Abtak Media Google News

સૈન્ય તાકાતના મામલે ભારત દુનિયામાં ચોથા નંબર પર કાયમ છે. પડોશી દેશ ચીન આપણાથી આગળ છે અને તે બીજા નંબરે છે. પરંતુ પાકિસ્તાનની સૈન્ય તાકાતમાં ઘટાડો નોંધાયો છે. ગયા વર્ષે તે 13મા નંબરે હતું. આ વર્ષે 17મા નંબરે પહોંચી ગયું છે. પાકિસ્તાન પહેલા ભારતથી નવ સ્થાન પાછળ હતું, હવે 13 સ્થાન પાછળ થઈ ગયું છે. દેશોની સૈન્ય તાકાતનું દર વર્ષ આકલન કરનારી સંસ્થા ગ્લોબલ ફાયર પાવરના 2018ના ઇન્ડેક્સમાં આ જાણકારી આપવામાં આવી છે.

ગ્લોબલ ફાયર પાવરે 2018ના ઇન્ડેક્સ માટે 136 દેશોની સૈન્ય તાકાતનું આકલન કર્યું. જેમાં દેશોની ભૌગોલિક સ્થિતિ, સાધન-સરંજામને એક સ્થાનેથી બીજા સ્થાને લઈ જવાની ક્ષમતા, પ્રાકૃતિક સંસાધન અને ઔદ્યોગિક સમર્થનના આધારે દેશોનું રેન્કિંગ કરવામાં આવ્યું છે. દેશોની આર્થિક સ્થિરતા અને ડિફેન્સ બજેટને ઇન્ડેક્સમાં મહત્વપૂર્ણ રીતે સામેલ કરવામાં આવ્યા છે. ઇન્ડેક્સમાં દેશોની પરમાણુ તાકાત અને ત્યાંના રાજકીય નેતૃત્વને સામેલ નથી કરવામાં આવ્યા.

સૌથી તાકાતવર દેશ (સેના, વાયુ સેના અને નૌસેનાની મળીને તાકાત)

સ્થાનદેશ
પ્રથમઅમેરિકા
બીજુંરશિયા
ત્રીજુંચીન
ચોથુંભારત
પાંચમુંફ્રાન્સ
સત્તરમુંપાકિસ્તાન


અમેરિકાની પાસે ચીનથી ચાર ગણા વિમાન

દેશવિમાન
અમેરિકા૧૩,૩૬૨
રશિયા૩,૯૧૪
ચીન૩,૦૩૫
ભારત૨,૧૮૫
દક્ષિણ કોરિયા૧,૫૬૦
પાકિસ્તાન૧,૨૮૧


ઉત્તર કોરિયા પાસે સૌથી વધુ યુદ્ધ જહાજ

દેશયુદ્ધ જહાજ
ઉત્તર કોરિયા૯૬૭
ચીન૭૧૪
અમેરિકા૪૧૫
ઈરાન૩૯૮
રશિયા૩૫૨
ભારત૨૯૫
પાકિસ્તાન૧૯૭

ચીનની પાસે સૌથી વધુ સૈનિક

દેશસેના
ચીન૨૧.૮ લાખ
ભારત૧૩.૬ લાખ
અમેરિકા૧૨.૮ લાખ
રશિયા૧૦ લાખ
ઉ. કોરિયા૯.૪૫ લાખ
પાકિસ્તાન૬.૩૭ લાખ

 

રશિયાની પાસે અમેરિકાથી ચાર ગણા ટેન્ક

દેશટેન્ક
રશિયા૨૦,૩૦૦
ચીન૭,૭૧૬
અમેરિકા૫,૮૮૪
ઉત્તર કોરિયા૫,૨૪૩
ઈજિપ્ત૪,૯૪૬
ભારત૪,૪૨૬
પાકિસ્તાન૨,૧૮૨

રક્ષા પર ભારતી ત્રણ ગણો ખર્ચ કરે છે

ચીન, પાકિસ્તાનથી આપણે ૬ ગણા આગળ

દેશરક્ષા બજેટ
અમેરિકા૪૪ લાખ કરોડ રૂપિયા
ચીન૧૦ લાખ કરોડ રૂપિયા
સાઉદી આરબ૪ લાખ કરોડ રૂપિયા
યુકે૩.૪ લાખ કરોડ રૂપિયા
ભારત૩.૨ લાખ કરોડ રૂપિયા
પાકિસ્તાન૪૮ હજાર કરોડ રૂપિયા

રશિયાની પાસે જળ, ભૂમિ અને આકાશનું સૌથી મોટું ક્ષેત્રફળ

દેશ જળ-જમીન અને આકાશનું ક્ષેત્રફળ
રશિયા૧.૭ કરોડ કિમી
કેનેડા૯૯ લાખ કિમી
અમેરિકા૯૮ લાખ કિમી
ચીન૯૫ લાખ કિમી
બ્રાઝીલ૮૫ લાખ કિમી
ભારત૩૨ લાખ કિમી
પાકિસ્તાન૭ લાખ કિમી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.