Abtak Media Google News

કામદારોની વીમા સુરક્ષા યોજના માટે ૭૮ દિવસ કામ કરનાર શ્રમજીવી યોગ્ય ગણાશે

સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસના કારણે જાહેર કરાયેલા લોક ડાઉન દરમિયાન લાખોની સંખ્યામાં બેકાર બનેલા કામદારોને ‘બેકારી ભથ્થુ’ મળી રહે તે માટે ઉઠેલી માગના પગલે વીમા સુરક્ષા કવચ ધરાવતા નોકરી ગુમાવના અને નોકરી ગુમાવવાનું જેઓને જોખમ છે તેવા તમામ કામદારોને અડધો પગાર ચુકવવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

કોરોના મહામારીના કારણે અનેક કામદારો બેરોજગાર બનતા આર્થિક પરિસ્થિતી કફોડી બની છે ત્યારે કામદારોને આર્થિક રાહત મળી રહે તે માટે થતી માગના પગલે કેન્દ્ર સરકાર મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. કામદારો દ્વારા ૩૧ માર્ચ સુધી સળંગ ૭૮ દિવસ સુધી ફરજ પર હાજર હોય તેમજ તેઓના વીમા પ્રિમિયમ ભરવામાં આવ્યું હોય તેવા તમામ કામદારોને ત્રણ માસ સુધી અડધો પગાર ચુકવવામાં આવી આશરે ૩૦ થી ૩૫ લાખ કામદારો માટે આર્થિક સમસ્યામાં રાહત સમાન બની જશે તેમ ભારતીય મઝદુર સંઘના કાર્યકારી સભ્ય દ્વારા જણાવવામાં આવ્યું છે.

લોક ડાઉન દરમિયાન મોટી સંખ્યામાં કામદારોને નોકરીમાંથી છુટા કરવામાં આવ્યા છે. તેમજ અનેક કામદારો નોકરી ગુમાવી પડે તેવી સ્થિતીમાં આવી જતા લાખો કામદારો કફોડી હાલતમાં મુકાયાની ભારતીય મઝદુર સંધ દ્વારા દહેશત વ્યકત કરી તમામને આર્થિક લાભ આપવાની માગ કરી હતી. કોરોનાના કારણે જાહેર થયેલા લોક ડાઉનના કારણે ૧૮ જુલાઇ સુધીમાં ૧૩.૭ ટકા કામદારો બેકાર બન્યા હતા જ્યારે ૧૬ ઓગસ્ટ સુધીમાં વધીને ૨૪.૬ ટકા બેકાર બન્યા હોવાથી બેકાર બનેલા કામદારોને બેકારી ભથ્થુ ચુકવવા માગ કરી હતી.

ઇએસઆઇરસી બોર્ડના સભ્ય અને ભારતીય મઝદુર સંધના રાષ્ટ્રીય કાર્યકારી સભ્ય દ્વારા થયેલી માગના પગલે નાણા મંત્રાલય અને નિતિ આયોગ બેકાર બનેલા અને બેકાર બનવાની ભીતી છે તેવા કામદારો માટે બેકારી ભથ્થુ ચકવવા માટે કેટલા કામદારો પાત્ર રહે તે અંગે લેવાયેલા નિર્ણયમાં જે કામદારનો વીમો લેવામાં આવ્યો હોય તેવા કામદાર દ્વારા ૧ ઓકટોમ્બરથી ૩૧ માર્ચ સુધીમાં ઓછામાં ઓછી ૭૮ દિવસની હાજરી હોય તેવા તમામ કામદારોને ત્રણ માસ સુધી અડધો પગાર મેળવવા હકદાર ગણાવવામાં આવ્યા છે.

કામદારો માટેની અટલ બિમિત વ્યક્તિ કલ્યાણ યોજનામાં પણ પેરફાર કરી ઉદારીકરણ કરવામાં આવી છે. ઇએસઆઇસી યોજનામાં નિશ્ર્ચિત મર્યાદા સુદીના કમાતા કામદારોને આવરી લેવામાં આવ્યા છે અને બેરોજગારી ભથ્થા માટે પમ હકદાર બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

કામદારના પગારની ૨૫ ટકા રકમ રાહત સ્વરૂપે કેટલીક શરતો સાથે ચુકવવામાં આવતી હતી તેમાં ફેરફાર કરી કામદારોને ૯૦ દિવસનીહાજરી અથવા પગારના ૫૦ ટકા રકમ ચુકવવા હકદાર ગણાવવામાં આવ્યા છે. જો કે કામદારનો છેલ્લા બે વર્ષનો વીમો લીધો હોવો જરૂરી ગણાવ્યો છે. તેમજ આયોજનાને ૩૦ જુન ૨૦૨૧ સુધી લંબાવવાનો નિર્ણય રાજય મંત્રીની અધ્યક્ષતાવાળી ઇએસઆઇસીની બેઠકમાં લેવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.