Abtak Media Google News

શાળા સલામતી સપ્‍તાહ ઉજવણીના ભાગરૂપે ગુજરાત રાજ્‍ય આપત્તિ વ્‍યવસ્‍થાપન સત્તા મંડળ ગાંધીનગરના ઉપક્રમે વલસાડ જિલ્લા ડિઝાસ્‍ટર ટીમ તથા જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીના સહયોગથી બાઇ આવાંબાઇ હાઇસ્‍કૂલ વલસાડ ખાતે લાઇવ ડેમોસ્‍ટ્રેશન કમ વર્કશોપ યોજાયો હતો.

30 6 18 Shala Salamati Saptah Valsad 1જેમાં ૬ બટાલીયન એન.ડી.આર.એફ.ના કેપ્‍ટન બુધારાના દેવાસી તથા તેમની ટીમ, જિલ્લા ડિઝાસ્‍ટર ટીમ વગેરેએ ઉપસ્‍થિત રહી જરૂરી માર્ગદર્શન આપ્‍યું હતું. એન.ડી.આર.એફ.ની ટીમે અકસ્‍માત સમયે રાખવાની થતી કાળજી તથા કુદરતી આપત્તિઓ જેવી કે, પૂર, આગ, ભૂકંપ વખતે લેવાના થતા પગલાં, અકસ્‍માત સમયે મેડીકલ ટીમ પહોંચે તે પહેલાં લેવાની થતી પ્રાથમિક સારવારની જાણકારી આપી હતી. શાળાના વિદ્યાર્થીઓએ તેમના પ્રતિભાવો રજૂ કર્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.