Abtak Media Google News
  • યશસ્વી જે રીતે પ્રદર્શન કરી રહ્યો છે તે જોતા આ શ્રેણીમાં રેકોર્ડ બને તેવી શક્યતા છે.
  • યશસ્વી જયસ્વાલ હાલમાં પાંચ મેચની ટેસ્ટ શ્રેણીમાં 545 રન સાથે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે.

Cicket News: યુવા ઓપનિંગ બેટ્સમેન યશસ્વી જયસ્વાલ ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. 22 વર્ષીય યશસ્વીએ વિશાખાપટ્ટનમ ટેસ્ટ મેચમાં 209 રનની ઇનિંગ રમી હતી. ત્યારબાદ રાજકોટમાં ત્રીજી ટેસ્ટમાં પણ આ યુવા ક્રિકેટરે ભારતની બીજી ઇનિંગમાં 214 રન બનાવ્યા હતા. યશસ્વી જે રીતે પ્રદર્શન કરી રહ્યો છે તે જોતા આ શ્રેણીમાં રેકોર્ડ બને તેવી શક્યતા છે.

Advertisement

Jaiswal11

જયસ્વાલ પાસે મહાન બેટ્સમેન સુનીલ ગાવસ્કરનો 53 વર્ષ જૂનો રેકોર્ડ તોડવાની તક છે. ટેસ્ટ સિરીઝમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ લિટલ માસ્ટર સુનીલ ગાવસ્કરના નામે છે. સુનીલ ગાવસ્કરે 1971માં વેસ્ટ ઈન્ડિઝ સામેની પોતાની પ્રથમ ટેસ્ટ મેચમાં જોરદાર પ્રદર્શન કર્યું હતું. તેણે 4 ટેસ્ટ મેચની શ્રેણીમાં 774 રન બનાવ્યા હતા. તેણે આ શ્રેણીમાં બેવડી સદી, ચાર સદી અને ત્રણ અડધી સદી ફટકારી હતી.

Iaia

યશસ્વી જયસ્વાલે ઈંગ્લેન્ડમાં ચાલી રહેલી ટેસ્ટ શ્રેણીની છ ઈનિંગ્સમાં અત્યાર સુધીમાં 109ની સરેરાશથી 545 રન બનાવ્યા છે. જેમાં બે બેવડી સદી અને એક અડધી સદીનો સમાવેશ થાય છે. યશસ્વી જયસ્વાલ હાલમાં પાંચ મેચની ટેસ્ટ શ્રેણીમાં 545 રન સાથે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. જો યશસ્વી બાકીની બે ટેસ્ટ મેચમાં કુલ 230 રન બનાવી લે છે તો તે ટેસ્ટ સિરીઝમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય બેટ્સમેન બની શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.