Abtak Media Google News

એક મચ્છર…

વિશ્વમાં દર વર્ષે મેલેરીયાના ર૦ લાખ કેસો નોંધાય છે જેમાં ૫૦ હજાર કેસોમાં માનવ જીંદગી હોમાય જાય છે!

વિશ્વની કેટલીક જીવલેણ અને ગંભીર મહામારીઓ પૈકીની એક મેલેરીયા ઉપર વર્ષ ૨૦૫૦ સુધીમાં વિશ્વ સઁપૂર્ણપણે નિયંત્રણ મેળવી લેશે તેવો આશાવાદ ઉભો થયો છે. મચ્છર દ્વારા ઉત્પન્ન થતા મેલેરીયાના જીવાણુઓને આગામી ૩૦ વર્ષમાં સંપૂર્ણ પણે જામ શેષ કરી દેવાશે. બેનસેટ મેડીકલ જનરલમાં પ્રકાશીત થયેલા એક અભ્યાસમાં જણાવાયુ છે કે આજની સ્થિતિમાં વિશ્વના અડધાથી વધુ દેશોમાં મેલેરીયા નામ શેષ થઇ જવા પામ્યો છે. અને હવે આખા જગતને મેલેરીયા મુકત કરવાની તૈયારીઓ થઇ રહી છે. વિશ્વના તજજ્ઞો મેલેરીયોલોજીસ્ટ, બાયોમેડીકલ વિજ્ઞાનીઓ સહીતના મત મુજબ મેલેરીયા વિરોધી ઝુંબેશ જો આને આજ રીતે ચાલતી રહેશે તો ૨૦૫૦ સુધીમાં આખુ વિશ્વ મેલેરીયા મુકત થઇ જશે. આ લેખમાં મેલેરીયા નિષેધની આધુનિક ટેકનીકને લઇને વર્ષ ૨૦૫૦ માં સામાજીક અર્થકરણ, પર્યાવરણ પરિબળોની બદલનારી સ્થિતિ મેલેરીયાની વ્યાપકતા સામે ઢાલ બની  જશે જો કે આફ્રિકા જેવા દેશોમાં પણ ૨૦૫૦ સુધીમાં મેલેરીયા સંપૂર્ણ નાબુદ ન થાય તો પણ કાબુમાં જરુર આવી જશે.

મેલેરીયા નાબુદીનો લક્ષ્ય સિઘ્ધ કરવા માટે સમય અને અસરકારક દવાઓ અને લાંબાગાળાના પ્રતિકાત્મક પરિબળ આવશ્યક હોવાનું જણાવી. ગ્લોબલ હેલ્થ ગ્રુપ ના રિચાર્ડ ફિયાકેમે ૨૦૫૦ સુધીમાં મેલેરીયા નાબુદીની આશા સેવી છે. વિશ્વમાં ૨૦૦૦ ના વર્ષમાં દર ૧૦૦ વ્યકિતએ મેલેરીયાના કેસો અને મૃત્યુનુ પ્રમાણ ૩૬ અને ૬૦નું રહેવા પામ્યું હતું. ૫૫ દેશોમાં આફ્રિકા , એશિયા અને લેટીન અમેરિકામાં મેલેરીયાની હાલત સુધરી હોવાનું જાણવા મળ્યું છે.

વિશ્વમાં દર વર્ષે ૨૦ લાખ મેલેરીયાના કેસો નોંધાય છે. જેમાંથી ૫૦,૦૦૦ જીંદગી હોમાઇ   જાય છે. ર૯ દેશોમાં ૨૦૧૭માં ૮૫ ટકા ના સુધારો જોવા મળ્યો હતો. આફ્રિકાના પ દેશોમાં વિશ્વના અડધા મેલેરીયાના કેસો નોંધાય છે. મેલેરીયાને નિયંત્રણમાં લાવવા માટે સાધન સુવિધા અને આધુનીક આરોગ્ય પઘ્ધતિનું આવિષ્કાર જરુરી છે. મેલેરીયાની સારવાર સુદઢ અને સસ્તી બનાવવા માટે સતત સંશોધન અને માહીતી પૃથ્થકરણ અને સુધારા મેલેરીયાના પરિક્ષણ મચ્છરદાની જંતુનાશ દવાઓ અને મચ્છ વિરોધી પ્રણાલીઓનો ઉપયોગ ખુબ મહત્વનો બની ગયા છે અનેક દેશોમાં મચ્છર વિરોધી સાધન સામગ્રીમાં નફાનું લક્ષ્ય રાખવામાં આવતું હતું તેનાથી ખુબ જ ફાયદામાં રહ્યું છે.

અત્યારે વિશ્વમાં મેલેરીયાની મહોમારી જનાબ થવાની સ્થિતિમાં આવીને ઉભી રહી ગઇ છે. ગ્લોબલ જનાબ જણાવાયા મુજબ લગભગ ૨૦૫૦ સુધીમાં વિશ્વમાંથી મેલેરીયા સંપૂર્ણ પણે નાબુદ થઇ જશે. ફાઇવકેમે તેના અહેવાલમાં જણાવ્યું છે કે જો અત્યારની સ્થિતિએ મેલેરીયા વિરોધી કામગીરી આજ રીતે નિરંતર ચાલતી રહેશે તો એક સમય આવશે કે જગતમાંથી મેલેરીયા સંપૂર્ણ પણે નાબુદ થઇ જશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.