેબ્રુઆરીથી બીજી માર્ચ સુધી યોજાશે. દેશભરમાંથી અંદાજે ૧૦૦૦ જેટલા ઉત્પાદકો વેપારીઓ ભાગ લેશે. આ ટોય ફેરમાં દેશની પરંપરાગત શૈલીને ઉજાગર કરવા વિભિન્ન રમકડાઓ પ્રદર્શિત કરાશે.