Abtak Media Google News

46 દિવસ સુધી ચાલનાર વનડે ક્રિકેટ વિશ્વકપ કાઉન્ટ ડાઉન શરૂ થઈ  ચૂક્યું  છે. 10 મેદાન પણ આ વિશ્વકપ રમાશે. વિશ્વકપ 5 ઓક્ટોબરથી શરુ થઇ રહ્યો છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 2019 વર્લ્ડકપ વિજેતા ઇંગ્લેન્ડ અને ઉપવિજેતા ન્યૂઝિલેન્ડથી મેચ થશે. મેજબાન ભારત પોતાના અભિયાનની શરુઆત 8 ઓક્ટોબરથી ચેન્નઇમાં પાંચ વખત વિશ્વ કપ વિજેતા ઓસ્ટ્રેલિયા સામે કરશે. વિશ્વ કપ શરૂ થાય તે પૂર્વે ગણ્યા એવા રોચક તથ્યો અને રેકોર્ડ છે જેનાથી લોકો અજાણ હોય છે. ત્યારે ક્રિકેટ વન-ડે વિશ્વ કપ તારીખ 5 થી શરૂ થઈ રહ્યો છે. કપમાં અનેક નવા રેકોર્ડ સર્જાય તેવી શક્યતા અને અપેક્ષાઓ પણ જોવા મળી રહી છે પરંતુ આ પૂર્વે યોજાયેલા વિશ્વ કપમાં ઘણા એવા રેકોર્ડ સ્થાપિત થયા છે જેને લોકો ન જાણતા હોય.

Advertisement

ભારતની યજમાનીમાં આયોજિત ક્રિકેટ વર્લ્ડ કપ 2023ને આડે હવે ગણતરીના દિવસો બાકી છે. ભારતે 2011માં વર્લ્ડ કપની યજમાની કરી હતી. આ વર્લ્ડ કપ ભારતે જીત્યો હતો. આ વર્ષે પણ ભારતને વિશ્વ કપ વિજેતા તરીકે પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. 1975થી અત્યાર સુધી કુલ 12 વિશ્વ કપનું આયોજન થઈ ચૂક્યું છે. ટીમ ઈન્ડિયાએ 1983 અને 2011માં એમ બે વાર વર્લ્ડ કપ વિજેતા બની ચૂકી છે. જ્યારે 2003માં ભારતે ફાઈનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

1975 વર્લ્ડ કપ: ભારત પાંચમા ક્રમે રહ્યું હતું

ઈંગ્લેન્ડમાં ક્રિકેટના પ્રથમ વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્લ્ડ કપમાં ભારતની ટીમના કેપ્ટન એસ. વેંકટરાઘવન હતા. આ વર્લ્ડ કપમાં ભારતનું પ્રદર્શન કંઈ ખાસ રહ્યું નહતું. ભારતને 3 મેચમાંથી 1 મેચમાં ઈસ્ટ આફ્રિકા સામે જીત મળી હતી. ભારતીય ટીમ આ વર્લ્ડ કપમાં 5મા સ્થાને રહી હતી. આ વિશ્વ કપની વિજેતા ટીમ વેસ્ટઈન્ડિઝ રહી હતી.

વનડે વિશ્વકપમાં સૌથી વધુ વિકેટ

વનડે વિશ્વકપના આજ સુધીના ઈતિહાસમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ આ વખતે પણ તૂટે તેમ લાગી રહ્યું નથી. આ લિસ્ટમાં ઓસ્ટ્રેલિયન દિગ્ગજ ગ્લેન મેક્ગ્રા ટોપ પર છે. વિશ્વકપમાં મેક્ગ્રાએ સૌથી વધુ 71 વિકેટ લીધી છે. એક્ટિવ પ્લેયર્સમાં ઓસ્ટ્રેલિયાનો મિચેલ સ્ટાર્ક (49 વિકેટ) પાંચમાં સ્થાને છે.

સૌથી ધીમી ઈનિંગ

વિશ્વકપમાં સૌથી ધીમી ઈનિંગનો રેકોર્ડ લગભગ ક્યારેય તૂટશે નહીં. 1975ના વિશ્વકપમાં સુનીલ ગાવસ્કરે ઈંગ્લેન્ડ વિરુદ્ધ 174 બોલમાં અણનમ 36 રન બનાવ્યા હતા. આ ક્રિકેટ ઈતિહાસની સૌથી ધીમી ઈનિંગ છે.  ધીમી ઈનિંગના વર્લ્ડ રેકોર્ડ બનાવનાર એક માત્ર ભારતીય ખિલાડી સુનીલ ગાવસ્કર છે જેણે ઈંગ્લેન્ડ વિરુધ્ધ સૌથી ધીમી ઈનિંગ રમી’તી.

સૌથી વધુ સિક્સ

વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ બેટર ક્રિસ ગેલના નામે વનડે વિશ્વકપના ઈતિહાસમાં સૌથી વધુ સિક્સ ફટકારવાનો રેકોર્ડ છે. ક્રિસ ગેલે વનડે વિશ્વકપની મેચોમાં સૌથી વધુ 49 સિક્સ ફટકારી છે, આ રેકોર્ડ તોડવો મુશ્કેલ લાગી રહ્યો છે. એક્ટિવ પ્લેયર્સમાં રોહિત શર્મા (23 સિક્સ) પણ ખુબ પાછળ છે.

1983 વિશ્વકપમાં ઝિમ્બાબ્વે સામે કપિલના પ્રથમ 50 રનમાં એક પણ બાઉન્ડ્રી ન હતી

1983 વિશ્વકપમાં કપિલ દેવે ઝિમ્બાબ્વે સામે સાવધાનીથી રમવાનું શરૂ કર્યું. એ તેમની નેચરલ ગેમ ન હતી. તેમણે પહેલા 50 રનમાં એકેય બાઉન્ડ્રી ફટકારી ન હતી. છતાં ધીમે ધીમે રમી ટીમને વિજય અપાવ્યો હતો.

એક એડિશનમાં સૌથી વધુ રન

વિશ્વકપની એક એડિશનમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ મહાન ભારતીય બેટર સચિન તેંડુલકરના નામે છે. ક્રિકેટ જગતમાં સચિન એક માત્ર ખિલાડી છે જેના ઘણા એવા રેકોર્ડ છે જે હજુ સુધી કોઇ તોડી શકયુ નથી.  સચિને વર્લ્ડ કપ 2003માં 11 મેચમાં 673 રન ફટકાર્યા હતા. આ રેકોર્ડ તોડવો અન્ય બેટર માટે મુશ્કેલ લાગી રહ્યો છે.

સૌથી વધુ વિશ્વકપ મેચ

વનડે વિશ્વકપમાં સૌથી વધુ મેચ રમવાનો રેકોર્ડ રિકી પોન્ટિંગના નામે છે. તેણે 46 મેચ આ આઈસીસી ઈવેન્ટમાં રમી છે, તેવામાં આ વિશ્વ રેકોર્ડને તોડી શકતો આ વખતે પણ અશક્ય છે.

સૌથી વધુ વિશ્વકપ રમનાર કાંગારૂ ટીમના પુર્વ કેપ્ટન રીકી પોન્ટિંગ છે જેમણે અત્યાર સુધી વિશ્વકપમાં સૌથી વધુ મેચ રમેલા છે. જો કે હજુ સુધી આ રેકોર્ડ તોડી શકે તેમ નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.