Abtak Media Google News

માનવ જીવનની સલામતી માટે સરકારની જવાબદારી છે તેમ વ્યક્તિને કાયદાની મર્યાદામાં રહી પોતાની સલામતી જાળવવાની પણ ફરજ બની રહે છે. માનવ જીવન રાષ્ટ્રની સંપત્તી ગણવામાં આવી રહી છે ત્યારે રાષ્ટ્રની સંપત્તીને કોઇ પણ પ્રકારનું નુકસાન ન થાય તેની તકેદારી રાખવાની તંત્રની જવાબદારી રહી છે. રાષ્ટ્રની સંપત્તી સમાન વ્યક્તિ પોતાની બહુમુલ્ય જીવન અંગે બેદરકારી દાખવે ત્યારે તેને કાયદાના પાઠ ભણાવવા જરૂરી બને છે. આવો જ એક બનાવ સુરત ખાતે સામે આવ્યો છે. જે અંગે જુદા જુદા મતમંતાર રજુ થયા છે.

માનવ જીવનને રાષ્ટ્રીય સંપતિ ગણી તેની સલામતી માટે બનાવવામાં આવેલા કાયદાથી અજાણ સામેની કાર્યવાહીથી હોહા

સુરતના શ્રમિક પ્રૌઢને રોંગ સાઇડમાં સાઇકલ ચલાવવા અંગે પોલીસ દ્વારા રૂા.૩ હજારના દંડ ફટકારતો મેમો આપવામાં આવ્યો છે. આ અંગે તેની આવકને સામે ધરીને મેમો અયોગ્ય ગણાવવામાં આવી રહ્યો છે તો બીજી તરફ દરરોજ પસાર થતા રસ્તા પર અત્યાર સુધી મેમો આપવામાં આવ્યો ન હોવાનું અને હવે કેમ આટલી મોટી રકમનો શ્રમિક પ્રૌઢને મેમો આપવામાં આવ્યા સહિતના મુદે વિવાદ ચાલી રહ્યો છે.

સુરતના સચિન વિસ્તારમાં રહેતા મિલ કામદાર રાજબહાદુર પોતાની સાઇકલ લઇને સુરતના સચિન જીઆઇડીસી તરફ જવા નીકળ્યો હતો ત્યારે તેને સાઇકલને રોંગ સાઇડમાં ચલાવતા પોલીસ સ્ટાફે તેને અટકાવી સાઇકલ કેમ રોંગ સાઇડમાં ચલાવી તેમ કહેવામાં આવ્યું ત્યારે રાજબહાદુરે પોતે દરરોજ આ માર્ગે જ સાઇકલ લઇને જતો હોવાનું જણાવતા પોલીસે ટ્રાફિક નિયમનનો ભંગ ગણી રૂા.૩ હજારના દંડનો મેમો ફટકારવામાં આવ્યો છે.

અકસ્માત નિવારવા સુરત પોલીસે સાયકલ સવારને ટ્રાફિક નિયમન રૂા.૩ હજારના દંડનો મેમો ફટકાર્યો

આ અંગે સુરત ટ્રાફિક ડીસીપી પ્રસાંત સુબેએ જણાવ્યું હતું કે આ મેમો આપવા પાછળ સાઇકલ સવારો તેની સાઇકલો રોંગ સાઇડમાં ચલાવવાનું બંધ કરે જીવલેણ સર્જાતા અકસ્માતનું પ્રમાણ ઘટાડવા આ નવતર પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે.

સાઇકલ સવાર ટ્રાફિક નિયમનના ભંગ અંગે માત્ર રૂા.૧૦૦ સુધીનો દંડ વસુલ કરવામાં આવતો હતો પરંતુ પ્રજાને ખબર પડે કે તેઓ નિયમ તોડી પોતાની બહુ મુલ્ય જીંદગી જોખમમાં મુકી રોંગ સાઇડમાં ચાલી રહ્યા છે. તેઓની જ જીંદગી બચાવવા માટે અને લોક જાગૃતિ માટે આ નવતર પ્રયોગ હાથ ધરી કાયદાનું પાલન કરે તે માટે મેમો આપવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.