Abtak Media Google News

વી.વી.પી.ના જ્ઞાનકેન્દ્રમાં પુસ્તક દિનની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિતે ખાસ ઉપસ્થિત રહેલ લોક વિજ્ઞાન કેન્દ્રના માનદ નિયામક અને અનેક સામાજીક, શૈક્ષણિક, પર્યાવરણીય અને મેડિકલ પ્રવૃતિઓ સાથે જોડાયેલા ડો.રમેશભાઈ ભાયાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જણાવેલ હતું કે, આપણી ભુલાઈ ગયેલ સંસ્કૃતિને ઉજાગર કરવા માટે પુસ્તક ખુબ જરૂરી છે. અંતમાં તેમણે ડો.રંગનાથનના સુત્રનો ઉલ્લેખ કરી જણાવ્યું હતું કે, દરેક પુસ્તકને તેનો વાંચક અને દરેક વાંચકને તેનું પુસ્તક મળે તે આજના યુગની જરૂરીયાત છે. સાથે જ કહ્યું હતું કે, પુસ્તકમાં હોય છે તેવું સત્વ, તત્વ અને સામર્થય બીજે કયાંય જોવા મળતું નથી.

લાઈબ્રેરીયન ડો.તેજસ શાહે જણાવેલ કે વિશ્ર્વ પુસ્તક દિવસ નિમિતે વી.વી.પી. લાઈબ્રેરીમાં નવા બે પ્રકલ્પો શરૂ કરવામાં આવશે. જેમાં રીડ મી મને વાંચશો-પ્રકલ્પ અંતર્ગત ઈન્સ્ટીટયુશનલ રિપોઝીટરી સેવા શરૂ કરવામાં આવી હતી. હેલ્થ કોર્નર પ્રકલ્પ-જે અંતર્ગત સ્વાસ્થ્ય સંબંધિત વિવિધ વર્તમાનપત્રો મેગેઝીન્સમાં આવતા લેખોનું અલગ નોટિસ બોર્ડ બનાવી તેમાં આવા લેખો ડિસ્પ્લે કરવા અને ત્યારબાદ જરૂરી ઈન્ડેક્ષીંગ દ્વારા ફાઈલ બનાવી વિદ્યાર્થીઓને જરૂરીયાત મુજબ આપવાનું શરૂ કરવામાં આવશે.આ નિમિતે આયોજિત આધુનિક યુગમાં પુસ્તકનું મહત્વ વિષય પર આયોજીત નિબંધ સ્પર્ધાના વિજેતા વિદ્યાર્થીઓ પંડયા ભાવિક, કલ્યાણી પંડયા, અકબરી દિવ્યેશને ઈનામો તથા સર્ટીફીકેટ આપવામાં આવ્યા હતા.

કાર્યક્રમમાં વિભાગીય વડાઓ, કર્મચારીઓ તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા આચાર્ય ડો.જયેશભાઈ દેશકરના માર્ગદર્શન હેઠળ ગ્રંથપાલ ડો.તેજસભાઈ શાહ, જયેશભાઈ સંઘાણી, કલ્પેશભાઈ છાંયા, બકુલેશભાઈ રાજગોર, ધવલભાઈ જોશી, હિતેષભાઈ ત્રિવેદી, દિપેનભાઈ વ્યાસ, કેતનભાઈ પરમાર, કર્મચારીગણે ભારે જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમની સફળતા બદલ મેનેજીંગ ટ્રસ્ટી લલિતભાઈ મહેતા, ટ્રસ્ટી કૌશિકભાઈ શુકલ ડો.સંજીવભાઈ ઓઝા તથા હર્ષલભાઈ મણીઆરે શુભેચ્છાઓ પાઠવી હતી.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.