Abtak Media Google News

ભુજ : કોરોના મહામારી વચ્ચે એક તરફ જ્યા પોલિસ નિયમોનુ કડક પાલન કરાવવા માટે આમ નાગરીકોને દંડનો કોરડો મારી કાર્યવાહી કરી રહી છે. તે વચ્ચે પુર્વ કચ્છની મહત્વની શાખામાં ફરજ બજાવતા પોલિસ કોન્સ્ટેબલના પાર્ટી ઉજવણી કરતા વાયરલ વિડીયોથી ભારે ખળભડાટ મચી ગયો છે. જો કે વિડીયો વાયરલ થયા બાદ પોલિસે કડક કાર્યવાહી કરી છે વિડીયો વાયરલ થયા બાદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પુર્વ કચ્છમાં ફરજ બજાવતા ૪ કોન્સ્ટેબલની તાત્કાલીક અસરથી બદલી કરી દેવાઇ હતી તો ત્યાર બાદ મામલાની ગંભીરતા સમજી પુર્વ કચ્છ પોલિસવડાએ તમામ ૪ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી તપાસના આદેશ આપ્યા હતા ત્યારે હવે પુર્વ કચ્છના એક ચાર કોન્સ્ટેબલ એક પ્રાઇવેટ વ્યક્તિ તથા સુરતના એક પી.એસ.આઇ સામે અંજાર પોલિસ મથકે કોવીડ ગાઇડલાઇનનો ભંગ કરી પાર્ટી કરનાર સામે ફરીયાદ નોંધાઇ છે.

Advertisement

પાર્ટીની ઉજવણી કરતા પોલીસ કર્મીનો વિડીયો વાયરલ થતા ૪ સસ્પેન્ડ: ખળભળાટ

પોલિસ કર્મચારીની બર્થડે પાર્ટી ફટાકડા તથા નાચગાન સાથે ઉજવાઇ તેના વાયરલ વિડીયોથી પુર્વ કચ્છ પોલિસ સામે અનેક સવાલો ઉભા થયા હતા ત્યારે આજે પ્રાથમીક તપાસ બાદ મહેન્દ્રસિંહ નિરૂભા રાણાએ ફરીયાદી બની આ મામલે લોકલ ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા બાલુ નાગાજણ ગરેજા,રામદેવસિંહ જાડેજા,વિરેન્દ્ર પુરોહિત,પ્રવિણ આલ તથા સુરતના પી.એસ.આઇ ઇકબાલભાઇ તથા પાર્ટીનુ આયોજન કરનાર દિપ હરીભા ગઢવી સામે અંજાર પોલિસ મથકે

ફરીયાદ નોંધી છે. રીવેરા પાર્ટીના મેનેજર સહિત સ્ટાફની પુછપરછમાં એ પણ સામે આવ્યુ છે. કે ફાર્મવીલાના સ્ટાફ દ્રારા પોલિસ કાર્યવાહીની વાત કરાઇ હોવા છંતા પાર્ટીનુ આયોજન કરનાર દિપ ગઢવીએ જેનો બર્થડે છે તેવા બાલુ ગરેજા એલ.સી.બીમાં ફરજ બજાવે છે તેવુ કહી પાર્ટી ચાલુ રાખી હતી. જે નિવેદનના આધારે ફરીયાદ નોંધી આગળની તપાસ શરૂ કરી છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.