Abtak Media Google News

કાલે સમગ્ર રાજકોટ રેડ રિબન પીન અપ કરીને કોવિડ ૧૯ અને એઈડ્સ સામે જનજાગૃતિ ફેલાવે: અરૂણ દવે

Img 20201130 Wa0185

જન જન જાગે…એઈડ્સ ભાગે…

કાલે સાંજે ૫૦૦ લાલ ફુગ્ગાની રેડ રિબન હવામાં તરતી મુકાશે

૧લી ડિસેમ્બર વિશ્ર્વ એઈડસ દિવસ ઉજવણીનાં ભાગરૂપે એઈડ્સ પ્રિવેશન કલબ દ્વારા વિવિધ જનજાગૃતિ કાર્યક્રમો કોવિડ ૧૯ અને એચ.આઈ.વી. એઈડ્સ સાંકળીને યોજવામાં આવેલ છે. આજે વિરાણી સ્કુલ ખાતે ધો.૧૦-૧૨ના સાયન્સ કોમર્સનાં ૫૦૦ છાત્રો માટે વેબીનાર યોજવામાં આવેલ હતો. જેમાં છાત્રોના વિવિધ પ્રશ્ર્નો સંદર્ભે તજજ્ઞ અરૂણ દવેએ માર્ગદર્શન આપેલ સમગ્ર વ્યવસ્થા આચાર્ય હરેન્દ્રસિંહ ડોડીયા તથા શિક્ષક એ.બી. પંડિતે સંભાળેલ હતી.

કાલે વિશ્ર્વ એઈડ્સ દિવસે વિરાણી હાઈસ્કુલમાં વિશાળ રેડ રિબ્બન સવારે ૧૧ વાગે બનાવાશે બપોરે ૧૨ વાગ્યે જિલ્લા શિક્ષણ તાલીમ ભવનમાં ભાવી શિક્ષકોમાટે વેબીનાર સાથે સાંજે૫ વાગે સ્વામીનારાયણ મંદિર કાલાવડ રોડ ખાતેથી ૫૦૦ લાલ ફુગ્ગાની વિશાળ રેડરિબન હવામા તરતી મૂકાશે ડી.ઈ.ઓ. કચેરી સ્વનિર્ભર શાળા એસો. તથા નગર પ્રા. શિક્ષણ સમિતિનાં સહયોગથી શહેર જિલ્લાની એક હજાર શાળામાં રેડરિબન શિક્ષકો બનાવશે. સમગ્ર આયોજનમાં તા.૨ને બુધવારે જી.ટી.શેઠ કે.કે.વી.ચોક ખાતે વિશાળ રેડ કાપડ દ્વારા મોટી રીબીન શિક્ષકો બનાવશે તા.૩૧મી માર્ચ ૨૦૨૧ સુધી આગામી ચાર માસ કોવિડ ૧૯ અને એઈડ્સ બંનેની જનજાગૃતિ ફેલાવશે. સમગ્ર આયોજનમાં ચેરમેન અરૂણ દવે સેક્રેટરી વિશાલ કમાણીની રાહબરીમાં વર્કીંગ ટીમ આયોજન સંભાળી રહી છે. જોડાવા માંગતા કે કાર્યક્રમ યોજવા માંગતા લોકોએ અરૂણ દવે ૯૮૨૫૦ ૭૮૦૦૦ ઉપર સંપર્ક સાધવો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.