ગોંડલ માર્કેટ યાર્ડમાં મજૂરોએ વધુ મજુરી માંગતા ઘઉંની હરાજી અટકી

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની આવક પણ શરૂ થઈ છે ત્યારે ઘઉં વિભાગમાં મજૂરીકામ કરતા શ્રમિકો દ્વારા ઘઉંના કટાની મજૂરીમાં વધારાની માંગ કરાતાં ઘઉંની હરાજી બંધ થઈ હતી સામે મજૂરોએ પણ હડતાલ શરૂ કરાતા ઘઉં વિભાગના કામકાજ અટકયા હતા.

શ્રમિકો દ્વારા ઘઉંના કટ્ટાની મજુરી માં 75 પૈસા વધારાની માંગ કરાતા શ્રમિકો વેપારીઓ અને ખેડૂતો વચ્ચેની મડાગાંઠ સર્જાવા પામી હતી જેને લઇ માર્કેટિંગ યાર્ડમાં ઘઉં ની હરાજી બંધ થતાં શ્રમિકો વેપારીઓ અને ખેડૂતો યાર્ડ ની ઓફિસ ખાતે ચેરમેન ગોપાલભાઈ શિંગાળા પાસે ધસી ગયા હતા ચેરમેન દ્વારા સમજૂતીથી મજૂરી ના પ્રશ્ન નું નિરાકરણ લાવવા સૂચન કરાયું હતું પરંતુ કોઈ પક્ષ ન માનતા ઘઉં ની હરાજી ફરી શરૂ થવા પામી ન હતી ચેરમેન દ્વારા આવતીકાલે મજૂરી વધારે પ્રશ્ને મિટિંગનું આયોજન કરાયું છે બાદમાં રાબેતા મુજબ હરાજી શરૂ થઈ જશે તેઓ આશાવાદ વ્યક્ત કરાયો છે.