Abtak Media Google News

સારવાર દરમિયાન 101 દર્દીના મોત જયારે 445 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી 

જામનગર જિલ્લામાં કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. આજે 697 કેસ નોંધાયા છે. જે અત્યાર સુધીના એક જ દિવસમાં નોંધાયેલા કેસનો સૌથી મોટો આંકડો છે. તો કોવિડની સારવાર દરમિયાન 101 થી વધુ દર્દીઓના મોત નિપજ્યા હતા.જામનગર જિલ્લામાં આજે 697 કેસ નોંધાયા છે તેમાં 398 કેસ શહેરી વિસ્તારમાં અને 299 કેસ ગ્રામ્ય વિસ્તારમાં નોંધાયા છે. તો 445 દર્દીઓ કોરોનાને માત આપવામા સફળ રહેતા આજે ડીસ્ચાર્જ કરવામા આવ્યા હતા. તો આજે કોવિડ હોસ્પિટલમાં કોરોનાની સારવાર દરમિયાન 101 થી વધુ દર્દીઓના મોત નિપજ્યા હતા. જામનગર શહેરમાં અત્યાર સુધીમાં 3 લાખ 18 હજાર 036 લોકોના અને ગ્રામ્ય વિસ્તારમાં 2 લાખ 43 હજાર 988 લોકોના સેમ્પલ લેવામા આવ્યા છે.

ખાનગી કોવિડ હોસ્પિટલમાં ઓકિસજનના અભાવે દર્દીનું મોત

હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા સામે અપુરતો સ્ટાફ હોવાનો પરિવારનો આક્ષેપ

News Image 306460 Primary

 જામનગર શહેર જિલ્લામાં વધતા કોરોના સંક્રમણના પગલે હાલ સરકારી કોવિડ હોસ્પિટલની સાથે ખાનગી કોવિડ હોસ્પિટલમાં પણ જગ્યા મળવી મુશ્કેલી બની છે. એવામાં શહેરની એક ખાનગી કોવિડ હોસ્પિટલમાં એક દર્દીનું ઓક્સિજનના અભાવે મોત થયાનો આક્ષેપ કરવામા આવ્યો છે. કોવિડ હોસ્પિટલમાં દર્દીની સારવાર પર પૂરતું ધ્યાન પર ના અપાયું હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો. જામનગરમાં ચાર દિવસ પહેલા એક દર્દીનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા સમર્પણ હોસ્પિટલમાં તમામ રિપોર્ટ કરાવી તેને શ્રદ્ધા કોવિડ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામા આવ્યા હતા. જ્યાં દર્દીનું સારવાર દરમિયાન મોત થયું હતું. તેમના પરિવારજનોનો આક્ષેપ છેકે, હોસ્પિટલ દ્રારા રાત્રિના સમયે ઓક્સિજન બંધ કરી દેતા મોત નિપજ્યું.

આ ઉપરાંત પરિવારજનોનું કહેવું છે કે, દર્દી ચાર દિવસથી સારવાર હેઠળ હતું તેમ છતા નર્સિંગ સ્ટાફ સિવાય કોઈ તબીબ તેની તપાસ માટે આવ્યા ન હતા.

 

જી.જી.હોસ્પિટલમાં ફાયર ફાઈટરની રાઉન્ડ ધ કલોક વ્યવસ્થા ગોઠવાઈ

News Image 306465 Primary

જામનગરની સરકારી હોસ્પિટલના કોવિડ બિલ્ડિંગમાં સૌરાષ્ટ્ર ભરમાંથી કોરોના ના દર્દીઓ સારવાર માટે આવી રહ્યા છે, અને હોસ્પિટલ સંપૂર્ણપણે ફુલ થયેલી જ રહે છે. આવા સંજોગોમાં કોઈ અકસ્માતનો બનાવ ન બને તેની પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે. સાથોસાથ જામનગર મહાનગરપાલિકા ના ફાયરબ્રિગેડ વિભાગ ફાયર ફાઈટરની સાથે શાખાની ટુકડી ને રાઉન્ડ ધ ક્લોક ફરજ માટે તૈનાત મુકવામાં આવ્યા છે.જામનગરની સરકારી જી.જી હોસ્પિટલ ના કોઈ બિલ્ડિંગમાં ફાયર પ્રણાલી લગાવેલી છે. જે તમામ હયાત પ્રણાલી રાબેતા મુજબ કામ કરી રહી છે કે નહીં? તેની સમયાંતરે ચકાસણી કરવા માટે ફાયરવિભાગ ની ટુકડીને જીજી હોસ્પિટલના પરિસરમાં જ તૈનાત રાખવામાં આવી છે. આ ઉપરાંત ફાયર ફાઈટર ને પણ કોઈ બિલિંગ પરિસરમાં પાર્ક કરીને રાખવામાં આવ્યું છે. જેના ઉપર ફાયરના જવાનોની ટુકડી આઠ કલાકની ત્રણ સીફટ માં ડ્યુટી રાખવામાં આવી છે. જે ફાયરના જવાનો દ્વારા જી.જી. હોસ્પિટલ ના કોવિડ બિલ્ડિંગમાં ફાયર પ્રણાલીનું સતત મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે. અને ફાયર ફાઈટર સહિતની તમામ સુવિધાઓને સજ્જ બનાવીને રાઉન્ડ ધ ક્લોક ફાયર બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જી.જી. હોસ્પિટલના કોવિડ પરિસરમાં મહિનામાં એક વખત અથવા બે વખત ફાયર અંગેની મોકડ્રીલ ની કવાયત પણ હાથ ધરી લેવાય છે.કોઈ આગજનીની ઘટના ઉદ્ભવે તો તુરત તેના પર કાબુ કરી શકાય તેના ભાગરૂપે સમગ્ર વ્યવસ્થા ઊભી કરી દેવાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.