Abtak Media Google News

અમદાવાદથી ઋત્વીજ પંડયા (વોઇસ ઓફ રફી), દિપાબેન ચાવડા, પરેશ દેસાઇ, સંગીત પ્રેમીઓને ડોલાવશે. મોહમ્મદ રફી ફેન કલબના હોદેદારો ‘અબતક’ ની શુભેચ્છા મુલાકાતે

મોહમ્મદ રફી યેન કલબ (જુ) રાજકોટ દ્વારા છેલ્લા ૧૦ વર્ષથી સંગીત પ્રેમી જનતાને નવા-જુના ફિલ્મી ગીતોનો લાઇવ પ્રોગ્રામ પીરસી રહ્યું છે.

જેનાં મુખ્ય આયોજક પરેશભાઇ દેસાઇ તથા પ્રોગ્રામ ડિઝાઇનર વરુણભાઇ દેસાઇ દ્વારા આગામી તા. ૨૭-૪ ને શનિવારના રોજ સાંજના ૫.૩૦ કલાકે ઇવનીંગ પોસ્ટ  જીલ્લા બેંક પાસે, રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે. જેમાં મુખ્ય કલાકારોમાં ઋત્વીજ પંડયા વોઇસ ઓફ રફી હાલ અમદાવાદથી ઉ૫સ્થિત રહી રર થી રપ જેટલા ગીતોની રમઝટ બોલાવશે. જેમાં મુખ્ય ગીત યે દિલ તુમ બીન લગતા

નહીં, યે પરબતો કે દાયરે, ખુદાભી આસમાન સે, બડે બેવફા હૈ યે હુશ્નવાલે, રાધિકા તુને બંસરી બજાઇ જેવા ગીતો રજુ કરશે. અન્ય કાલાકારોમાં દિપાબેન ચાવડા, વોઇસ ઓફ લતા-આશા પરેશ દેસાઇ વોઇસ ઓફ રફી ગીતો સંભળાવી સંગીત પ્રેમીઓને ડોલાવશે. મુખ્ય ઉદધોષક એંકર તરીકે નામાંકિત બીપીનભાઇ જીવાણી દ્વારા સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરવામાં આવશે.

આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે મનોહરસિંહ જાડેજા (ડે.કમિશનર ઓફ પોલીસ ઝોન-ર) ઉપસ્થિત રહી જુસ્સો વધારશે. અન્ય મહાનુભાવોમાં કિશોરસિંહ જેઠવા, રાજેન્દ્રસિંહ જાડેજા, જયપાલસિંહ ઝાલા, નટુભાઇ રાઠોડ, જયેશભાઇ ઉ૫ાઘ્યાય, ઘનશ્યામભાઇ રાવલ, લલીતભાઇ ત્રિવેદી, એચ.પી. પટેલ, એચ.કે. લીયા, પદયુમન જોષીપુરા ઉ૫સ્થિત રહેનાર છે.

આ કાર્યક્રમ લાઇવ પ્રોગ્રામ કરવામાં આવશે જેના કિબોર્ડ પ્લેયર તૃષાર ગોસાઇ, તબલા દિલીપભાઇ ઓકટોપેડ લલીત ચાવડા, સાઇડ રિધમ પ્રકાશ વાગડીયા તથા સાઉન્ડ હારુનભાઇ દ્વારા સેવા આપવામાં આવશે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પરેશભાઇ દેસાઇ, વરુણભાઇ દેસાઇ, કિશોરસિંહ જેઠવા, બીપીનભાઇ જીવાણી, ઇશાનભાઇ ઠાકરે અબતકની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

કાર્યક્રમમાં રાજકોટના જ ઋત્વીજ પંડયા મુખ્ય કલાકાર  તરીકે આવનાર હોય સંગીત પ્રેમી જનતામાં આ કાર્યક્રમ નિહાળવા તથા સાંભળવા માટે ખુબ જ ઉત્સાહ પ્રવૃતિ રહેલ છે વધુ વિગત માટે વરુણ દેસાઇ મો. ૭૬૯૮૪ ૫૧૮૬૫, ૯૯૨૫૮ ૭૫૪૮૯નો સંપર્ક કરી સમયસર સાંજ ૫.૩૦ વાગ્યે પોતાનું સ્થાન ગ્રહણ કરી લેવા જણાવાયું છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.