Abtak Media Google News

આજના આધુનિક યુગમાં શિક્ષણનું સ્તર ઉંચે જઈ રહ્યું છે. જેના ભાગરૂપે અવનવી આધુનિક સુવિધાઓથી સજ્જ શાળાઓ તેમજ કોલેજોનું નિર્માણ થઈ રહ્યું છે. ત્યારે ખાસ મેડિકલ કોલેજો પણ મોટી સંખ્યામાં બની રહી છે. જેના ભાગરૂપે ગુજરાતના રાજકોટ શહેરમાં કામદાર હોમિયોપેથી કોલેજનું ભવ્ય કેમ્પસમાં નિર્માણ થયું છે. ખાસ આજના સમયમાં નિર્માણ થયું છે. ખાસ આજના સમયમાં એલોપથી દવાતી લોકો સારવાર લેવાનું વધુ પસંદ કરતા હોય છે પરંતુ હવે ધીમે-ધીમે હોમિયોપેથી સારવાર તરફ વળી રહ્યાં છે. જેનું મુખ્ય કારણ એ છે કે હોમિયોપેથી દવાની કોઈ આડઅસર હોતી નથી તેમજ આ હોમીયોપેથી સારવાર મોંઘી પણ હોતી નથી.આ ઉપરાંત એલોપથીની જેમ જ હાલ હોમિયોપેથી સેકટરમાં ઘણી બધી કારકિર્દીની તકો રહેલી છે. તેમજ તેમાં સુરક્ષિત ભવિષ્ય હોવાને લીધે પણ આજના વિદ્યાર્થીઓ આ ફિલ્ડને વધુ પસંદ કરી રહ્યાં છે. કામદાર હોમિયોપેથી કોલેજના ઈન્ફ્રાસ્ટ્રકચર તેમજ સુવિધાઓની વાત કરવામાં આવે તો ડીપીએસ સ્કુલની બિલકુલ સામેના વિળ કેમ્પસમાં અદ્યતન બિલ્ડીંગમાં કોલેજ આવેલી છે. આ સાથે જ આ કોલેજની મુખ્ય વિશેષતા એ છે કે તેમાં સપોર્ટીંગ પાર્ટ તરીકે કામદાર હોમિયોપેથી હોસ્પિટલ આઈપીડી, ઓપરેશન થીએટર, ફિઝિયોથેરાપી ડિપાર્ટમેન્ટ, સર્જરી વોર્ડ, એકસ-રે વગેરેથી સજ્જ છે. જેથી વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન પણ મળી રહે છે.આ ઉપરાંત કોલેજમાં અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ કલાસ‚મ, લાયબ્રેરી, સેન્ટ્રલ કલીનીક લેબોરેટરી, ડિસેકશન રૂમ કમ એનાટોમી મ્યુઝિયમ, એનાટોમી લેબ, ફાર્મસી લેબ, ફિઝિયોલોજી લેબ બધી જ ફેસિલીટી તેમજ પ્રેક્ટિકલ સાધનોથી સજ્જ છે જેથી કરીને વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલના અભ્યાસ દરમિયાન પુરતી માહિતી તેમજ માર્ગદર્શન મળી રહે છે.અહીં આધુનિક કેમ્પસ, સ્ટાન્ડર્ડ પેરામીટરના વિવિધ સાધનો, આધુનિક લેબ, ઓપરેશન થીયેટર ઉપરાંત ખૂબજ સારો સ્ટાફ પણ છે. આ સ્ટાફ પ્રોફેસર, લીડર તેમજ લેકચરરની કેટેગરીમાં વિભાજીત છે જેથી વિદ્યાર્થીઓને અભ્યાસમાં સરળતા રહે છે.હાલ ગુજરાતમાં એડમીશન માટે ૭૫ ટકા સીટ ગવર્મેન્ટ મેરીટમાંથી તેમજ ૨૫ ટકા સીટ મેનેજમેન્ટ કવોટાની હોય છે એના આધારે અહીં એડમિશન પ્રોસેસ થઈ રહી છે અને એડમીશનની છેલ્લી તારીખ ૮મી નવેમ્બર છે.આ તકે કોલેજના પ્રિન્સીપાલ ડો.યજ્ઞેશ શર્માએ જણાવ્યું હતું કે, હોમિયોપેથી ફિલ્ડમાં જોબ ઓપર્ચ્યુનીટી ઘણી છે. તેમજ એલોપથી મેડિકલ ઓફિસર જેટલું જ પે હોમીયોપેથી મેડિકલ ઓફિસરને મળેલું છે જેથી કોઈ તફાવત રહ્યો નથી.આ ફિલ્ડમાં જોબ ઓપર્ચ્યુનીટી પણ ઘણી સારી છે. ગર્વમેન્ટ જોબ ઉપરાંત નોન મેડિકલ ક્ષેત્રે પણ જેમ કે ઈન્સ્યોરન્સ કંપની વગેરેમાં પણ જોબના ચાન્સ હોવાથી વિદ્યાર્થીઓ આ ફિલ્ડમાં આવી રહ્યાં છે. ઉપરાંત કોલેજની વિશિષ્ટતાઓ ઈન્ફ્રાસ્ટ્રકચર, સ્ટાફ તેમજ એડમિશન પ્રોસેસ વિશે વધુ માહિતી આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.