Abtak Media Google News

વિશ્વના સૌથી મોટા આઈસીસી ટૂર્નામેન્ટ માટે ન્યૂઝીલેન્ડે પોતાની 15 સભ્યોની ટીમની ઘોષણા કરી દીધી છે. ટીમમાં અનકેપ્ડ વિકેટકીપર અને બેટ્સમેન ટૉમ બ્લંડેલને સામેલ કરવામાં આવ્યો છે. ઉપરાંત ટિમ સિફર્ટને પણ મોકો મળ્યો છે, સિફર્ટ ઘરેલૂ ક્રિકેટ રમતી વખતે ઘાયલ થઈ ગયો હતો.

ટીમ ઘોષિત કર્યા બાદ કોચ ગૈરી સ્ટીડે કહ્યું કે વિલિયમસનની કપ્તાનીમાં અમારી ટીમે કેટલીય વાર સારં પ્રદર્શન કર્યું છે. મને વિશ્વાસ છે કે અમારી ટીમ ઈંગ્લેન્ડમાં ચમક દેખાડશે. તેમણે કહ્યું કે 15 ખેલાડીઓ સાથેની અમને એવી ટીમ મળી છે જે અમને ખિતાબ અપાવી શકે છે. ન્યૂઝીલેન્ડ વનડે રેંકિંગમાં ત્રીજા સ્થાન પર છે. આ ટીમ એક વાર પણ ફાઈનલમાં જગ્યા નથી બનાવી શકી. પરંત આ વખતે ટીમ વિલિયમસનની કપ્તાીમાં ટીમ કંઈક નવો કમાલ કરતી જોવા મળશે.

ટિમ:
કેન વિલિયમસન (કેપ્ટન), ટૉમ બ્લંડેલ, ટ્રેન્ટ બોલ્ડ, કૉલિન ડી ગ્રાન્ડહોમ, લૉકી ફર્ગ્યુસન, માર્ટિન ગુપ્ટિલ, મૈટ હેનરી, ટૉમ લાથમ, કૉલિન મુનરો, જમી નીશમ, હેનરી નિકોલ્સ, મિશેલ સેન્ટનર, ઈશ સોઢી, ટિમ સાઉથી, રૉસ ટેલર.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.